Atmadharma magazine - Ank 153
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
હારકથનનો અર્થ એમ સમજવો કે ખરેખર તે પ્રમાણે નથી, હાથથી લાકડી ઊંચી થઈ નથી. પણ લાકડીની જ તેવી
પર્યાયની શક્તિ છે.–આમ નિશ્ચય અનુસાર વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવો. વ્યવહારના કથન ઉપરથી વસ્તુસ્વરૂપનો
નિર્ણય ન કરવો કેમ કે તે તો એકબીજામાં આરોપ કરીને કહે છે.
સિદ્ધભગવાન અલોકમાં કેમ નથી જતા? કે धर्मास्तिकाय अभावात् ત્યાં ધર્માસ્તિકાયના અભાવને લીધે
સિદ્ધ ભગવાન અલોકમાં નથી જતા–એ કથન વ્યવહારનું છે. નિશ્ચયથી એમ સમજવું કે લોકમાં જ રહેવાની
આત્માની લાયકાત છે તેથી તે અલોકમાં જતા નથી.
લૂખા આહારને કારણે બ્રહ્મચર્યની દ્રઢતા રહે,
સૂર્યના ઉદયથી કમળ ખીલે,
આહાર પ્રમાણે પરિણામ બગડે કે સુધરે,
કાળા–રાતા રંગને કારણે સ્ફટિક કાળો–રાતો પરિણમે,
ઝાડનું પાન પવનથી ચાલે,
ઉપરના ઝાડને કારણે નીચે પડછાયો પડે,
ઝાડ હાલવાના કારણે પડછાયો ચાલે,
ધજા ફરફર થઈ માટે તેનો પડછાયો ફરફર થયો,
ઉપર બલૂન ચાલે તેને લીધે નીચે તેનો છાયો પડે,
સમ્મેદશીખરજીને લીધે ભક્તિનો શુભભાવ થયો,
–આવા જેટલા જેટલા વ્યવહારકથનના હજારો–લાખો દાખલા હોય તે બધામાં એમ સમજવું કે તે કથન
આરોપનું છે; એક પદાર્થને કારણે બીજા પદાર્થમાં કાંઈ થવાનું કહેવું તે કથન આરોપનું છે, એટલે વસ્તુસ્વરૂપ તેમ
નથી. નિશ્ચયનય લાગુ પાડીને ભિન્નભિન્ન વસ્તુસ્વરૂપ શું છે તે સમજી લેવું.
નિશ્ચયનય પ્રમાણે વસ્તુસ્વરૂપ જે સમજે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે.
વ્યવહારનય પ્રમાણે જ વસ્તુસ્વરૂપ જે માની લ્યે છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
વસ્તુની પર્યાય પોતાથી જ થઈ એમ જાણવું તે યથાર્થ છે.
પરને લીધે પર્યાય થઈ એમ જાણવું તે યથાર્થ નથી.
ઉપાદાન–નિમિત્તની સ્વતંત્રતાની આ વાત દાંડી પીટીને દુનિયામાં પ્રસિદ્ધ કરવા જેવી છે. નિશ્ચય–વ્યવહારના
અર્થ સમજવા આ પદ્ધતિ ખાસ જરૂરની હોવાથી બેધડકપણે જાહેર કરવા જેવી છે.
જુઓ, આ હિતોપદેશ! સર્વજ્ઞ ભગવાન હિતોપદેશી છે, ને આ જ તેમનો હિતોપદેશ છે; કેમકે આ સમજે તો
જ સ્વસન્મુખતા થાય છે, ને સ્વસન્મુખતા કરે તો જ હિત થાય છે. જો નિશ્ચયનય અનુસાર વસ્તુસ્વરૂપ જાણીને
પરથી ભિન્નતા ને સ્વમાં એકતા (એકત્વવિભક્તપણું) કરે તો જ જીવનું હિત થાય છે. માટે જે જીવ આ પ્રમાણે
સમજે તે જ સર્વજ્ઞવીતરાગદેવના હિતોપદેશને સમજ્યો છે, ને તેનું જ હિત થાય છે. એકલા વ્યવહાર પ્રમાણે જ
વસ્તુસ્વરૂપ માની લ્યે તો હિત થતું નથી. માટે જેને પોતાનું હિત કરવું હોય તેણે ભગવાનના કહેલા શાસ્ત્રોનો અર્થ
અને વસ્તુનું સ્વરૂપ આ પ્રમાણે નિશ્ચયનય દ્વારા સમજવું.
*****
પ્રૌઢવયના ગૃહસ્થો માટે જૈનદર્શન શિક્ષણવર્ગ
દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રાવણ સુદ ત્રીજ ને ગુરુવાર તા. ૯–૮–પ૬થી શરૂ
કરીને, શ્રાવણ વદ આઠમ ને બુધવાર તા. ૨૯–૮–પ૬ સુધી તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે
સોનગઢમાં “જૈનદર્શન શિક્ષણવર્ગ” ચાલશે. જે જિજ્ઞાસુ જૈન ભાઈઓને વર્ગમાં આવવાની
ઈચ્છા હોય તેમણે સૂચના મોકલી દેવી, અને વખતસર આવી જવું.
આ વખતે શિક્ષણવર્ગમાં જૈનસિદ્ધાંત પ્રવેશિકા, દ્રવ્ય સંગ્રહ, મોક્ષમાર્ગપ્રકાશક
(અધ્યાય–૯) તથા પ્રવચનસાર જ્ઞેય–અધિકારમાંથી કેટલોક ભાગ ચાલશે.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ (સૌરાષ્ટ્ર)
અષાઢઃ ૨૪૮૨ ઃ ૧૬પઃ