Atmadharma magazine - Ank 150
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 22

background image
જે જીવ દર્શનશુદ્ધિ કરતો નથી, આત્માને અશુદ્ધ જ અનુભવે છે તે જીવે ખરેખર ભગવાનના ઉપદેશનું ગ્રહણ કર્યું
નથી. ભગવાનના ઉપદેશમાં સારભૂત સમ્યગ્દર્શન છે તે જન્મ–જરા–મરણનો નાશ કરાવનારું છે ને મુક્તિ પ્રાપ્ત
કરાવનારું છે. અહો, શ્રમણો કે શ્રાવકો, સૌને પહેલાં તો દર્શનશુદ્ધિનો જ ભગવાનનો ઉપદેશ છે, દર્શનશુદ્ધિ વિના ખરું
શ્રાવકપણું કે શ્રમણપણું હોતું નથી. સમ્યગ્દર્શન પછી જ ચારિત્રદશા હોય છે.
જુઓ, જગતના બધા તત્ત્વોમાં જીવતત્ત્વ જ ઉત્તમ છે; ને જીવના ભાવોમાં પણ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
શુદ્ધભાવ જ ઉત્તમ છે; અને તેમાં પણ સમ્યગ્દર્શન પ્રધાન છે. તેના વડે જીવનું પરમહિત થાય છે, ને તેના વિના જ્ઞાન–
ચારિત્ર વગેરે બધુંય મિથ્યા છે. માટે સમ્યગ્દર્શનને પ્રધાન જાણીને તેને જ અંગીકાર કરવાનો ઉપદેશ છે. સર્વજ્ઞનો
ઉપદેશ સર્વજ્ઞતા તરફ લઈ જવાનો છે. વીતરાગનો ઉપદેશ વીતરાગતાનો જ પોષક છે. પહેલાં જ્ઞાનાનંદસ્વભાવની
વીતરાગી દ્રષ્ટિ કરો, તે દ્રષ્ટિપૂર્વક જ યથાર્થ જ્ઞાનચારિત્ર હોય છે. સમ્યગ્દર્શન વિના ખરેખર સર્વજ્ઞની પણ સાચી પ્રતીત
થાય નહિ. સમ્યગ્દર્શન તે સર્વ ઉપદેશનો મૂળ સાર છે. સમ્યગ્દર્શન થયું ત્યાં મોક્ષનો માર્ગ હાથ આવી ગયો.....
આત્માની દશા પલટી ગઈ...ભગવાનનો ઉપદેશ એમ કહે છે કે અરે જીવો! તમારા આત્મામાં પૂર્ણ પરમાત્મશક્તિ ભરી
છે. તેની સન્મુખ દ્રષ્ટિ કરો. જેણે આવી દ્રષ્ટિ પ્રગટ કરી તેણે જ ભગવાનનો ઉપદેશ ઝીલ્યો છે આ સિવાય
શુભરાગાદિથી લાભ માનીને રોકાઈ જાય,–તો તેણે ભગવાનનો ઉપદેશ સાંભળ્‌યો જ નથી, કેમકે રાગથી ધર્મ થાય–
એવો ભગવાનનો ઉપદેશ છે જ નહીં. આત્માના શુદ્ધચિદાનંદસ્વભાવને મુખ્ય કરીને નિશ્ચયનયથી તેને પ્રતીતમાં લઈને
સમ્યગ્દર્શન કરવું–તે જૈનધર્મનો પ્રધાન ઉપદેશ છે, કેમકે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. અને સમ્યગ્દર્શનની શુદ્ધિથી જ
આત્માની સિદ્ધિ થાય છે. માટે સર્વ ઉદ્યમપૂર્વક સૌથી પહેલાં દર્શનશુદ્ધિ પ્રગટ કરવાનો ભગવાનનો પ્રધાન ઉપદેશ છે.
* जय हो दर्शनशुद्धि–धारक संतोनो *
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સુંદર સગવડ
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
અહીં ઉપરોક્ત બોર્ડિંગ છેલ્લાં ચાર વર્ષથી ચાલે છે. તેમાં જૈનધર્મ પાળતા કોઈપણ ફીરકાના વિદ્યાર્થીઓ કે
જેમની ઉમર ૧૧ વર્ષ અને તેથી વધુ હોય અને જેઓ ગુજરાતી ધોરણ પાંચમું અને તેથી ઉપરના ગુજરાતી કે અંગ્રેજી
ધોરણોમાં અભ્યાસ કરતા હોય તેઓને દાખલ કરવામાં આવે છે.
માસિક પૂરી ફીના લવાજમના રૂા. ૨પ તથા ઓછી ફીના રૂા. ૧પ લેવામાં આવે છે.
અહીં એસ. એસ. સી. (મેટ્રિક) સુધીના અભ્યાસ માટે હાઈસ્કૂલ છે.
અહીં વિદ્યાર્થીઓને હાઈસ્કૂલના અભ્યાસ ઉપરાંત શ્રી જૈનદર્શનનો ધાર્મિક અભ્યાસ પણ કરાવવામાં આવે
છે. વિશેષમાં પૂજ્ય ‘શ્રી કાનજી સ્વામી’ જેવા આધ્યાત્મિક જ્ઞાની સંતના સમાગમનો તથા તેઓનાં તત્ત્વપૂર્ણ
વ્યાખ્યાન શ્રવણનો પણ અપૂર્વ લાભ મળે છે.
સંસ્થાનું નવું વર્ષ તથા સત્ર તા. ૧પ–૬–પ૬ થી શરૂ થાય છે. સંસ્થામાં નિશ્ચિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓને
દાખલ કરવાના છે. આથી જે વિદ્યાર્થીઓને અહીં દાખલ થવા ઈચ્છા હોય.....તેમણે ઉપરોક્ત સરનામે બે આનાની
ટીકીટો મોકલી, વિદ્યાર્થીએ પાળવાના ધારાધોરણ તથા નિયમો અને પ્રવેશપત્રો તા. ૨૦–૪–પ૬ સુધીમાં મંગાવી લેવાં
અને તે ભરી તા. ૨૦–પ–પ૬ સુધીમાં પરત મોકલવાં. ત્યાર પછી આવેલાં પ્રવેશપત્રો સ્વીકારવામાં આવશે નહિ.
મુંબઈમાં વસતા વિદ્યાર્થીઓની સગવડતા માટે બોર્ડિંગ સંબંધી કોઈપણ જાતની માહિતી મેળવવા તથા
પ્રવેશપત્રો મેળવવા નીચેના સરનામે પ્રબંધ કરવામાં આવેલ છે.
શ્રી હિંમતલાલ છોટાલાલ શાહ
૩૪, સુતાર ચાલ, (ટેલી નં. ૨૮૪૪૮)
ઝવેરી બજાર, મુંબઈ નં ૨
લી.
૧ મોહનલાલ કાલીદાસ જસાણી
૨ મોહનલાલ વાઘજી મહેતા કરાંચીવાલા
–મંત્રીઓ
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)