સમવસરણમાં સર્વજ્ઞદેવે કહેલો.
ને
કુંદકુંદાચાર્યદેવે ઝીલેલો.
વૈશાખ : ૨૪૮૨ આત્મધર્મ : ૧૨૩ :
સર્વજ્ઞ થવાનો ઉપાય
સમવસરણ–પ્રતિષ્ઠાના વાર્ષિક મહોત્સવ પ્રસંગે શ્રી પ્રવચનસાર
ગા. ૪૧ ઉપર પૂ. ગુરુદેવનું પ્રવચન: વીર સં. ૨૪૮૧ વૈશાખ વદ ૬
(૧) સીમંધરપ્રભુનું સમવસરણ
આજે અહીં સમવસરણની સ્થાપનાનો દિવસ છે. આ તરફ (–પૂર્વ દિશા તરફ) મહા વિદેહક્ષેત્રમાં
શ્રી સીમંધર પરમાત્મા અત્યારે સાક્ષાત્ તીર્થંકરપણે બિરાજે છે; ત્યાં સમવસરણની દૈવી રચના છે ને
ઈન્દ્રો–ચક્રવર્તી વગેરે ભગવાનની સેવા કરવા આવે છે. શ્રી કુંદકુંદાચાર્યદેવ ત્યાં દર્શન કરવા પધાર્યા હતા.
તે સીમંધર ભગવાનના સમવસરણની અહીં સ્થાપના થઈ તેનો આજે મંગલ દિવસ છે.
(૨) કુંદકુંદાચાર્યદેવ સીમંધર – પ્રભુના સમવસરણમાં
આ ભરતક્ષેત્રમાં કુંદકુંદાચાર્યદેવ થયા, તેઓ મહા અધ્યાત્મની મૂર્તિ હતા ને આત્માના આનંદમાં
ઝૂલતા હતા; તેમના વખતમાં આ ભરતક્ષેત્રમાં સાક્ષાત્ તીર્થંકર–ભગવાનનો વિરહ હતો. એકવાર
આચાર્યદેવને ભગવાનનો વિરહ ખટક્યો ને ધ્યાનમાં સીમંધરભગવાનના સમવસરણનું ચિંતવન કર્યું.
તેમને જમીનથી ચાર આંગળ ઊંચે ચાલવાની લબ્ધિ હતી. તેમની મહાન પાત્રતાના યોગે અને શાસનના
મહા ભાગ્યે તેમને મહાવિદેહમાં સાક્ષાત્ સીમંધર પરમાત્મા પાસે આવવાનો યોગ બન્યો. કુંદકુંદાચાર્યદેવે
આઠ દિવસ સુધી ભગવાનનો દિવ્યધ્વનિ સાંભળ્યો તથા શ્રુત કેવળીઓનો પરિચય કર્યો ને પછી
ભરતક્ષેત્રે આવીને આ પ્રવચનસાર–સમયસાર વગેરે અલૌકિક શાસ્ત્રોની રચના કરી. સમવસરણમાં
સીમંધરભગવાને શું કહ્યું તે વાત આચાર્યદેવ આ પ્રવચનસારમાં કહે છે. અહો! કુંદકુંદાચાર્યદેવે આ
પંચમકાળમાં તીર્થંકર જેવું કામ કર્યું છે.
(૩) જ્ઞાન ખીલવાનો પ્રયોગ
આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ છે, જ્ઞાન તેનો પરમ સ્વભાવ છે. તે જ્ઞાનનો અતીન્દ્રિયસ્વભાવ છે.
બહારના કોઈપણ સાધનનો પ્રયોગ કરતાં જ્ઞાન ખીલે એવો તેનો સ્વભાવ નથી, પણ અંતરના
જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતાના પ્રયોગથી જ તે જ્ઞાન ખીલે છે. માટે હે જીવ! તું તારા જ્ઞાનસ્વભાવની
સન્મુખ થઈને તેનો નિર્ણય કર તો મોક્ષમાર્ગ થાય.
(૪) અતીન્દ્રિયજ્ઞાનમાં આનંદ છે
આત્માનો જ્ઞાનસ્વભાવ ઈન્દ્રિયોથી પાર છે,