પ્રભાવિત થઈને ૧૮ થી ૨૬ વર્ષની નાની નાની ઉમરના ચૌદ ૧૪ કુમારિકા બહેનોએ આજીવન બ્રહ્મચર્ય–
પ્રતિજ્ઞા અંગીકાર કરી છે. આ બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા જે ઉદે્શથી ધારણ કરવામાં આવી છે તેની ખાસ મહત્તા છે,–તે
આપણે આગળ જતાં જોઈશું.
તો પૂ. ગુરુદેવનો પ્રભાવ ભારતભરમાં પ્રસરી ગયો છે. તેમાં વળી આ ૧૪ કુમારિકા બહેનોએ બ્રહ્મચર્યની
પ્રતિજ્ઞા લીધી તે પણ જૈનધર્મની પ્રભાવનાનો એક એવો જ મહાન પ્રસંગ છે.
કુમારિકા બહેનોએ, માત્ર આત્મહિતની સાધના અર્થે આ રીતે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હોય–એવું
હાલના ઈતિહાસમાં સાંભળવામાં આવતું નથી. પરમપૂજ્ય ગુરુદેવનો ઉપદેશ કેટલી સરલતાથી જીવોને
આત્મહિતમાં લગાડી દ્યે છે, અને તે ઉપદેશ કેટલો વીતરાગતા ભરેલો છે–તેનું અનુમાન વિવેકી જિજ્ઞાસુઓ આ
મહાન પ્રસંગ ઉપરથી કરી શકશે. પૂ. ગુરુદેવનો આત્મસ્પર્શી ઉપદેશ અનેક જીવોનાં જીવન પલટાવી નાંખે છે.