શ્રી જિનવરજી પધાર્યા.....શ્રી જિનવરજી પધાર્યા.....આજ
સીમંધરનાથ આવો.....તીર્થંકરદેવ પધારો
હૈડાનાં હાર આવો, આતમ–શણગાર પધારો
કઈ વિધ વંદું સ્વામી! કઈ વિધ પૂજું સ્વામી! (૨)
ત્રિલોકીનાથ પધાર્યા અમ સેવકના આંગણીય.....
શ્રી માનસ્તંભ સોહે સીમંધરનાથ બિરાજે (૨)
વિભૂતિ જગની આવે શ્રી જિનવરનાં ચરણોમાં.....
ધ્યાન ધૂરંધર સ્વામી.....વીતરાગ વિલાસી સ્વામી (૨)
સુખમંદિર જિનવર દેવા, હમ રહીએ તુજ ચરણોમાં.....
ત્રિલોકીનાથ ચરણે મુક્તિનું સુખ નીહાળું.....(૨)
દિનરાત જિનને ધ્યાવું અંતરમાં નાથ વસાવું.....
ગુરુ કહાન જિનને નીરખે, હૈડામાં હરખી જાયે (૨)
તુજ વારણાં ઉતારે સુવર્ણે મંગલ થાયે.....
ગુરુ કહાનના પ્રતાપે, જિનરાજ ભેટયા આજે (૨)
આ પંચમકાળ ભૂલાયે, નિતનિત મંગલ થાયે.....
આજ મારે રે આંગણીયે.....શ્રી માનસ્તંભજી પધાર્યા.....
આજ મારે રે માનસ્તંભે સીમંધરનાથ બિરાજ્યા.....