Atmadharma magazine - Ank 156
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 41

background image
પરમ પ્રભવ શસન રત્ન
હે પરમકૃપાળુ ગુરુદેવ!
અધ્યાત્મતેજની સાથે
સાથે આપનું બ્રહ્મતેજ પણ
અલૌકિક છે. આધ્યાત્મિક
ઉપશાંતરસ વરસાવવા માટે
આપ ચંદ્ર સમાન છો.....ને
બ્રહ્મચર્યના અખંડ તેજથી આપ
સૂર્ય સમાન છો..... આપના
જેવા તેજસ્વી પુરુષનો જોટો
મળવો આ કાળે મુશ્કેલ છે.
અધ્યાત્મરસની ખુમારીથી ને
બ્રહ્મચર્યના રંગથી આપનું જીવન
રંગાયેલું છે...તેથી, આપની
મહાપ્રતાપી છાયામાં નિરંતર
વસતા....ને આપશ્રીના પાવન
ઉપદેશનું પાન કરતા આપના
નાના નાના બાળક–બાળિકાઓ
પણ બ્રહ્મજીવન પ્રાપ્ત કરે તેમાં
શું આશ્ચર્ય છે!!

હે ધર્મપિતા!........જીવનના આધાર.....ને હૈયાનાં હાર! આપશ્રી દ્વારા થઈ રહેલ
જૈનશાસનનો પુનરુદ્ધાર....શોભા...અને અભિવૃદ્ધિનું શું વર્ણન કરીએ? આપની રગેરગમાંથી
જિનશાસનની પ્રભાવનાના સૂર ઊઠી રહ્યા છે...... ને રોમેરોમમાં વીતરાગધર્મનો નાદ ગૂંજી રહ્યા
છે. જિનશાસન ઉપર ઘેરાયેલા મોહનાં વાદળને ગગનભેદી જ્ઞાનગર્જનાવડે આપે વિખેરી નાખ્યા
છે.... ને દિવ્યજ્ઞાનપ્રભા વડે આપે જૈનશાસનને ઝગમગાવી દીધું છે.....તેથી આપ ‘જિનશાસનના
અણમોલરત્ન’ છો.
હે શાસનરત્ન! આપના સુહસ્તે આજે ભારતભરમાં વીતરાગી દેવ–ગુરુ–ધર્મનો ઝંડો
અત્યંત ગૌરવપૂર્વક ઉન્નતિના શિખરે ફરકી રહ્યો છે.....ને એ ઝંડાની છાયામાં હજારો આત્માર્થી
જીવો હોંસભેર આવી રહ્યા છે.