તેં ગુણ પ્રગટ ન કર્યા, તો પરના એકલા દોષને જ તું દેખશે.....તારા સ્વદ્રવ્ય સાથે પર્યાયની
હરીફાઈ (–સરખામણી) ન કરી તો બીજા સાથે હરીફાઈ કરીને ઈર્ષ્યાથી તું દુઃખી થઈશ. ધર્મી તો
અંર્તદ્રષ્ટિથી પર્યાયને દ્રવ્ય સાથે એક કરે છે, એટલે પોતામાં દ્રવ્યના આશ્રયે પર્યાયની શુદ્ધતા કરે
છે ને દોષ ટળતા જાય છે. શુદ્ધ સ્વભાવની ભાવના સિવાય બીજી ફૂરસદ કયાં છે કે કોઈના દોષ
જોવા રોકાય? અજ્ઞાની મૂઢ જીવને અંતરની શુદ્ધ આત્માની તો ભાવના નથી ને બહારમાં
બીજાના દોષ જોવામાં જ રોકાય છે....બીજાની ઈર્ષામાંથી નવરો થાય ત્યારે અંતરમાં જિનભાવના
ભાવે ને! ચિદાનંદ સ્વભાવની તો ભાવના નથી ને તેની ખબર પણ નથી, છતાં બાહ્યમાં નગ્ન
થઈને મુનિપણું મનાવી બેસે,–તેમાં તો ધર્મની અપ્રભાવના થાય! કેમકે અંતરની ભાવના વગર
મુનિ નામ ધરાવીને હાસ્ય–ઈર્ષા–કષાય વગેરે ભાવોમાં પ્રવર્તે તેમાં તો વ્યવહારધર્મની હાંસી
થાય. માટે અહીં ઉપદેશ છે કે હે ભાઈ! અંતરમાં સમ્યગ્દર્શન પ્રગટ કરીને તું જિનભાવના ભાવ,
ભાવશુદ્ધિ કર; ભાવશુદ્ધિ વગર એકલું નગ્નપણું તો નિરર્થક છે. ભાવશુદ્ધિ વગર મુનિપણું કદી
હોય નહીં.
ભાવલિંગ સહિત નિર્ગ્રંથરૂપ દ્રવ્યલિંગને ધારણ કર. અંતરંગમાં ભાવલિંગ વગર તો દ્રવ્યલિંગ પણ
બગડે. માટે અહીં અંતરમાં ભાવશુદ્ધિનો પ્રધાન ઉપદેશ છે. ભાવશુદ્ધિ એટલે સમ્યગ્દર્શન જ્ઞાન–
ચારિત્રરૂપ ભાવ; તે ભાવશુદ્ધિ જ મોક્ષનું કારણ છે.
શ્રમણ છે, એટલે કે નટની માફક તેણે ફક્ત નગ્નવેષ ધારણ કર્યો છે.–તે કેવો છે? કે અંતરમાં
ગુણ વગરનો એકલા દોષનું જ સ્થાન છે. ઈક્ષુના ફૂલની જેમ તેને કાંઈ ગુણ નથી. જેમ ઈક્ષુના
ફુલમાં સુગંધ પણ નથી ને તેનું કાંઈ ફળ પણ નથી, તેમ અંતરમાં ભાવશુદ્ધિ વિના એકલા
શ્રમણના બાહ્ય ભેષથી તેને વર્તમાનમાં કાંઈ સુગંધ–એટલે શાંતિ કે ગુણ નથી, અને ભવિષ્યમાં
તેનું કાંઈ ફળ નથી એટલે કે તે કાંઈ મોક્ષફળનું કારણ નથી. મોક્ષફળને દેનારી તો જિનભાવના
છે. માટે હે જીવ! મારું સ્વરૂપ અમૃત ચિદાનંદસ્વરૂપ છે–એવી જૈનભાવના ભાવ.
તો હાસ્યનું સ્થાન છે! માટે હે ભાઈ! બહારના એકલા નગ્નપણામાં મુનિપણું માનવાનું છોડ, ને
અંતરમાં ચિદાનંદ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ કરીને જિનભાવના ભાવ.–આ સિવાય મુનિપણું
હોય નહિ. જિનશાસનમાં સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવની પ્રધાનતા છે, ને તેને અંગીકાર કરવાનો
પ્રધાન ઉપદેશ છે. (–૨૪૮૨ માગસર સુદ ૧૪)