: આસો : ૨૪૮૨ આત્મધર્મ (‘બ્રહ્મચર્ય અંક’–બીજો.) : ૨૨૫ :
આત્મા પરિપૂર્ણ ચૈતન્યસ્વરૂપ છે–તેની સમ્યક્શ્રદ્ધારૂપી ભૂમિકા વગર વીતરાગીચારિત્રનાં વૃક્ષ ઊગતા નથી.
સમ્યગ્દર્શન જ ધર્મનું મૂળ છે.
•
૯.
ભાઈ! પહેલાંં તો આટલો તો વિચાર કર કે ‘હું જે શાંતિ લેવા માગું છું તે મારામાં હોય કે મારાથી
બહાર હોય?’ તું જે શાંતિ લેવા માંગે છે તે તારામાં જ છે, બહારમાં નથી. અજ્ઞાનને લીધે પોતાને ભૂલીને
પોતાની શાંતિ માટે બહાર વ્યર્થ ફાંફાં મારે છે. જેમ પોતાની ડૂંટીમાં જ રહેલી કસ્તુરીને ભૂલીને મૃગલું સુગંધ
શોધવા બહારમાં દોડે છે. અથવા મૃગજળને પાણી માનીને ત્યાં દોડે છે, તેમ પોતાના સ્વરૂપમાં જ રહેલી શાંતિને
ભૂલીને અજ્ઞાની જીવ બહારમાં શાંતિ શોધે છે, બાહ્યવિષયોમાં શાંતિ માટે ઝાંવા નાંખે છે, પણ અરે જીવ! એ
વિષયો તો મૃગજળ જેવા છે, તેમાં ક્યાંય તારી શાંતિનું ઝરણું નથી. અનંતકાળથી તેં બાહ્યવિષયોમાં ઝાંવા
નાંખ્યા છતાં તને શાંતિ ન થઈ–તૃપ્તિ ન થઈ, માટે તેમાં શાંતિ નથી એમ સમજીને હવે તો તેનાથી પાછો વળ!
ને ચૈતન્યસ્વરૂપમાં અંતર્મુખ થા! ચૈતન્યસન્મુખ થતાં ક્ષણમાત્રમાં તને શાંતિનું વેદન થશે, ને એ શાંતિના
ઝરણામાં તારો આત્મા તૃપ્ત..........તૃપ્ત થઈ જશે.
•
૧૦.
જુઓ, આજે વીતરાગી પર્યુષણની શરૂઆત થાય છે. પર્યુષણ કહો કે આત્માની શાંતિનો રાહ
કહો. હું જે શાંતિ લેવા માંગું છું તે કોઈ સંયોગોમાં નથી, રાગમાં નથી, પણ મારા સ્વભાવમાં જ છે–એમ દ્રઢ
વિશ્વાસ કરીને, અંતમુર્ખ થઈને, સમ્યક્શ્રદ્ધામાં જ્ઞાનમાં અને ચારિત્રમાં આત્માને જ વસાવવો.....એટલે કે શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્ર ત્રણેને અંતરમાં વાળીને આત્મસ્વભાવમાં જોડવા તે પર્યુષણપર્વની ખરી ઉપાસના છે; ને તેમાં
આત્મામાંથી શાંતિનાં ઝરણાં વહે છે.
•
૧૧.
અહો! આવા તારા સ્વભાવની વાત સાંભળીને એકવાર પ્રભુ! હા તો પાડ! આ જ હિતનો ઉપાય
છે ને આ જ મારે કરવા જેવું છે–એમ એક વાર નિર્ણય તો કર! વીતરાગી સંતોએ અનુભવેલી આ વાત છે.
આત્માના આનંદ–સ્વભાવનું વર્ણન સાંભળતાં જેનો આત્મા ઉલલાસથી ઊછળી ગયો, તેને સંસારના વિષયોમાં
સુખબુદ્ધિ રહેતી નથી, તેને ચૈતન્ય સિવાય બાહ્યવિષયો અત્યંત તૂચ્છ લાગે છે; અને અંતર્મુખ થઈને તે જરૂર
આત્માના આનંદને પ્રાપ્ત કરે છે.
•
૧૨.
પ્રભો! એક વાર તારા જ્ઞાનસ્વરૂપ આત્માનો વિશ્વાસ કર. પરમાં સુખ માનીને, ભગવાન! તું
ભૂલ્યો....... જેમ ભ્રમણાથી કોઈ માતાને સ્ત્રી માની બેસે ને ખોટી વાસના થાય, પણ જ્યાં જાણે કે ‘અરે! આ
તો મારી માતા!! મારી જનેતા!’–ત્યાં તે વાસના છૂટી જાય છે ને શરમાઈ જાય છે. તેમ પોતાના ચૈતન્યસ્વરૂપને
ચૂકીને ભ્રમણાથી પરમાં સુખ માન્યું, પણ જ્યાં ભૂલ ભાંગીને ભાન કર્યું કે ‘હું તો પરથી જુદો ચૈતન્યસ્વભાવી
છું, મારું સુખ પરમાં નથી, મારું સુખ તો મારામાં જ છે..... અત્યાર સુધી પરમાં સુખ માનીને હું ભૂલ્યો’–ત્યાં
પછી સ્વપ્નેય પરમાં સુખબુદ્ધિ થતી નથી, તેની વૃત્તિનો વેગ વિષયો તરફથી પાછો વળીને સ્વભાવ તરફ વળી
જાય છે. ત્યાં વીતરાગી દેવ–ગુરુનું બહુમાન, તૃષ્ણાનો ઘટાડો ને બ્રહ્મચર્યનો રંગ વગેરે તો સહેજે હોય જ.
•
૧૩.
જુઓ, આજે ૧૪ બેનો બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લ્યે છે, સાત વર્ષ પહેલાંં બીજા છ બેનોએ પણ
પ્રતિજ્ઞા લીધી હતી. બધાય બહેનો કુંવારા છે. પુરુષ કરતાં સ્ત્રીઓને શરીરની પરાધીનતા છે, છતાં આ બેનો
પ્રતિજ્ઞા કરે છે તે ઘણી હિંમત કરે છે. સાધારણ માણસો–જેઓ વૃત્તિનો વેગ વાળી શકતા નથી–તેમનાં તો હૃદય
હલી જાય એવું છે.
બ્રહ્મસ્વરૂપમાં આત્મમાં ચર્યા કરવી તે ખરું બ્રહ્મચર્ય છે. બ્રહ્મ એટલે આનંદસ્વરૂપ આત્મા, તેમાં ચરવું–
રમવું–એકાગ્ર થવું તે બ્રહ્મચર્ય છે. અને આવા લક્ષપૂર્વક આગળ વધવા માટે બ્રહ્મચર્ય વગેરેનો રંગ હોય તેને
પાત્રતા ગણાય છે. બ્રહ્મસ્વરૂપ–આનંદસ્વરૂપ આત્માને ચૂકીને પરમાં