Atmadharma magazine - Ank 153
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
सम्यक्त्वं यः ध्यायति सम्यग्द्रष्टिः भवति सः जीवः ।
सम्यक्त्वपरिणतः पुनः क्षपयति दुष्टाष्टकर्माणि ।। ८७।।
જે જીવ સમ્યગ્દર્શનને ધ્યાવે છે એટલે કે સમ્યગ્દર્શન વડે શુદ્ધઆત્માને ધ્યાવે છે તે સમ્યગ્દ્રષ્ટિ હોય છે, અને
સમ્યક્ત્વરૂપે પરિણમેલો તે સમ્યક્ત્વના પ્રભાવવડે દુષ્ટ આઠ કર્મોનો નાશ કરી નાંખે છે.
“શ્રવણ કરે તે શ્રાવક” એટલે કે ભગવાનની વાણીમાં આત્માનો જેવો સ્વભાવ કહ્યો છે તેનું શ્રવણ કરીને
શ્રદ્ધા કરે તે શ્રાવક છે; ભગવાને કહેલા આત્માનું શ્રવણ પણ જે નથી કરતો તે ખરેખર શ્રાવક નથી. જ્ઞાનાનંદસ્વરૂપ
આત્માના ધ્યાનથી જ સમ્યગ્દર્શન થાય છે, એવું સમ્યગ્દર્શન પ્રગટ કરીને પછી પણ તેના જ ધ્યાનથી કર્મનો ક્ષય
થાય છે. સમ્યગ્દર્શન પછી પણ વ્રતાદિના રાગ વડે કાંઈ કર્મનો ક્ષય થતો નથી, સમ્યક્ત્વના પરિણમનથી જ કર્મનો
ક્ષય થાય છે. જે શુદ્ધ આત્માના ધ્યાનથી સમ્યગ્દર્શન થયું તેના જ ધ્યાન વડે વીતરાગી ચારિત્ર પ્રગટીને કર્મનો ક્ષય
થાય છે. બહિર્મુખ રુચિ છૂટીને, અંતર્મુખ સ્વભાવની રુચિથી તેનો અનુભવ થયો તે સમ્યગ્દર્શન છે. આવું સમ્યગ્દર્શન
તે શ્રાવકોનું કર્તવ્ય છે.
(પ્રશ્ન) જેને સમ્યગ્દર્શન ન થયું હોય તેણે શું કરવું?
(ઉત્તર) તેણે પણ સમ્યગ્દર્શનનું ધ્યાન ધરવું, એટલે કે સમ્યગ્દર્શનના વિષયભૂત જે શુદ્ધઆત્મા છે તેનો
વારંવાર મહિમા લાવીને તેનું ધ્યાન કરવું,–એવા ધ્યાનથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
(પ્રશ્ન) સમ્યગ્દર્શન થયા પછી શું કરવું?
(ઉત્તર) સમ્યગ્દર્શન પછી પણ તે સમ્યગ્દર્શનના ધ્યેયભૂત એવા આત્માનું ધ્યાન કરવું; તેના વડે આઠે
કર્મોનો નાશ થઈ જાય છે. સમ્યગ્દર્શન થતાં જીવના પરિણામ એવા થાય છે કે તેને શુદ્ધતા થતી જાય છે ને કર્મોની
ઘણી નિર્જરા થતી જાય છે. શ્રાવકને દેવ–ગુરુની પૂજા વગેરેનો ભાવ જરૂર આવે, પણ તે શુભભાવ કાંઈ મુક્તિનું
કારણ નથી, મુક્તિનું કારણ તો સમ્યગ્દર્શનાદિ શુદ્ધ પરિણામ જ છે.
