માને તો તેણે પરિણામશક્તિવાળા આત્માને જાણ્યો નથી. ઉત્પાદ–વ્યય–ધુ્રવ તે દ્રવ્યના સ્વભાવભૂત છે; અને
દ્રવ્યનું અસ્તિત્વ એવા ઉત્પાદ–વ્યય–ધુ્રવથી આલિંગિત છે, એટલે કે ઉત્પાદ–વ્યય–ધુ્રવની ભિન્ન ભિન્ન ત્રણ સત્તા
નથી પરંતુ એક જ સત્તા એ ત્રણેથી એક સાથે સ્પર્શાયેલી છે; તે સત્તાનું અસ્તિત્વ ધુ્રવતા અપેક્ષાએ તો સદ્રશ છે
ને ઉત્પાદ–વ્યય અપેક્ષાએ વિસદ્રશ છે. –આવા અસ્તિત્વમાત્રમય પરિણામશક્તિ છે. ધુ્રવતા વગર પરિણામ શેમાં
થાય? અને ઉત્પાદ–વ્યય વગર પરિણામ કઈ રીતે થાય? ઉત્પાદ–વ્યય ને ધુ્રવતા વગર પરિણામ બની શકે નહિ,
માટે કહ્યું કે ધ્રૌવ્ય–વ્યય ઉત્પાદથી આલિંગિત એવા એક અસ્તિત્વમાત્રમય પરિણામશક્તિ છે.
પરિણમન તો વર્તી જ રહ્યું છે. પણ, પરિણામશક્તિવાળા આત્માનું ભાન કરીને તેનો આશ્રય કરતાં
પરિણામશક્તિનું નિર્મળ પરિણમન થાય છે. આ રીતે શક્તિઓનું નિર્મળ પરિણમન થાય તે જ ધર્મ છે, તેમાં જ
આત્માની પ્રસિદ્ધિ છે.
જ્ઞાન, આનંદ વગેરે અનંત શક્તિઓરૂપી દાગીનાથી ભરેલો છે, પરંતુ જ્યાં સુધી તેનું ભાન નથી ત્યાં સુધી તે
અપ્રસિદ્ધ છે, એટલે કે અજ્ઞાનીને તો આત્મા, વિદ્યમાન છતાં અવિદ્યમાન જેવો છે, તેને તેની પ્રસિદ્ધિ નથી. અને
અંતર્મુખ થઈને આત્માના શ્રદ્ધા જ્ઞાન કરતાં તેની પ્રસિદ્ધિ થાય છે, અર્થાત્ આત્માની શક્તિઓ નિર્મળપણે
પરિણમીને તેનો પ્રગટ અનુભવ થાય છે. આવી આત્માની પ્રસિદ્ધિ થાય તેનું નામ ધર્મ છે.
અને અને વિસદ્રશરૂપ અસ્તિત્વ કહીને પરિણામશક્તિ બતાવી છે. ધુ્રવ અપેક્ષાએ સદ્રશતા છે, ને ઉત્પાદ–વ્યય
અપેક્ષાએ વિસદ્રશતા છે. આવા ઉત્પાદ–વ્યય–ધુ્રવ વિના પરિણામ બની શકે જ નહિ. એકલી ધુ્રવરૂપ નિત્યતા જ
હોય ને ઉત્પાદ–વ્યય ન હોય તો ક્ષણે ક્ષણે નવા પરિણામની ઉત્પત્તિ થઈ શકે નહિ; તેમ જ જો સર્વથા ક્ષણિકતા
જ હોય ને ધુ્રવતા ન હોય તો બીજી ક્ષણે વસ્તુનું સત્પણું જ ન રહે એટલે નવા પરિણામ પણ શેમાંથી થાય? આ
રીતે, અજ્ઞાન ટળીને જ્ઞાન, દુઃખ ટળીને આનંદ, સંસાર ટળીને મોક્ષ ઈત્યાદિ પરિણામ ઉત્પાદ–વ્યય–ધુ્રવતા વગર
થઈ શકતા નથી. માટે કહ્યું છે કે આ પરિણામશક્તિ ઉત્પાદ–વ્યય–ધુ્રવથી વણાયેલા અસ્તિત્વમય છે. આચાર્યદેવે
એકેક શક્તિમાં ગૂઢપણે વસ્તુસ્વરૂપ ગૂંથી દીધું છે. અનાદિના અજ્ઞાનમાંથી પલટો ખાઈને અંતર્મુખ થઈને કાયમી
જ્ઞાનસ્વભાવની સાથે એકતા કરીને અનુભવ કર્યો, ત્યાં જ્ઞાનનું નિર્મળ પરિણમન થયું, ને તે પરિણમનમાં આવા
ઉત્પાદ–વ્યય–ધુ્રવથી ગુંથાયેલું અસ્તિત્વ પણ ભેગુ જ છે, એટલે કે જ્ઞાનની સાથે પરિણમનશક્તિ પણ ભેગી જ
ઊછળે છે. માટે અનેકાન્ત અબાધિતપણે વર્તે છે.
પ્રતીત થઈ શકતી નથી. એ ખાસ રહસ્ય છે.
એટલે ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ અસ્તિત્વ સિદ્ધ ન થયું, ને એમ થતાં અનંત શક્તિવાળો આત્મા જ સિદ્ધ ન થયો. –
આ રીતે પરને લીધે પર્યાયની ઉત્પત્તિ જે માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે, તેની પર્યાયમાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ
થતી નથી.