Atmadharma magazine - Ank 152
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page  


PDF/HTML Page 21 of 21

background image
ATMADHARMA Regd No. B. 4787

છે. આ વાત ઘણી મહત્ત્વની છે તેથી તેની વિસ્તારથી છણાવટ થાય છે. કોઈ કહે કે આ વાત છંછેડવા
જેવી નથી; (તો પૂ. ગુરુદેવ કહે છે કે) નહિ, –આ વાત બરાબર છંછેડીને નક્કી કરવા જેવી છે;
બેધડકપણે આ વાત જાહેર કરવા જેવી છે. દાંડી પીટીને જગતમાં આ વાત પ્રસિદ્ધ કરવા જેવી છે. (...
સભામાં હર્ષનાદ) આ પરમ સત્ય છે. સ્વતંત્રતાની આ વાત ઢંઢેરો પીટીને દુનિયામાં પ્રસિદ્ધ કરવા
જેવી છે આ તો જૈન ધર્મનું મૂળ રહસ્ય છે; આના નિર્ણય વિના જૈન ધર્મના એક અક્ષરનો પણ સાચો
અર્થ સમજાય નહિ ને જરાપણ ધર્મ થાય નહિ. માટે આ વાત સમજીને નક્કી કરવા જેવી છે.
[આ લેખના બીજા ભાગ માટે આગામી અંકમાં જુઓ.]
[પેજ ૧૪૫ નું અનુસંધાન]
આનંદ અને જ્ઞાન જેમાં ઉલ્લસી રહ્યાં છે એવું આ સ્વતત્ત્વ જ ઈષ્ટ છે. સ્યાત્કાર લક્ષણવાળું જિનશાસન
આવા આનંદમય સ્વતત્ત્વને દેખાડે છે. હે જગતના જીવો! સ્યાત્કારલક્ષણ જિનશાસનના વશે આવા જ્ઞાન–
આનંદથી ઉલ્લસતા સ્વતત્ત્વને તમે દેખો, અંતર્મુખ થઈને આજે જ તેની પ્રાપ્તિ કરો.
કેવળજ્ઞાનરૂપી સરિતા આનંદના અમૃતથી ભરેલી છે, ને તેમાં આ સ્વતત્ત્વ ડુબેલું છે–લીન છે. જગતને
જોવાને સમર્થ એવા મહાસંવેદનરૂપી જ્ઞાનલક્ષ્મી તેમાં મુખ્ય છે; ઉત્તમ રત્નના કિરણ જેવું તે સ્પષ્ટ પ્રકાશમાન છે,
અને પરમ ઈષ્ટ છે. આવું સ્વતત્ત્વ ઉલ્લસી રહ્યું છે, તેને જિન–શાસનના આશ્રયે હે જીવો! તમે પ્રાપ્ત કરો! –એમ
આચાર્યદેવની પ્રેરણા છે.
[પૂર્ણ]
એક વૈરાગ્ય પ્રસંગ
ભાઈશ્રી શીવલાલ જેઠાલાલ શેઠના ધર્મપત્ની સવિતાબેન તા. ૧૫–૫–૫૬ ના રોજ મુંબઈમાં મેડી ઉપરથી
અકસ્માત પડી જતાં સ્વર્ગવાસ પામ્યા છે. તેમની ઉંમર ૩૯ વર્ષની હતી. અવારનવાર સોનગઢ રહીને તેઓ
સત્સમાગમનો લાભ લેતા હતા, ને પૂ. ગુરુદેવ પ્રત્યે તેમનો ઘણો ભક્તિભાવ હતો.
લગભગ પાંચ વર્ષ પહેલાંં શીવલાલભાઈનો એક પુત્ર પણ નાની વયમાં આ જ પ્રમાણે મેડી ઉપરથી
અકસ્માત પડી જતાં ગુજરી ગયો હતો.
સંસારચક્રમાં મનુષ્યપણાની અત્યંત દુર્લભતા અને તેમાંય વળી જીવનની આવી ક્ષણભંગુરતા દેખીને
આત્માર્થી જીવોની તો આંખ ઊઘડી જાય તેવું છે. અને સત્સમાગમ પામીને કેમ આત્માનું હિત થાય તે જ ઉપાય
કરવા જેવો છે.
સવિતાબેનના સ્વર્ગવાસ બાદ તુરત શીવલાલભાઈ સોનગઢ આવ્યા હતા, અને આ પ્રસંગને
આર્તધ્યાનનું કારણ નહિ બનાવતા, ખૂબ ધૈર્ય રાખીને પોતાના જીવનને વૈરાગ્ય તરફ વાળ્‌યું છે, ને પૂ. ગુરુદેવ
પાસે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે, તે પ્રશંસનીય છે. તેઓ ઉદારદિલના અને ભક્તિવાળા છે.
સવિતાબેનના સ્મરણાર્થે તેમના તરફથી લગભગ રૂા. ૧૮૫૦–જુદાં જુદાં ખાતામાં અર્પણ કરવામાં
આવ્યા છે.
મુદ્રક:– જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલય: વલ્લભવિદ્યાનગર, (ગુજરાત)
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર, (ગુજરાત)