Atmadharma magazine - Ank 156
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 41

background image
: આસો : ૨૪૮૨ આત્મધર્મ (‘બ્રહ્મચર્ય અંક’–બીજો.) : ૨૨૧ :
નથી, મારે તો બૈરાંઓ સાથે પરિચય નથી, તેથી બેનોનો આ પ્રસંગ તો ખરેખર આ બે બેનોને આભારી છે.
બેનોની છત્રછાયામાં આ બ્રહ્મચારી બેનોનું રક્ષણ ને પાલન થાય છે, તે બેનોનો પ્રભાવ છે. આ બેનોનાં
(બેનશ્રી ચંપાબેન તથા બેન શાંતાબેનના) આત્મા અલૌકિક છે.......... આ કાળે આવા બેનો પાક્યા તે મંડળની
બેનુંના મહાભાગ્ય છે..... જેનાં ભાગ્ય હશે તે તેમનો લાભ લેશે.”
ત્યારબાદ સમસ્ત સંઘ તરફથી નૂતન બ્રહ્મચારી બહેનોને અભિનંદન આપતાં વિદ્વાન ભાઈશ્રી
હિંમતલાલભાઈએ કહ્યું હતું કે–આજે મંગળ દિવસ છે.........એક સાથે ૧૪ બેનોએ બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી તે
ગુરુદેવનો મહા પ્રભાવ છે.......... આનંદનિધાન ચૈતન્યભગવાનના દર્શન કરીને તેનું જે સ્વરૂપ પૂ. ગુરુદેવ
બતાવે છે તે ઝીલીને, “અમે અમારા આવા આનંદનિધાનને કેમ વરીએ!.....ને આ દુઃખદ ભવસાગરથી કેમ
તરીએ?”–એવી ભાવનાથી, “જ્યાં સુધી એ આનંદધામ હાથ ન લાગે ત્યાં સુધી તે આનંદધામને સ્પર્શીને
આવતી સંતોની વાણી સાંભળ્‌યા જ કરીએ.......... સંતોની છાયામાં રહીને એ આનંદધામની ઝાંખી કરાવનારી
વાણીનું મંથન કર્યા જ કરીએ” –આવી ભાવનાથી આજે આ બેનોએ બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી છે. તે માટે તેમને
અત્યંત અભિનંદન ઘટે છે...........જે ભાવનાથી તેમણે આ કાર્ય કર્યું છે તે ભાવનામાં આગળ વધીને તેઓ
પુરુષાર્થ વડે આત્મહિત સાધે–એમ ઈચ્છીએ.....આપણે સૌએ પણ એ કરવા જેવું છે કે જેથી અનંત ભવભ્રમણથી
છૂટીએ......આ બેનોએ જે વિરાટ પ્રયત્ન આદર્યો છે તે માટે તેમને ફરીને અભિનંદન!....તેઓએ તેમના કુટુંબને
અજવાળ્‌યું છે.......ને મુમુક્ષુમંડળનું ગૌરવ વધાર્યું છે.”
–આ ઉપરાંત, આ પ્રસંગે તાર અને પત્રોદ્વારા કેટલાક અભિનંદનના સંદેશાઓ આવ્યા હતા તે પણ વાંચી
સંભળાવ્યા હતા. તેમાં ઈંદોરથી પ્રતિષ્ઠાચાર્ય પંડિત શ્રી નાથુલાલજી અભિનંદન દેતાં પોતાના પત્રમાં પ્રમોદપૂર્વક
લખે છે કે–
“श्री पूज्य स्वामीजी से श्री दसलक्षणधर्म के प्रारंभिक दिवस भाद्रपद शुक्ला ५ को प्रातः आजीवन
ब्रह्मचर्यप्रतिज्ञा ग्रहण करने वाली १४ कुमारी बहनों के प्रति मैं हार्दिक आदरभाव प्रगट करता हूँ।
“बालब्रह्मचारी तीर्थंकर श्री नेमिनाथ और श्री पार्श्वनाथ के पश्चात् श्री महावीरस्वामीका यह
तीर्थकाल है तथा बालब्रह्मचारी श्री पूज्य कानजीस्वामी की अपूर्व वाणीका प्रभाव है कि जिनके आदर्शका
मूर्तरूप सौराष्ट्र के अनेक तरुणा बालब्रह्मचारी बन्धुओंमें द्रष्टिगोचर हो रहा है। इसी प्रकार ब्राह्मी–सुन्दरी
और राजीमतीके आदर्शको कार्यान्वित करनेवाली सोनगढमें विद्यमान २० बालब्रह्मचारिणी बहनें तथा
युवानस्थामें ही ब्रह्मचर्य अंगीकार करनेवाले अनेक दम्पती भगवान महावीरके तीर्थकी प्रभावना कर उसे
सार्थक बना रहे हैं। निःसंदेह आज यह भौतिकता पर आध्यात्मिकताकी विजय है।
...... धन्य है श्री पूज्य स्वामी जी, और श्री पूज्य बहनश्री बहन!”
અભિનંદન–સંદેશ પછી શ્રી જૈનસ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી શેઠ શ્રી પ્રેમચંદભાઈએ બહેનોને
અભિનંદન આપતાં, પરમ કૃપાળુ ગુરુદેવનો મહિમા વર્ણવ્યો હતો અને ‘આ બહેનો આત્માની શાંતિને લક્ષમાં
રાખીને આગળ વધો’ –એવી ભાવનારૂપ આશીર્વાદ આપ્યા હતા; તેમ જ દરેક બહેનને એકેક સાડલો તથા
ચાંદીનો ગ્લાસ ભેટ આપવામાં આવ્યા હતા.
ત્યારબાદ, બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લેનાર બધા બહેનોના વાલીઓએ પોતપોતાના તરફથી જિનમંદિરમાં તેમજ
કુમારિકા–બ્રહ્મચર્યાશ્રમ વગેરેમાં દાનની રકમો જાહેર કરી હતી. આ બ્રહ્મચર્યપ્રતિજ્ઞાના અવસર ઉપર જુદાજુદા
અનેક ગામોથી હજાર ઉપરાંત લોકો આવ્યા હતા..... ને દરેક ગામના શ્રી સંઘોએ પોતાનું વાત્સલ્ય બતાવ્યું હતું.
અનેક લોકોએ કુમારિકા–બ્રહ્મચર્યાશ્રમના ફંડમાં હજારો રૂપિયાની રકમો લખાવી હતી. સુતાર અને રબારી
સુદ્ધાંએ રકમો લખાવીને આ પ્રસંગે પોતાનો પ્રમોદ જાહેર કર્યો હતો.
અંતમાં, જયજયકારપૂર્વક આ પ્રસંગની પૂર્ણતા થતાં બ્રહ્મચારીબેનો તરફથી શ્રીફળની લાણી થઈ હતી.