અતીન્દ્રિયપણે વર્તે તે જ જ્ઞાન આત્માનો સ્વભાવ છે; ને તે આનંદના અનુભવ સહિત છે. ઈન્દ્રિયોને
અવલંબીને વર્તે તે જ્ઞાન તો પરાધીન અને આકુળતાવાળું હોવાથી હેય છે. ચિદાનંદ સ્વભાવ તરફ વળીને
સાધકનું જ્ઞાન અંતરમાં અભેદ થયું તે જ મુખ્ય છે, ને તેમાં ઈન્દ્રિયોનું કે રાગનું અવલંબન નથી, પણ
આનંદનો જ અનુભવ છે. વચ્ચે અધૂરા જ્ઞાનમાં ઈન્દ્રિયોનું અવલંબન તથા રાગ રહ્યા તે તો હેય છે, તે
કાંઈ આદરણીય નથી. આ રીતે સ્વભાવમાં જ્ઞાનની એકતા થાય ને ઈન્દ્રિયોનું અવલંબન તૂટે તે જ
ઉપાદેય છે, તેમાં આનંદનો અનુભવ છે.
આ છે, –આમ જેણે પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞનો નિર્ણય કરીને તેનું બહુમાન કર્યું તેને જ્ઞાનનું ને રાગનું
ભેદજ્ઞાન થયા વિના રહે નહીં, ને તેને ભ્રાંતિની ઉત્પત્તિ થાય જ નહીં. આ રીતે સર્વજ્ઞનો નિર્ણય કરતાં
ભ્રાંતિનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય છે.
ઊતરીને જ્ઞાનના પરિપૂર્ણ સામર્થ્યનો નિર્ણય કર્યો છે. આ રીતે જ્ઞાનના પરિપૂર્ણ સામર્થ્યનો નિર્ણય પણ
અતીન્દ્રિયજ્ઞાન વડે જ થાય છે. આ રીતે સ્વભાવની સન્મુખતા વડે જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતાં
સમ્યગ્દર્શન થાય છે ને મિથ્યાત્વની ઉત્પત્તિ થતી નથી; એટલે સર્વજ્ઞનો આ રીતે નિર્ણય કરનાર જીવ મોક્ષ
માર્ગે ચડી જાય છે, –સર્વજ્ઞતાનો સાધક થઈ જાય છે.
નિર્ણય કરવા જાય ત્યાં પોતાના જ્ઞાન સ્વભાવની સન્મુખતા થયા વિના રહેતી નથી. જ્ઞાનસ્વભાવમાં ઊંડો
ઊતરીને જ સર્વજ્ઞનો નિર્ણય થાય છે. સર્વજ્ઞતા પોતાને પ્રગટયા પહેલાં પણ સ્વભાવમાં સર્વજ્ઞ થવાનું
સામર્થ્ય ભરેલું છે તેનો નિર્ણય આત્માના આધારે થઈ શકે છે; અને આવો નિઃશંક નિર્ણય થયા વગર
સર્વજ્ઞ થવાનો પુરુષાર્થ ઊપડી શકે જ નહિ. સ્વભાવ સામર્થ્યના નિર્ણયથી જ વાસ્તવિક માર્ગની શરૂઆત
થાય છે.