Atmadharma magazine - Ank 156
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 41

background image
: ૨૨૨ : આત્મધર્મ (‘બ્રહ્મચર્ય અંક’–બીજો.) ૨૪૮૨ : આસો :
ત્યારબાદ બ્રહ્મચારીબેનો ધર્મમાતા પૂ. બેનશ્રી–બેનના આશીર્વાદ લેવા ગયા..........ત્યાં વિનયપૂર્વક
દર્શનાદિ કર્યા. અને પૂ. બેનશ્રી–બેને પ્રસંગોચિત શિખામણ આપતાં ઘણા વાત્સલ્યપૂર્વક કહ્યું : “તમે
આત્મહિતના હેતુએ જીવન ગાળજો.....દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે ભક્તિ અને બહુમાન વધારજો....અરસપરસ
એકબીજાની બેનો હો–એ રીતે વર્તજો....ને વૈરાગ્યથી રહેજો....એમાં શાસનની શોભા છે. આત્માનું કલ્યાણ કેમ
થાય...ને તે માટે પૂ. ગુરુદેવ શું કહે છે–તેનો વિચાર કરવો....સ્વાધ્યાય અને મનન વધારવું. બ્રહ્મચર્યપ્રતિજ્ઞાને
લીધે આત્માના વિચારને માટે નિવૃત્તિ મળે છે એમ પૂ. ગુરુદેવ વારંવાર કહે છે, માટે નિવૃત્તિ લઈને સ્વાધ્યાય–
મનન કરવું. આમ તમારે તમારા જીવનમાં આત્માનું કલ્યાણ કરવાનું લક્ષ રાખવું.
પૂ. બેનશ્રીબેનની આવી સરસ હિત–શિખામણથી બધાને ઘણી પ્રસન્નતા થઈ હતી.
આ પ્રસંગ નિમિત્તે ‘આશ્રમ’ સુશોભિત મંડપ વગેરે શણગારથી શોભતો હતો....ને ત્યાં આખો દિવસ
ઉલ્લાસભર્યું વાતાવરણ છવાઈ ગયું હતું. આજના ભક્તિ વગેરે કાર્યક્રમો પણ વિશેષ ઉલ્લાસથી થયા હતા. બ્ર.
બેનો તરફથી આહારદાન માટે વિનંતિ થતાં ભાદરવા સુદ છટ્ઠના રોજ પૂ. ગુરુદેવે આશ્રમમાં પધારીને ભોજન
કર્યું હતું. આ રીતે પૂ. ગુરુદેવ દ્વારા થઈ રહેલી અનેકવિધ પ્રભાવનાનો આ એક મહાન પ્રસંગ ઊજવાયો હતો.
પરમ પ્રભાવી પૂ. ગુરુદેવ દ્વારા પરમ હિતકર જૈનધર્મની અને વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રની જે
વિજયધ્વજા આજ ફરકી રહી છે તેને દેખીને કોઈ પણ ધર્મવત્સલ જિજ્ઞાસુ જીવનું હૃદય પ્રમોદથી પ્રફુલ્લિત થયા
વગર રહી શકતું નથી.
અંતમાં, સર્વે હિતાર્થી જીવોને માટે એવી ભાવના છે કે, તેઓ આપણા જૈનશાસનના આ એક અતિ
મૂલ્યવાન રત્નને પારખે, તેના દ્વારા થઈ રહેલી જૈનધર્મપ્રભાવનાને દેખીને પ્રમોદિત થાય અને દરેક આત્માર્થી
જીવ પોતાના આત્મહિતને માટે જેટલો લઈ શકાય તેટલો લાભ અવશ્ય લ્યે. વિવેકીજનો આત્મહિતના
અવસરમાં પ્રમાદ કરતા નથી.
जय जनन्द्र!.जय गरुदव!.जय जनशसन!
પ્રયત્ની દિશા
આત્માના પ્રયત્ન બાબતમાં દિશા બતાવતાં પૂ. ગુરુદેવ ઘણા ઊંડાણમાંથી કહે છે કે–
આત્મસ્વરૂપ શું છે તેનો નિર્ણય કરવાની ધૂન જાગવી જોઈએ......બધા ન્યાયોથી નક્કી
કરવાની લગન લાગવી જોઈએ......બધાય પડખેથી અંદર નક્કી ન થાય ત્યાં સુધી સખ ન પડે.....
એમ ને એમ ઉપર ટપકે જતું ન કરી દેવાય. અંદર મંથન કરી કરીને એવો દ્રઢ નિર્ણય કરે કે જગત
આખું ફરી જાય તોય પોતાના નિર્ણયમાં શંકા ન પડે. આત્માના સ્વરૂપનો આવો નિર્ણય કરતાં
વીર્યનો વેગ તેના તરફ જ વળે છે. અંતરમાં પુરુષાર્થની દિશા સૂઝી ગઈ પછી તેને માર્ગની મુંઝવણ
થતી નથી....પછી તો તેની આત્માની લગની જ તેનો માર્ગ કરી લ્યે છે. આગળ શું કરવું તેનો
પોતાને જ ખ્યાલ આવી જાય છે.....‘હવે મારે શું કરવું’ એવી મુંઝવણ તેને થતી નથી.
અહો! આત્મા પોતે પોતાનું હિત સાધવા જાગ્યો.........ને............હિત ન સાધી શકે એમ
બને જ કેમ? આત્માનો અર્થી થઈને આત્માનું હિત સાધવા જે જાગ્યો તે જરૂર આત્મહિત સાધે જ.