Atmadharma magazine - Ank 152
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 21

background image
જેઠ : ૨૪૮૨ આત્મધર્મ : ૧૫૩ :
પોતાના શુદ્ધસ્વભાવ ઉપર છે. પોતાનો શુદ્ધસ્વભાવ અને વિકાર બંનેને તે જાણે છે, પરને પોતાથી
ભિન્ન જાણે છે. આ પ્રમાણે નિશ્ચયનય અનુસાર અર્થો સમજવાથી બધા શાસ્ત્રોના કથનની યથાર્થ
સંધિ જણાય છે, ક્યાંક પરસ્પર વિરુદ્ધતા ભાસતી નથી. અને અજ્ઞાનીને તો ક્યાંય મેળ ખાતોનથી,
નિશ્ચયનય વિના વસ્તુસ્વરૂપ તેને નક્કી થતું નથી.
નિમિત્તથી વિકાર થાય એમ વ્યવહારનયે કહ્યું હોય ત્યાં અજ્ઞાની ખરેખર પરને કારણે જ
વિકાર માનીને. નિશ્ચયથી પોતાની પર્યાય પોતાથી જ છે–એ વાત ભૂલી જાય છે, એટલે તે પોતાના
દ્રવ્ય–ગુણ–પર્યાયનું યથાર્થ સ્વરૂપ જાણતો નથી ને નિમિત્તાધીનદ્રષ્ટિ તેને છૂટતી નથી. જો
નિશ્ચયનયરૂપી ચાવી લાગુ કરીને અર્થ સમજે તો યથાર્થ જ્ઞાન થાય, ને નિમિત્તને કારણે પોતાની
પર્યાય ન માને; એટલે સ્વસન્મુખ થઈને વિકાર ટાળવાનો ઉપાય પોતામાં કરે. પરને કારણે વિકાર
થવાનું માને તો તે વિકાર ટાળવાનો ઉપાય તેનામાં કેમ કરે? માટે વ્યવહારનું કથન હોય તો પણ
નિશ્ચયનયથી સાચું સ્વરૂપ શું છે તે જાણવું જોઈએ.
નિશ્ચયથી જેની જે પર્યાય હોય તે જ તેનો કર્તા છે; વ્ય્વહારનય બીજાને કર્તા કહે છે પણ
ખરેખર તે કર્તા નથી. જેમ કે–
“કુંભારે ઘડો કર્યો” એમ કહ્યું તો ત્યાં નિશ્ચયનયથી અર્થ કરવાની ચાવી લાગુ કરીને એમ
સમજવું કે ઘડો તે કોની પર્યાય છે? –માટીની કે કુંભારની? ઘડો તે કુંભારની પર્યાય નથી પણ
માટીની જ પર્યાય છે, માટે કુંભાર તેનો કર્તા નથી પણ માટી જ તેની કર્તા છે. કુંભારને કર્તા કહેવો તે
તો ઉપચાર છે, યથાર્થ નથી.
એ જ પ્રમાણે “પેટ્રોલથી મોટર ચાલી” એમ વ્યવહારે કહ્યું, તો ત્યાં નિશ્ચયનયની ચાવી
ગાડીને એમ સમજી લેવું કે ખરેખર તે પ્રમાણે નથી. પેટ્રોલની અવસ્થા પેટ્રોલમાં, ને મોટર ચાલવાની
અવસ્થા મોટરમાં; નિશ્ચયથી બંને ચીજ જુદી છે એટલે પેટ્રોલથી મોટર ચાલી નથી. મોટર મોટરથી
ચાલી છે–એમ જાણવું તે યથાર્થ છે.
“કર્મના ઉદયથી જીવને વિકાર થાય” –એમ વ્યવહારનું કથન હોય, ત્યાં નિશ્ચયનયની ચાવી
લાગુ કરીને એમ સમજવું કે વિકાર તે જીવની પર્યાય છે, ને કર્મ જુદી ચીજ છે, માટે કર્મને લીધે
વિકાર થયો–એમ ખરેખર નથી.
શ્રી ગુરુને લીધે શિષ્યને જ્ઞાન થયું–એમ વિનયના વ્યવહારથી કહેવાય, ત્યાં પણ યથાર્થ સ્વરૂપ
શું છે તે નિશ્ચયનયવડે સમજી લેવું.
શાસ્ત્રમાં કોઈ પણ દ્રવ્ય–ગુણ પર્યાયનું કથન હોય ત્યાં આ વાત લાગુ પાડવી કે તે દ્રવ્ય–ગુણ
પર્યાય સ્વ છે કે પર? જો સ્વને સ્વપણે કહ્યું હોય તો તે કથન યથાર્થ છે, – ‘નિશ્ચયથી એમ જ છે’ –
એમ જાણવું; અને જો પરને લીધે સ્વના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં કાંઈ પણ થવાનું કહ્યું હોય તો તે કથન
વ્યવહારના ઉપચારનું છે એટલે કે ‘ખરેખર એમ નથી’ એમ જાણવું. આ રીતે નિશ્ચય–વ્યવહારના
અર્થનો ઉકેલ કરીને બધા ય દ્રવ્ય–ગુણ–પર્યાયનો નિશ્ચય કરવો. નિશ્ચયનય સ્વ–પરની યથાર્થ ભિન્નતા
બતાવીને વસ્તુનું નિજસ્વરૂપ જેમ છે તેમ ઓળખાવે છે, અને વ્યવહારનય તો જુદી વસ્તુને
એકબીજામાં ભેળવીને કહે છે એટલે તે યથાર્થ સ્વરૂપને નથી ઓળખાવતો, માટે નિશ્ચયનયથી જ
અસલી સ્વરૂપનો નિર્ણય થાય છે. –આવી શાસ્ત્રોના અર્થ સમજવાની રીત છે. આ સંતોના હૃદયનું હાર્દ