: ૧૨૬ : આત્મધર્મ વૈશાખ : ૨૪૮૨
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
અંક ૧૪૨ થી ચાલુ
[૧૯]
પરિણામશક્તિ
આત્માની શક્તિઓનું આ વર્ણન ચાલે છે. જ્ઞાનસ્વરૂપ આત્મામાં કેવી કેવી શક્તિઓ ઉલ્લસે છે તે
આચાર્યદેવે બતાવ્યું છે. આ શક્તિઓ દ્વારા અનંત શક્તિના પિંડરૂપ અનેકાન્તમૂર્તિ આત્માને ઓળખીને તેમાં
એકાગ્ર થતાં, શ્રદ્ધા–આનંદ વગેરેનું નિર્મળ પરિણમન થાય છે તેનું નામ ધર્મ છે.
શ્રદ્ધાનું મૂળ, જ્ઞાનનું મૂળ, આનંદનું મૂળ આત્મા છે; તે આત્મા કેવો છે તે જ્યાં સુધી યથાર્થરૂપે જાણવામાં
ને અનુભવવામાં ન આવે ત્યાં સુધી શ્રદ્ધા–જ્ઞાન–આનંદના અંકુરા ફૂટે નહિ. આનંદ કયા પદાર્થમાં ભર્યો છે કે
જેની સન્મુખ થતાં આનંદનું વેદન થાય? આત્મા શું વસ્તુ છે કે જેને લક્ષમાં લઈને ચિંતવતાં આનંદ થાય? તેનં
જ્યાં યથાર્થ શ્રવણ–ગ્રહણ–ધારણ ને નિર્ણય પણ ન હોય ત્યાં ચિંતન ક્યાંથી કરે? ને તેના આનંદનો અનુભવ
ક્યાંથી થાય? અહો! મહિમાવંત ભગવાન આત્મા અનંતધર્મથી પ્રસિદ્ધ છે–તેનો મહિમા પ્રસિદ્ધપણે સર્વે સંતો
અને શાસ્ત્રો ગાય છે, પણ તેની સન્મુખ થઈને પોતાની પર્યાયમાં જીવે કદી તેની પ્રસિદ્ધિ કરી નથી. ભગવાન
આત્માની પ્રસિદ્ધિ કેમ થાય એટલે કે પર્યાયમાં તેનો પ્રગટ અનુભવ કેમ થાય તે અહીં બતાવે છે.
સ્વસંવેદનજ્ઞાનરૂપ લક્ષણ વડે ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે. જ્ઞાનલક્ષણને અંતરમાં વાળીને
આત્માને લક્ષ્ય બનાવતાં ચૈતન્યમૂર્તિ આત્માનો અનુભવ થાય છે. તે અનુભવમાં એકલું જ્ઞાન જ નથી પરંતુ
જ્ઞાનની સાથે શ્રદ્ધા, આનંદ, વીર્ય, પ્રભુતા, સ્વચ્છતા વગેરે અનંતશક્તિઓ પણ ભેગી જ ઊછળે છે. તેથી
આત્માના અનેકાન્ત સ્વરૂપ છે. તે અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની અનંતશક્તિઓમાંથી કેટલીક શક્તિઓ
અહીં આચાર્યદેવે વર્ણવી છે; તેમાં ‘જીવત્વ’ થી માંડીને ‘ઉત્પાદ–વ્યય–ધુ્રવત્વ’ સુધીની ૧૮ શક્તિઓ ઉપરના
વિસ્તાર પ્રવચનો થઈ ગયા છે. હવે ૧૯ મી પરિણામશક્તિ છે.
પરિણામશક્તિ કેવી છે? “દ્રવ્યના સ્વભાવભૂતધ્રૌવ્ય–વ્યય–ઉત્પાદથી આલિંગિત, સદ્રશ અને વિસદ્રશ
જેનું રૂપ છે એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ છે.” આત્માના જ્ઞાનમાત્ર ભાવમાં આ શક્તિ પણ
ભેગી જ પરિણમે છે.
પહેલાંં તો એમ કહ્યું કે ધ્રૌવ્ય, વ્યય, ને ઉત્પાદ એ ત્રણેય, દ્રવ્યના સ્વભાવભૂત છે, કોઈ બીજાને લીધે
નથી. જેમ ધુ્રવ ટકવાપણું પોતાના સ્વભાવથી જ છે, કોઈ બીજાને લીધે નથી, તેમ ક્ષણે ક્ષણે નવી પર્યાયનું
ઊપજવાપણું