આચાર્યદેવનો ઉપદેશ છે.
सेत्स्यंति येऽपि भव्याः तज्जानित सम्यक्त्वमाहात्म्यम् ।। ८८।।
મૂળ કારણ સમ્યક્ત્વ જ છે, માટે કહ્યું કે જે ઉત્તમપુરુષો ત્રણેકાળ મુક્ત થાય છે તે આ સમ્યક્ત્વનો જ મહિમા જાણો.
ગૃહસ્થ પણ મન–વાણી–દેહથી પાર, જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માના ધ્યાન વડે સમ્યગ્દર્શન પામે છે, ને શ્રદ્ધાના બળે તે
ગૃહસ્થાશ્રમથી નિર્લેપ રહે છે, ને તે સમ્યક્શ્રદ્ધારૂપ પરિણમતાં અલ્પકાળે સ્થિરતારૂપ ચારિત્ર પ્રગટ કરીને કેવળજ્ઞાન
અને મોક્ષ પામશે. આ રીતે ગૃહસ્થનો આ સમ્યક્ત્વ ધર્મ પણ ધર્મના સર્વ અંગોને સફળ કરે છે, માટે આ પણ
પરમધર્મ છે, ને તેનો પરમ મહિમા છે.
सम्मत्तं सिद्धियरं सिविणे वि ण मइलियं जेहिं ।। ८९।।
મારો આત્મા દેહથી છૂટીને જાણે સિદ્ધભગવંતોની વચ્ચે બેઠો છે–એવા સ્વપ્નાં આવે. પણ સ્વપ્નામાંય એમ ન આવે કે
કુદેવાદિનો આદર કરતા હોય! શુદ્ધ ચિદાનંદસ્વરૂપનો અનુભવ કરીને તેની શ્રદ્ધા થઈ છે તે શ્રદ્ધામાં સ્વપ્નેય મલિનતા
આવવા નથી દેતા આવા સમકિતીને આચાર્યદેવ ધન્ય કહે છે. ચિદાનંદસ્વભાવના આદર સિવાય રાગનો સ્વપ્ને પણ
આદર ધર્મીને થતો નથી.–આવા સમકિતી જ જગતમાં ધન્ય છે, તે જ સુકૃતાર્થ છે–કરવા જેવું ઉત્તમકાર્ય તેણે જ કર્યું છે,
તે જ ખરા મનુષ્ય છે–ચૈતન્યસ્વરૂપને યથાર્થપણે માન્યો તે જ ખરા મનુષ્ય છે. આત્માની દિવ્ય શક્તિને શ્રદ્ધામાં લઈને
તેને ખોલવાનો પ્રયત્ન કરે છે તેથી તે દેવ છે; તે જ શૂરવીર અને પંડિત છે. સમ્યક્ત્વ વિનાનો નર પશુસમાન છે. આવું
સમ્યક્ત્વનું માહાત્મ્ય જાણીને તેને અંગીકાર કરવાનો આચાર્યદેવનો પ્રધાન ઉપદેશ છે.
યોદ્ધાને હરાવીને મોટી જીત મેળવે તેને કાંઈ શૂરવીર અહીં કહેતા નથી, આત્માના સ્વભાવની શ્રદ્ધા વડે જેણે
અનાદિના મિથ્યાત્વમોહનો નાશ કરીને સમ્યક્ત્વ કર્યું તે જ શૂર છે. લોકમાં ધામધૂમથી લગ્ન વગેરે કરે તેને લોકો
કૃતાર્થ કહે છે, પણ તેમાં આત્માનું જરાય હિત નથી; આત્મસ્વભાવની લગની લગાડીને સમ્યક્ શ્રદ્ધા કરે તે જ કૃતાર્થ
છે ને તે અલ્પકાળમાં સિદ્ધિ પામે છે. મોટા રાજાને કે લાખો–કરોડો રૂા. દાન કરે–તેને અહીં ધન્ય નથી કહેતા,–એવું
તો અનંતવાર જીવે કર્યું, તેમાં કાંઈ કલ્યાણ નથી. અનાદિ કાળમાં નહિ કરેલ એવું અપૂર્વ સમ્યગ્દર્શન કરીને તેને
નિર્મળપણે મેરુસમાન નિશ્ચલ ટકાવી રાખે છે તે જ ધન્ય છે. અહીં સમ્યક્ત્વનો મહિમા બતાવીને એમ કહે છે કે
શ્રાવકોએ આવા સમ્યક્ત્વને પ્રાપ્ત કરીને તેને નિર્દોષપણે ટકાવી રાખવું. આ સમ્યક્ત્વ તે શ્રાવકોનું પરમ કર્તવ્ય છે.
યથાર્થ દેવ–ગુરુ–ધર્મ શું અને આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું તે ઓળખીને સમ્યક્ શ્રદ્ધા કરવી. ઘણા શાસ્ત્રો ભણે,
પણ જો શુદ્ધ આત્મપ્રતીતિરૂપ સમ્યગ્દર્શન ન કરે તો તેને