Atmadharma magazine - Ank 156
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 41

background image
: ૨૨૪ : આત્મધર્મ (‘બ્રહ્મચર્ય અંક’–બીજો.) ૨૪૮૨ : આસો :
ગોમાંથી નથી આવતી પણ પોતાના સ્વભાવમાંથી જ આવે છે.
“મારો આત્મા સ્વત: આનંદ અને જ્ઞાનથી પરિપૂર્ણ છે; મારું જ્ઞાન કે આનંદ આ અચેતન શરીરમાં નથી;
આ દેહ જાય કે કટકા થાય, લાખો વર્ષ રહે કે આજે જ છૂટી જાય, પણ તે જડ છે, તેનામાં મારો અધિકાર નથી,
ને તેને આધીન મારું સુખ નથી,”–આવા ભાનપૂર્વક અંતર્મુખ થઈને સ્વભાવમાં એકાગ્ર થતા અંદરથી અતીન્દ્રિય
શાંતિનું એક એવું ઝરણું આવે........કે દેહ ઉપર ગમે તેવી પ્રતિકૂળતાના પરીષહો હોય તોપણ અંદર રાગ–દ્વેષરૂપ
અશાંતિ ઉત્પન્ન ન થાય,–એનું નામ ધર્મ છે. બહિરલક્ષે રાગ–દ્વેષના ભાવો ઉત્પન્ન થાય તે આત્માનું સ્વરૂપ નથી;
આત્મસ્વરૂપમાં અંતર્મુખ થતાં વીતરાગી શાંતભાવ ઉત્પન્ન થાય.......આનંદના ઝરણાં ઝરે.........તે આત્માનું
સ્વરૂપ છે ને તે જ ધર્મ છે. પરની ને વિકારની ઉપેક્ષા કરીને ચિદાનંદસ્વરૂપ આત્માની સન્મુખ થવાથી ઉત્તમક્ષમા
વગેરે ધર્મની આરાધના થાય છે.
૪.
ભગવાન! તું તો ચૈતન્યમૂર્તિ......ને આ શરીર તો ધૂળનું ઢીંગલું!....તેનામાં તારું સુખ કેમ હોય?
આ શરીરની રોગ–નીરોગ અવસ્થા તારે આધીન નથી, માટે તેની તો ઉપેક્ષા કર, તેનાથી ઉપેક્ષિત થઈને
સ્વભાવની અપેક્ષા કર; અર્થાત્ દેહદ્રષ્ટિ છોડીને ચૈતન્યસ્વભાવને દ્રષ્ટિમાં લે; આત્મા સિવાય કોઈ પણ ચીજ
મારી નથી–એમ દ્રષ્ટિને પર તરફથી હઠાવીને ચૈતન્યસ્વભાવમાં જોડવી તે ધર્મનો મૂળ પાયો છે.
૫.
ચૈતન્યસ્વભાવને ચૂકીને વિભાવની કે સંયોગની રુચિ કરવી તે મોટો ક્રોધ છે. ભલે મંદકષાયથી કોઈ
જીવ ક્ષમાવાન અને શાંત દેખાતો હોય, કોઈ નિંદા કે ઉપસર્ગ કરે છતાં તેના ઉપર ક્રોધ કરતો ન હોય, પરંતુ
અંદરમાં જો એવી બુદ્ધિ છે કે ‘ આ મંદકષાયના પરિણામ કે પાંચ ઈન્દ્રિયના વિષયો આત્માને સુખનું કારણ છે’–
તો તે જીવ વિષય–કષાયોથી પાર એવા ચૈતન્યસ્વભાવનો અનાદર કરે છે; અતીન્દ્રિય–શાંત ચૈતન્યનો અનાદર
કરીને તે વિષય–કષાયમાં જ ડુબેલો છે; તેને ઉત્તમક્ષમાદિ વીતરાગીધર્મની ખબર નથી.
૬.
હે ભાઈ! આત્મામાં અંતર્મુખ થવાની આ રીત તો સાંભળ! ગમે ત્યારે પણ આત્મામાં અંતર્મુખ થયે
જ કલ્યાણ છે, એ સિવાય બહિર્મુખ વલણમાં ક્યાંય કલ્યાણ નથી. શરીરને સાચવવાની માન્યતા કે ઈન્દ્રિય–
વિષયોમાંથી સુખ લેવાની બુદ્ધિ તે ચૈતન્યસ્વભાવથી તદ્ન વિરુદ્ધ છે. અનંત અનંતકાળ બાહ્યવિષયોમાં ભટક્યો
છતાં તેમાં ક્યાંય જીવને શાંતિ ન મળી....ને તૃપ્તિ ન થઈ, માટે બાહ્યવિષયોમાં ક્યાંય સુખ છે જ નહિ–એમ
નિર્ણય કરીને હે જીવ! તું અંતરમાં વળ! આ અંતર્મુખ થવાની રીત સંતો બતાવે છે. ચિદાનંદસ્વભાવના
શ્રદ્ધાજ્ઞાન કરીને પછી તેમાં જ અંતર્મુખ થઈને જ્યાં આનંદના વેદનમાં લીન થયો ત્યાં બહારમાં લાખો પ્રતિકૂળ
પ્રસંગો બને તો પણ ક્રોધ થતો નથી, તેનું નામ વીતરાગી ક્ષમા છે.
૭.
હું આનંદકંદ....સચ્ચિદાનંદ....અનાદિઅનંત આત્મા છું–એમ સ્વભાવની પ્રતીત અને સ્વસંવેદન થતાં
ધર્મની શરૂઆત થઈ; પછી તેમાં એવી લીનતા થાય કે–
‘બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં,
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો;
દેહ જાય પણ માયા થાય ન રોમમાં
લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો...’
–આવી સ્થિતિનું નામ મુનિદશા છે.......ત્યાં આત્મામાંથી આનંદનાં ઝરણાં ઝરે છે.
૮.
બહારમાં ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગ હો કે અનુકૂળ પ્રસંગ હો, તે મારાથી ભિન્ન છે, મારા જ્ઞાનના જ્ઞેય
છે, પરંતુ મને સુખ–દુઃખના દાતાર નથી. પર સંયોગોને ઈષ્ટ–અનિષ્ટ માનવા તેમાં તો મિથ્યા માન્યતાનું મહાન
અસત્ય છે ને તે મહાપાપ છે. પહેલાંં તે માન્યતા સુધાર્યા વગર કદી પણ ચારિત્રધર્મ થાય નહિ. જેમ જમીન
વગર આકાશમાં બીજ ઊગતા નથી, તેમ ભગવાન