પૂ. બેનશ્રીબેન.અને ૧૪ બાલબ્રહ્મચારી બેનો
વચમાં પૂજ્ય બેનશ્રીબેન બિરાજમાન છે; તેઓશ્રીની જમણી તરફથી શરૂ કરતાં–(૧) ઉષાબેન, (૨)
સુશીલાબેન જગજીવન, (૩) ચંદ્રપ્રભાબેન, (૪) જસવંતીબેન હીરાલાલ, (૫) ઇંદુમતીબેન, (૬) વસંતબેન,
(૭) પદ્માબેન, (૮) સુશીલાબેન શાંતિલાલ, (૯) લલિતાબેન, (૧૦) જસવંતીબેન હિંમતલાલ, (૧૧)
ચંદ્રાબેન, (૧૨) પુષ્પાબેન, (૧૩) જસવંતીબેન રતિલાલ, (૧૪) ભાનુમતીબેન–એ પ્રમાણે ૧૪ બ્રહ્મચારી
બહેનો છે.
પરમપૂજ્ય સદ્ગુરુદેવ પાસે આ ૧૪ કુમારિકાબેનોએ ભાદરવા સુદ પાંચમના રોજ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
અંગીકાર કરી તે શુભ પ્રસંગની યાદગીરીમાં, શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ તરફથી, “આત્મધર્મ”નો
આ ખાસ વિશેષ અંક “બ્રહ્મચર્ય–અંક” (બીજો) પ્રસિદ્ધ કરતાં અમને ઘણો હર્ષ થાય છે. અને અમને દ્રઢ
વિશ્વાસ છે કે ભારતના જે જે ભક્તજનોના હાથમાં આ અંક જશે તે સૌ ભક્તજનો અમારા આ હર્ષમાં
હોંસપૂર્વક સાથ પુરાવશે.