Atmadharma magazine - Ank 151
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
વૈશાખ : ૨૪૮૨ આત્મધર્મ : ૧૨૫ :
સ્વભાવસામર્થ્યનો નિર્ણય કર્યો. તેણે પોતાના આત્મામાં સર્વજ્ઞતાનું બીબું છાપ્યું. જેવું બીબું હોય
તેવી છાપ ઊઠે, તેમ સર્વજ્ઞનો નિર્ણય કરીને જેણે સર્વજ્ઞતાનું બીબું પોતાના આત્મામાં છાપ્યું તેને
આત્મામાં સર્વજ્ઞતાનો એવો રંગ ચડ્યો... કે... અલ્પકાળમાં તે પોતે સર્વજ્ઞ થઈ જાય છે. જુઓ, આ
રંગ!! એને આત્માનો રંગ લાગ્યો કહેવાય. અનાદિથી રાગથી ને ઈન્દ્રિયોથી જ્ઞાન થાય એમ માનીને
જ્ઞાનમાં રાગનો ને નિમિત્તનો રંગ ચડાવ્યો છે, તેને બદલે સર્વજ્ઞનો નિર્ણય કરે ને મારા જ્ઞાનમાં
સર્વજ્ઞ થવાનું સામર્થ્ય છે–એમ નક્કી કરીને જ્ઞાનમાં સર્વજ્ઞતાનો
રંગ ચડાવે તો પોતાના આત્મામાં
સર્વજ્ઞતાની છાપ પડી જાય, –પોતે સર્વજ્ઞ થઈ જાય. માટે હે જીવ! એકવાર તારા આત્મામાં સર્વજ્ઞતાનો
રંગ ચડાવ.
(૯) સર્વજ્ઞદેવે કહેલો સર્વજ્ઞ થવાનો ઉપાય
ભગવાને સમવસરણમાં દિવ્યધ્વનિથી એમ કહ્યું છે કે તારા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને તેની
સન્મુખ એકાગ્ર થા તે સર્વજ્ઞ થવાનો ઉપાય છે. અમે આ જ ઉપાયથી મોહનો નાશ કરીને સર્વજ્ઞ થયા
છીએ ને તમારે માટે પણ એ જ ઉપાય છે. આવો ઉપાય ભગવાને જાતે કર્યો ને મુમુક્ષુઓને માટે આવો જ
ઉપાય ભગવાને ઉપદેશ્યો આ સિવાય બીજો ઉપાય છે જ નહીં.
(૧૦) આત્મામાં સર્વજ્ઞ ભગવાની પ્રતિષ્ઠા
અહો, કેવળજ્ઞાનની ઉત્કૃષ્ટ મહિમાવંત દશા!! એને સ્વીકારનાર જીવ પોતાના જ્ઞાનસ્વભાવની
સન્મુખ થયા વિના રહે નહિ. જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને જેણે કેવળજ્ઞાનનો મહિમા કર્યો તેને અપૂર્વ
સમ્યગ્દર્શન થયું ... તેણે પોતાના આત્મામાં સર્વજ્ઞ ભગવાનની પ્રતિષ્ઠા કરી... કેવળી ભગવાન જેવો જ
આનંદનો અનુભવ તેને થયો... આવું ભાવશ્રુત પ્રગટ્યું તે કેવળજ્ઞાની ભગવાનની ભક્તિ છે ને તે જ
પરમાર્થે અપૂર્વ મહોત્સવ છે. ભાવશ્રુતના બળે જેણે પોતાના આત્મામાં સર્વજ્ઞભગવાનની પ્રતિષ્ઠા કરી તે
પોતે અલ્પકાળમાં સાક્ષાત્ સર્વજ્ઞ થઈ જાય છે.
જય હો સર્વજ્ઞદેવનો
પા લે જ માં પ્ર ભુ પ ધા ર્યા
પરમ પૂજ્ય ગુરુદેવના પ્રતાપે અનેક સ્થળોએ જિનમંદિરો સ્થાપ્યા છે ને સ્થપાતા જાય છે. પૂ. ગુરુદેવ
અનેક વર્ષો પાલેજમાં રહેલા છે, તેથી ત્યાંના ભક્તજનો દિ. જિનમંદિર બંધાવી રહ્યા છે. આ જિનમંદિરમાં
બિરાજમાન કરવા માટે શ્રી અનંતનાથ ભગવાન, શ્રી અભિનંદન ભગવાન, શ્રી અમરનાથ ભગવાન, શ્રી
સીમંધર ભગવાન વગેરે જિનબિંબોની પંચકલ્યાણક પ્રતિષ્ઠા ચૈત્ર સુદ તેરસે મિશ્રોલી (–રાજસ્થાન) માં
કરાવવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત થયેલા જિનેન્દ્ર ભગવંતો ચૈત્ર સુદ પૂર્ણિમાના રોજ પાલેજમાં પધારતાં
ભક્તજનોએ ઉલ્લાસપૂર્વક સ્વાગત કર્યું હતું; પોતાના આંગણે ભગવંતો પધાર્યા તેથી ભક્તજનોને ઘણો હર્ષ
થયો હતો. આ સુઅવસર માટે ત્યાંના મુમુક્ષુઓને વધાઈ!