Atmadharma magazine - Ank 156
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 41

background image
શાંતિનું ઝરણું.

અરે જીવ! બાહ્ય વિષયો તો મૃગજળ જેવા છે; તેમાં ક્યાંય તારી
શાંતિનું ઝરણું નથી. અનંતકાળથી તેં બાહ્ય વિષયોમાં ઝાંવા નાંખ્યા, છતાં તને
શાંતિ ન થઈ, –તૃપ્તિ ન થઈ, માટે તેમાં શાંતિ નથી એમ સમજીને હવે તો
તેનાથી પાછો વળ....ને ચૈતન્યસ્વરૂપમાં અંતર્મુખ થા! ચૈતન્યસન્મુખ થતાં
ક્ષણમાત્રમાં તને શાંતિનું વેદન થશે.....ને....એ શાંતિના ઝરણામાં તારો આત્મા
તૃપ્ત–તૃપ્ત થઈ જશે.
–પૂ. ગુરુદેવ