આત્માની અસ્તિ, ને તેમાં અજીવની તથા અશુદ્ધતાની નાસ્તિ–એવી જે યથાર્થ પ્રતીત કરવી તેનું નામ દર્શનવિશુદ્ધિ
છે, તે દર્શનવિશુદ્ધિ જ મુક્તિનું કારણ છે.
અજીવની પર્યાય બીજા અજીવમાં, આ જીવની પર્યાય આ જીવમાં, અન્ય જીવોની પર્યાય અન્ય જીવોમાં; સર્વજ્ઞની
પ્રતીત કરી ત્યાં સર્વજ્ઞની પર્યાય સર્વજ્ઞમાં ને મારી પર્યાય મારામાં; કોઈ એકને કારણે બીજાની પર્યાય નથી.–જુઓ
આ તત્ત્વાર્થશ્રદ્ધાન! આમાં વીતરાગી અભિપ્રાયનું અનંતું જોર છે, તે શ્રદ્ધાનમાં રાગનું કર્તૃત્વ રહ્યું નથી, પરની
કર્તાબુદ્ધિ રહી નથી, સ્વભાવ સન્મુખ થઈને જ્ઞાયકપણે જ પોતાને પ્રતીતમાં લીધો છે. આવી પ્રતીતનું એટલું જોર છે
કે તેને લીધે જીવ રાગાદિરૂપ પરિણમતો નથી; જ્ઞાયકસન્મુખ દ્રષ્ટિથી શુદ્ધતા જ કરતો જાય છે. આ રીતે દર્શનશુદ્ધિથી
જ આત્માની સિદ્ધિ છે. સાતમી નરકમાં રહેલો પણ જે જીવ આવી સાત તત્ત્વોની પ્રતીત કરીને દર્શનશુદ્ધિ કરે છે તે
જીવ ત્યાં નરકમાં પણ શુદ્ધ છે; અને જેને સાત તત્ત્વોની પ્રતીત નથી, દર્શનશુદ્ધિ નથી તે જીવ સર્વજ્ઞ ભગવાનનાં
સમવસરણમાં બેઠો હોય તો પણ અશુદ્ધિમાં જ પડયો છે. શુદ્ધઆત્માના ભાન વિના આત્માની શુદ્ધિ કેવી?
સમકિતીને સાતે તત્ત્વોની ને શુદ્ધઆત્માની પ્રતીતના જોરે આત્માની શુદ્ધતા થઈ છે. તેથી દર્શનશુદ્ધિ જેને છે તે
આત્મા શુદ્ધ છે. “દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ છે.–એવો જૈનશાસનનો મુદ્રાલેખ કુંદકુંદાચાર્યભગવાને કહ્યો છે.
અશુદ્ધ છે, ને જ્ઞાની શુદ્ધઆત્માની દ્રષ્ટિમાં સદા શુદ્ધ છે. જેને જેવી દ્રષ્ટિ છે તેવી પર્યાયની ઉત્પત્તિ થાય છે.
શુદ્ધઆત્માની દ્રષ્ટિમાં શુદ્ધપર્યાયની ઉત્પત્તિ ને ‘વિકાર તે હું’ એવી અશુદ્ધ દ્રષ્ટિમાં અશુદ્ધ પર્યાયની જ ઉત્પત્તિ થાય
છે. અહો! મારું જ્ઞાન ખુલ્લું જ છે, રાગથી મારું જ્ઞાન કદી બંધાયું નથી, આનંદ સાથે સદાય અભેદ છે, આમ,
જ્ઞાનતત્ત્વની પ્રતીત કરવી તે દર્શનશુદ્ધતા છે, અને દર્શનશુદ્ધિવાળા જ નિર્વાણ પામે છે. જેને દર્શનશુદ્ધિ નથી તે ઇષ્ટ
લાભ પામતો નથી. અનંતા જીવો મોક્ષ પામ્યા તે બધાય સમ્યગ્દર્શનની શુદ્ધતા વડે જ મોક્ષ પામ્યા છે. શુદ્ધતા જેમાંથી
કાઢવાની છે તેની પ્રતીત વિના શુદ્ધતા કયાંથી આવશે? સોનાની ખાણમાં સોનું ભર્યું છે, તે ખોદે તો સોનું નીકળે,
પણ લોઢાની ખાણ ખોદે તો સોનું કયાંથી આવશે? તેમ જીવને મોક્ષ એટલે પૂર્ણ અતીન્દ્રિય–આનંદ પ્રગટ કરવો છે.
તે આનંદની ખાણ તો આ આત્મા છે, આત્માના સ્વભાવને ખોજે–તેની અંતર્દષ્ટિ કરીને એકાગ્ર થાય–તો અંદરથી
આનંદનો અનુભવ પ્રગટે. પણ રાગની કે દેહની ખાણ ખોદે તો તેમાં કાંઈ આનંદ નથી ભર્યો. આનંદસ્વભાવ જ્યાં
ભર્યો છે એવા શુદ્ધચૈતન્યતત્ત્વની દ્રષ્ટિ વિના કદી આત્માની શુદ્ધતા થાય નહિ. જેને મોક્ષ જોઈતો હોય–આત્માની પૂર્ણ
શુદ્ધતા જોઈતી હોય તેણે પહેલાં તો શુદ્ધઆત્માને દ્રષ્ટિમાં લઈને દર્શનશુદ્ધિ કરવી જોઈએ. દર્શનશુદ્ધિ જ મોક્ષનું મૂળ
છે. સમ્યગ્દર્શન એટલે શુદ્ધઆત્માની રુચિ, જેને શુદ્ધઆત્માની રુચિ છે તે જ પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષને પામે છે; જેને
શુદ્ધઆત્માની રુચિ નથી તે મુક્તિ પામતા નથી. આ રીતે સમ્યગ્દર્શન જ મોક્ષની પ્રાપ્તિનું મુખ્ય કારણ છે. માટે
આચાર્ય ભગવાને મુદ્રાલેખ બાંધ્યો છે કે દર્શનશુદ્ધિવાળો જ શુદ્ધ છે, ને દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ પમાય છે માટે
સર્વ પ્રકારના ઉદ્યમથી દર્શનશુદ્ધિ કરવાનો ઉપદેશ છે.
માટે છે, જેણે શુદ્ધઆત્માને દ્રષ્ટિમાં લઈને દર્શનશુદ્ધિ પ્રગટ કરી તેણે ભગવાનના ઉપદેશનો સાર ગ્રહણ કર્યો.
ઃ ૧૧૨ઃ