૫૭ સમકિતીને શુદ્ધસ્વભાવ તરફ જ પ્રેમ અને ઉત્સાહ છે, બર્હિભાવો તરફ પ્રેમ કે ઉત્સાહ નથી.
૫૮ સિદ્ધભગવંતોને આત્મામાં સ્થાપીને આચાર્યદેવે અપૂર્વ અપ્રતિહત મંગળ કર્યું છે.
૫૯ સાધ્યરૂપ પોતાનો શુદ્ધઆત્મા તે નમસ્કારને યોગ્ય છે અને સાધકદશા તે નમસ્કાર કરનાર છે.
૬૦ સમ્યગ્દર્શનની શરૂઆતથી કેવળજ્ઞાન થતાં સુધી સાધકજીવ શુદ્ધઆત્મામાં જ નમ્યા કરે છે.
૬૧ “સંસાર તરફના ભાવથી હવે અમે સંકોચાઈએ છીએ ને શુદ્ધાત્મામાં સમાઈ જવા માંગીએ છીએ.”
૬૨ ‘અમારા ચિદાનંદ ધુ્રવસ્વભાવ સિવાય બહારનો સંયોગ હવે સ્વપ્ને પણ જોઈતો નથી. ’
૬૩ ‘ચૈતન્યસ્વરૂપમાં ઢળેલું જે અમારું પરિણમન તેનું ફળ પણ અંતરમાં જ સમાય છે. ’
૬૪ હે જીવ! અંતરમાં સ્વભાવ ભર્યો છે તેના ઉપર જોર કર, ને બાહ્યવલણને છોડ.
૬૫ તારા ચૈતન્યના આનંદનું વેદન કરવામાં રાગાદિના વેદનનો આધાર નથી.
૬૬ અરે જીવ! આત્મામાં જ રહેલી પરમાત્મશક્તિની પ્રતીત કરીને તારા આત્મિકશૌર્યને ઊછાળ.
હો. આત્માર્થી જીવોના આત્મિકશૌર્યને ઊછાળનાર શ્રી સદ્ગુરુદેવ જયવંત વર્તો!
પરનો મહિમા આવી જતો નથી.
હે જીવ! તું આનંદિત થા... આત્મા પ્રત્યે ઉલ્લસિત થા.