શું લાભ છે? અંતરમાં રાગની ભાવના પડી છે તે મિથ્યાત્વ છે, ને તે જ દુઃખનું મૂળ છે. ધર્મીને
તો, હું જ્ઞાનાનંદ શુદ્ધઆત્મા છું એવી જ ભાવના છે; રાગ હોવા છતાં સમકિતીને તેની ભાવના
નથી, ભાવના તો શુદ્ધ જ્ઞાનમૂર્તિ આત્માની જ છે, ને તેનું નામ જિનભાવના છે. આવી
જિનભાવના તે જ રત્નત્રયનું કારણ છે ને તે જ મોક્ષમાર્ગ છે. આવી જિનભાવના વગર બાહ્યમાં
નગ્નતા હોય ને પંચમહાવ્રત પાળતો હોય તો પણ તેને કિંચિત્ લાભ નથી; રાગની ભાવનાને
લીધે તે દુઃખ જ પામે છે, શરીરનો એક રજકણ પણ મારો નથી, શરીરની નગ્નદશા થઈ તેનો
કર્તા હું નથી, ને અંદર શુભરાગની વૃત્તિ ઊઠે તેનાથી પણ મારા આત્માને લાભ નથી, હું તો દેહથી
ને રાગથી પાર જ્ઞાનસ્વરૂપ છું–આવું ભેદજ્ઞાન કરીને જિનભાવના જે નથી ભાવતો, ને રાગની
ભાવના ભાવે છે, તે ભલે નગ્ન રહેતો હોય તો પણ દુઃખ જ પામે છે. શરીરની નગ્નતા તે કાંઈ
સુખનું કે મોક્ષમાર્ગનું કારણ નથી. અંતરમાં શુદ્ધ આત્માની ભાવનારૂપ જે જિનભાવના છે તે જ
ભાવલિંગ છે, ને તે જિનભાવના જ સુખનું કારણ ને મોક્ષમાર્ગ છે. ભાવલિંગી દિગંબર મુનિઓ
અંતરમાં આવી જિનભાવના વડે જ સુખી છે, મૂઢ જીવો રાગની ભાવના કરીને તેને સુખનું કારણ
કે મોક્ષમાર્ગ માને છે, પણ તે મિથ્યાદ્રષ્ટિ છે. તે મોટા રાજપાટ ને રાણીઓ છોડીને ભલે ત્યાગી
થયો હોય, નગ્ન થઈને પાંચ મહાવ્રત પણ પાળતો હોય, પણ અંતરમાં આત્મા શું ચીજ છે તેનું
ભાન નથી ને રાગ કરતાં કરતાં કલ્યાણ થઈ જશે–એવી રાગની ભાવના ભાવી રહ્યો છે–તો તે
પ્રાણી ખેદખિન્ન દુઃખી જ છે. આત્મા શાંતિનો સાગર છે તેની તો અંતરમાં દ્રષ્ટિ નથી તો સુખ કયાંથી
લાવશે? ભાવલિંગી દિગંબર સંતો અંતરમાં ચૈતન્યપિંડ આત્માના અનુભવથી સુખી છે.
અંતરમાં તું ચૈતન્યસ્વભાવ સાથે તો આત્માની એકતા કરતો નથી ને રાગની ભાવના ભાવે છે,
તથા અન્ય સંતોનો દોષ