સ્ત્રીએ રોટલી બનાવી, (વ્યવહાર,–ખરેખર એમ નથી.)
અગ્નિથી પાણી ઉષ્ણ થયું, (વ્યવહાર,–ખરેખર એમ નથી.)
પેટ્રોલથી મોટર ચાલી, (વ્યવહાર,–ખરેખર એમ નથી)
કુંભારે ઘડો બનાવ્યો (વ્યવહાર,–ખરેખર એમ નથી)
ઈચ્છાથી શરીર ચાલ્યું (વ્યવહાર,–ખરેખર એમ નથી.)
છત્રના કારણે છાયો થયો (વ્યવહાર,–ખરેખર એમ નથી)
–એ પ્રમાણે જેટલા જેટલા વ્યવહારના દાખલા છે તે બધાયમાં ‘ખરેખર એમ નથી’ એ પ્રમાણે સમજીને
અર્થ કરવો. નિશ્ચયથી એમ સમજવું કે તે કોઈ પણ પદાર્થનું કાર્ય પરથી થયું નથી, પણ સ્વપર્યાયની સ્વતંત્રતાથી જ
થયું છે.–જો આવો અર્થ ન સમજે તો વસ્તુસ્વરૂપનો નિર્ણય થાય નહિ, ને નિશ્ચય–વ્યવહારના ગોટા મટે નહિ.
નિશ્ચયનયથી પદાર્થના સ્વરૂપનું જ્ઞાન જેને નથી તેને સમ્યગ્દર્શન કે સમ્યગ્જ્ઞાન હોતું નથી.
જુઓ, આ જૈનશાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ છે, અને આ જ પદાર્થના સ્વરૂપનો નિર્ણય કરવાની પદ્ધતિ છે.
દરેક દ્રવ્યની પર્યાય પોતાથી જ ક્રમબદ્ધ થાય છે–એ નિશ્ચય છે એટલે કે ખરેખર એમ જ વસ્તુસ્વરૂપ છે.
અને નિમિત્તને લીધે પર્યાય થવાનું કહેવું તે વ્યવહાર છે એટલે ખરેખર એમ વસ્તુસ્વરૂપ નથી.
મનુષ્યદેહથી જીવ ધર્મ પામે; અથવા વજ્ર સંહનનથી જીવ કેવળજ્ઞાન પામે, એ કથન વ્યવહારનું છે, ખરેખર
શરીરને કારણે જીવ ધર્મ નથી પામતો પણ પોતાની પર્યાયથી જ પામે છે.
અમુક દવાથી અમુક રોગ મટે–એ વ્યવહારકથનમાં પણ ઉપર મુજબ સમજી લેવું.
કર્મની સ્થિતિ ઘટીને અંતઃકોડાકોડી થઈ ગઈ તેથી જીવ ધર્મ પામવા યોગ્ય થયો,–એ પણ વ્યવહારથી કથન
છે, નિશ્ચયથી જીવ પોતે પોતાની પર્યાયની તૈયારીથી ધર્મ પામવા યોગ્ય થયો છે–એમ સમજવું.
વ્યવહાર તે સાધક અને નિશ્ચય સાધ્ય–એમ શાસ્ત્રમાં કથન આવે,–પણ તે કયા નયથી કહ્યું છે?
વ્યવહારનયથી!–તો તેનો અર્થ એમ સમજવો જોઈએ કે ખરેખર એમ નથી. પોતાના સ્વભાવના આશ્રયથી જ
નિશ્ચય સાધ્ય થાય છે, અને ત્યાં વ્યવહારમાં આરોપ કરીને તેને સાધક કહેવાય છે,–પણ વસ્તુસ્વરૂપ એમ નથી,
ખરેખર શુભરાગરૂપ વ્યવહાર તે નિશ્ચયમોક્ષમાર્ગનો સાધક નથી. નિશ્ચયના લક્ષ વગર અજ્ઞાનીના બધા અર્થ ખોટા
છે. વ્યવહારનું પ્રયોજન તે વખતે મુખ્યની સાથે રહેલી પરચીજનું (સંયોગ, નિમિત્ત વગેરેનું) જ્ઞાન કરાવવાનું છે.
સંયોગ અને નિમિત્તને દેખીને વ્યવહારનય તેમાં આરોપ કરી દે છે કે ‘આનાથી આ થયું’ આવા વ્યવહારના જેટલા
દાખલા હોય તે બધાયમાં આ ગાથાની ચાવી (master key) લાગુ પાડીને, નિશ્ચયનયથી શું સ્વરૂપ છે તે સમજી
લેવું જોઈએ; જો વ્યવહાર પ્રમાણે જ વસ્તુસ્વરૂપ માની લેવામાં આવે તો યથાર્થ વસ્તુસ્વરૂપનો નિશ્ચય થતો નથી.
દરેક આત્મા શક્તિ સ્વભાવે પરિપૂર્ણ છે, દરેક આત્મામાં પ્રભુ થવાની તાકાત છે; પરંતુ ‘કર્મે તેને રોક્યો
છે’ એમ કહેવું તે વ્યવહારનો આરોપ છે, ત્યાં ખરેખર એમ નથી, પણ જીવ પોતે જ પરાશ્રયભાવને લીધે સંસારમાં
રહ્યો છે–એમ નિશ્ચયથી જાણવું જોઈએ.
કયારેક જીવ બળવાન, અને કયારેક કર્મ બળવાન–એમ ઇષ્ટોપદેશમાં કહ્યું છે, તેમાં જીવ જ્યારે પુરુષાર્થ નથી
કરતો ત્યારે કર્મને બળવાન કહ્યું તે વ્યવહારથી છે, નિશ્ચયથી તેનો અર્થ એમ સમજવો કે ખરેખર જીવમાં કર્મનું જોર
નથી; કર્મોએ જીવને નથી રોક્યો, પણ જીવ પોતાના ઊંધા પુરુષાર્થથી રોકાયો છે. આમ નિશ્ચયનયદ્વારા પદાર્થનો
નિશ્ચય કરે તો જ સમ્યગ્જ્ઞાન થાય છે.
આહારમાં ધ્યાન ન રાખવાથી સ્વાસ્થ્ય બગડયું, અને સાત્ત્વિક આહારથી પરિણામ સુધરે–એ કથન પણ
વ્યવહારનું છે, એટલે કે ખરેખર એમ નથી. જુઓ, આ લાકડી ઊંચી થઈ,–તે હાથથી ઊંચી થઈ એમ કહેવુું તે
વ્યવહાર છે, પણ જો તે પ્રમાણે જ વસ્તુસ્વરૂપ માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે. હાથથી લાકડી ઊંચી થઈ એવા વ્યવ–
ઃ ૧૬૪ઃ
આત્મધર્મઃ ૧પ૩