Atmadharma magazine - Ank 157
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 21
single page version

background image
ATMADHARMA Regd No. B, 4767
આત્માર્થીનો ઝણઝણાટ
અહો! ભવરહિત વીતરાગી પુરુષોની વાણીના રણકાર કાને
પડતાં જ આત્માર્થી જીવનો આત્મા ઝણઝણી ઊઠે છે...પુરુષાર્થહીન
નામર્દ જીવો એ વાણીનો નિર્ણય કરી શકતા નથી...
(સમાધિશતકના પ્રવચનમાંથી) –પૂ. ગુરુદેવ.
સર્વજ્ઞ ભગવાનનો ઉપદેશ જીવને બાહ્ય વિષયોથી છોડાવીને
અંતરમાં ચૈતન્યનું શરણ કરાવે છે, ને તેમાં જ જીવનું હિત છે, કેમકે
ચૈતન્યના અનુભવથી જ ભવનો નાશ થઈને મોક્ષસુખ પ્રગટે છે.
દેહને જ જેણે આત્મા માન્યો છે, વિષયોમાં જ જેણે સુખ
માન્યું છે એવા મૂઢ જીવોને વીતરાગની વાણી તો પ્રતિકૂળ પડે છે.
કેમકે વીતરાગની વાણી તો વિષયોનું વિરેચન કરાવનારી છે. મૂઢ
કાયર જીવો વિષયોની લીનતા છોડીને ચૈતન્યને દેખી શકતા નથી,
તેઓ તો ચૈતન્યના પુરુષાર્થરહિત નપુંસક છે, તેમનામાં ભવરહિત
એવા વીતરાગની વાણીનો નિર્ણય કરવાની તાકાત નથી.
“અહો જીવો! તમારું સુખ તમારામાં છે, બાહ્ય–વિષયોમાં
કયાંય સુખ નથી; આત્મા જ સુખસ્વભાવી છે માટે આત્મામાં
અંતર્મુખ થયે સુખ છે–” આવી વાણીના રણકાર જ્યાં કાને પડે ત્યાં
તો આત્માર્થી જીવનો આત્મા ઝણઝણી ઊઠે કે વાહ! આ ભવરહિત
વીતરાગી પુરુષની વાણી!! આત્માના શાંત–રસને બતાવનારી આ
વાણી અપૂર્વ છે! અહો! વીતરાગી સંતોની વાણી પરમ અમૃત છે, ને
એ ભવરોગનો નાશ કરનાર અમોઘ ઔષધ છે.–આમ તો
આત્માર્થીનો આત્મા ઉલ્લસી જાય છે...ને તેની પુરુષાર્થની દિશા સ્વ
તરફ વળી જાય છે, વિષયોમાંથી સુખબુદ્ધિ ઊડી જાય છે.–એણે જ
ખરેખર વીતરાગની વાણીનો નિર્ણય કર્યો છે. બાહ્ય વિષયોની કે
રાગની પ્રીતિવાળો નામર્દ જીવ વીતરાગી ભવરહિત પુરુષોની
વાણીનો નિર્ણય કરી શકતો નથી.
‘વચનામૃત વીતરાગનાં પરમ શાંતરસમૂળ
ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ.’
મુદ્રક:–જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલય : વલ્લભવિદ્યાનગર, (ગુજરાત)
પ્રકાશક:–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર, (ગુજરાત)