સમ્યગ્દર્શનનો ઉપાય પણ એક જ છે કે શુદ્ધ આત્માનું ધ્યાન કરવું, સમ્યક્ત્વને ઓળખીને તેનું ધ્યાન કરવું
તે જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ઉપાય છે. મંદરાગ તે કાંઈ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ઉપાય નથી. भूयत्थमस्सिदो
खलु सम्माइट्ठी हवइ जीवो–ભૂતાર્થના આશ્રયે એટલે કે આત્માના શુદ્ધ એકાકાર સ્વભાવના આશ્રયે જ
સમ્યગ્દર્શન થાય છે. શુદ્ધઆત્માનું ધ્યાન કહો, સમ્યક્ત્વનું ધ્યાન કહો કે ભૂતાર્થનો આશ્રય કહો–તે જ સમ્યક્ત્વનો
ઉપાય છે. આત્માના સ્વભાવને જાણીને સમ્યગ્દર્શન ઉપરાંત અંતર્મુખ લીનતાથી મુનિઓને તો ઘણી આત્મગતિ થઈ
છે–તેમને તો ઘણી જ વીતરાગતા થઈ ગઈ છે; અને શ્રાવકને આત્મસ્વભાવનું જ્ઞાન અને સમ્યગ્દર્શન હોવા છતાં
હજી તેમાં વિશેષ લીનતા નથી–આત્મગતિ મુનિઓ જેવી ઉગ્ર નથી, એટલે તેમને દેવપૂજા વગેરે શુભરાગ આવે છે
તેથી વ્યવહારથી શ્રાવકનાં તે છ કર્તવ્ય કહ્યાં છે, પણ ખરેખર તો સમ્યગ્દર્શન પ્રગટ કરીને પછી તેનું જ ધ્યાન કરવું તે
કર્તવ્ય છે. પણ શ્રાવકની ભૂમિકામાં સર્વ રાગ છૂટી શકતો નથી, હજી અમુક રાગ વર્તે છે છતાં તે રાગની દિશા પલટી
ગઈ છે તેથી ભગવાનની પૂજા, મુનિઓની વૈયાવૃત્ય વગેરેનો ભાવ આવે છે, ને ધર્મની ભૂમિકામાં વર્તતા તે રાગને
પણ ઉપચારથી શ્રાવકોનો ધર્મ ચરણાનુયોગમાં કહ્યો છે; પણ ખરેખર રાગ તે ધર્મ નથી. પહેલાં નિર્વિકલ્પ
ચિદાનંદસ્વરૂપના અનુભવસહિત જે સમ્યક્ પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન છે, એ સિવાય સમ્યગ્દર્શન હોતું નથી. પછી
ચૈતન્યના ઉગ્ર ધ્યાન વડે અંતરમાં એકાગ્ર થતાં મુનિદશા થાય છે, ને પછી અપ્રતિહત ધ્યાનની શ્રેણી લગાવીને લીન
થતાં શુક્લધ્યાનવડે ચાર ઘાતિકર્મનો ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ચૈતન્યના ધ્યાનમાં એકાગ્ર થયો ત્યાં
સમ્યગ્દર્શનાદિ તથા કેવળજ્ઞાન સહેજે થઈ જાય છે; ત્યાં માંગવું નથી પડતું. જેમ આંબાના ઝાડ પાસે કેરી માંગવી ન
પડે, તેમાં કેરી લટકતી ઝૂલતી જ હોય; તેમ ચૈતન્યસ્વભાવ અનંતગુણરૂપ કેરીથી ભરેલો આંબો છે, તેના ધ્યાનમાં
એકાગ્ર થતા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર મોક્ષ થાય છે. માટે કહે છે કે સમ્યક્ત્વના ધ્યાનરૂપ પરિણમનથી આઠે કર્મોનો
નાશ થાય છે. માટે આ સમ્યક્ત્વ તે મોક્ષનું પ્રધાન કારણ છે. વિશેષ શું કહીએ? ભૂતકાળે જેઓ સિદ્ધ થયા છે,
અત્યારે થાય છે ને ભવિષ્યમાં થશે તે સર્વે ઉત્તમપુરુષો આ સમ્યક્ત્વના
ઃ ૧૬૦ઃ
આત્મધર્મઃ ૧પ૩