Atmadharma magazine - Ank 152
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 21

background image
વર્ષ તેરમું : સમ્પાદક: જેઠ
અંક આઠમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૨
પ્રયોજની સિદ્ધિ
આત્માને શાંતિનું પ્રયોજન છે, તે કેમ સિદ્ધ થાય તેની આ
વાત છે.
જીવ જ્યાં–જ્યાં જેમાં જેમાં સુખ માને છે તેમાં આત્મા માને
છે. સંયોગમાં જે સુખ માને છે તે સંયોગવાળો આત્માને માને છે;
રાગાદિમાં જે સુખ માને છે તે રાગાદિને જ આત્મા માને છે; ગુણ–
ગુણી ભેદ વગેરેના વિકલ્પમાં જે સુખ માને છે તે વિકલ્પને જ
આત્મા માને છે; એ રીતે જ્યાં જ્યાં સુખ માને છે ત્યાં ત્યાં આત્મા
માને છે, ને ત્યાંથી તે ખસતો નથી.
હવે સંયોગમાં–રાગમાં–વિકલ્પમાં સુખ માને છે પણ તેમાં
તેને સુખ થતું તો નથી; માટે આચાર્યદેવ કહે છે કે તે બધાય
અભૂતાર્થ છે; અંતર્મુખ ચૈતન્યસ્વભાવમાં લક્ષ જાય ત્યારે જ સુખ
થાય છે, માટે તે શુદ્ધચૈતન્યસ્વભાવ એક જ ભૂતાર્થ છે, તેની
દ્રષ્ટિથી જ સુખ થાય છે. માટે શુદ્ધનયના અવલંબન વડે
શુદ્ધઆત્માનો આશ્રય કરવાનો ઉપદેશ છે. –અને એમ કરવાથી જ
જીવને સમ્યગ્દર્શન આદિ અપૂર્વ શાંતિનું વેદન થાય છે.
પૂ. ગુરુદેવ.
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)