Atmadharma magazine - Ank 157
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૪
સળંગ અંક ૧૫૭
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ ચૌદમું : સંપાદક : કારતક
અંક પહેલો રા મ જી મા ણે ક ચં દ દો શી ૨૪૮૩
નૂતન વર્ષનો મંગલ સંદેશ
નૂતન વર્ષના મંગલ સંદેશમાં પૂ. ગુરુદેવ કહે છે કે ભેદજ્ઞાનના ફળરૂપ
કેવળજ્ઞાનમય સુપ્રભાત જગતને મંગળરૂપ હો! કેવળજ્ઞાનરૂપ દિવ્ય સુપ્રભાત
પ્રગટવાનું સામર્થ્ય દરેક આત્મામાં પરિપૂર્ણ છે... હે જીવો! તેની પ્રતીત કરીને
સમ્યગ્દર્શનરૂપ મંગલ–પ્રભાત પ્રગટાવો. ચૈતન્ય–પ્રભુતાની શ્રદ્ધા કરવી તે મંગળ
છે, તેનું જ્ઞાન કરવું તે મંગળ છે, તેમાં એકાગ્રતા કરવી તે મંગળ છે; અને તે
શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતાના ફળરૂપ દિવ્ય કેવળજ્ઞાનમય પ્રભાત ઝળહળી ઊઠે તે
જગતને ઉત્કૃષ્ટ મંગળરૂપ છે.
પ્રભુજી તારા પુનિત પગલે.
આસો વદ અમાસના પરોઢિયે પાવાપુરી ધામમાં મહાવીર ભગવાન
અભૂતપૂર્વ સિદ્ધપદને પામ્યા.... ભવ્ય જીવોનું પરમ ઈષ્ટ અને અંતિમ ધ્યેય એવું
મોક્ષપદ ભગવાને આજે પ્રાપ્ત કર્યું... ને ભગવાનની મુક્તિનો મોટો મહોત્સવ
ઊજવાયો... એ પરમ આનંદમય મોક્ષપદના સ્મરણ માત્રથી આજેય મોક્ષાર્થીનાં
હૈયાં નાચી ઊઠે છે... ને મોક્ષાર્થી ભક્તો ઉલ્લાસથી કહે છે કે હે ભગવાન! આપ
તો મુક્તિપુરીમાં સીધાવ્યા... ને આપશ્રીના સ્વાશ્રયના ઉપદેશને ઝીલીને અમે
પણ આપના પુનિત પગલે ચાલ્યા આવીએ છીએ...
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 21
single page version

background image
• નૂતન વર્ષના પ્રારંભે •
मंगलं भगवान् वीरो मंगल गौतमो गणी।
मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोस्तु मंगलम्।।
ભગવાન શ્રી સીમંધર...મહાવીરાદિ પંચપરમેષ્ઠી ભગવંતોને, પરમ ઉપકારી ગુરુદેવને અને જિનવાણી–
ભગવતીમાતાને અતિશય ભક્તિપૂર્વક આ નૂતન વર્ષના પ્રારંભે અભિવંદના કરીએ છીએ...તેમજ સર્વે સાધર્મી
જનોને વાત્સલ્યપૂર્વક અભિનંદન કરી છીએ..
આજે આપણું ‘આત્મધર્મ’ માસિક તેર વર્ષ પૂરાં કરીને ચૌદમા વર્ષમાં પ્રવેશ કરે છે. ‘આત્મધર્મ’ એ
ભારતનું અજોડ આધ્યાત્મિક પત્ર છે...તેમાં પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના આત્મહિતકારી ઉપદેશનો
મુખ્ય સાર આપવામાં આવે છે. હજારો જિજ્ઞાસુઓ હોંસે હોંસે આ માસિકનું વાંચન કરે છે ને તેમાં આવેલા પૂ.
ગુરુદેવના ઉપદેશદ્વારા શાંતિ અને ધર્મની પ્રેરણા મેળવે છે. સંસારના ઝંઝટોથી આ માસિક સદા દૂર રહે છે.
જિજ્ઞાસુ જીવોનું મહાન સૌભાગ્ય છે કે, સંસારમાં ચારે તરફ જ્યારે અત્યંત કિલષ્ટ અને હળહળતું
વાતાવરણ ઘેરાયેલું છે ત્યારે પણ, આત્માને જગતથી જુદો પાડીને આત્મિક શાંતિ પ્રાપ્ત કરવાનો અપૂર્વ
કલ્યાણકારી રાહ પરમપૂજ્ય ગુરુદેવ બતાવી રહ્યા છે...હે ભવ્ય સાધર્મી બંધુઓ! સંસારના હળહળતા
વાતાવરણથી છૂટીને આત્મિકશાંતિ પ્રાપ્ત કરવા માટે, પૂ. ગુરુદેવે બતાવેલા આ પાવનપંથને ઓળખો અને શીઘ્ર
એને અનુસરો.
આ આત્મધર્મ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. ત્રણ છે. તે મોકલવાનું સરનામું–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ (સૌરાષ્ટ્ર)
સોનગઢમાં વેદીપ્રતિષ્ઠા.પૂ. ગુરુદેવનો વિહાર
તીર્થરાજ સમ્મેદશિખરજીની યાત્રા
તીર્થધામ સોનગઢમાં જે ભવ્ય ઉન્નત અને સુશોભિત જિનમંદિર તૈયાર થયું છે તેના ઉપરના ભાગમાં
ભગવાન શ્રી નેમિનાથ પ્રભુની પુન: વેદીપ્રતિષ્ઠા કારતક સુદ ૧૨ ને ગુરુવાર તા. ૧૫–૧૧–૫૬ના શુભ દિવસે
થવાની છે. એ મંગલ દિને ઉપરના જિનમંદિરની વેદી ઉપર શ્રી નેમિનાથ ભગવાન બિરાજમાન થઈને
જિનમંદિરને શોભાવશે...એ જિનમંદિરનું ઉન્નત શિખર સુવર્ણકલશથી સુશોભિત થશે અને તેના ઉપર, જમીનથી
લગભગ ૭૫ ફૂટ ઊંચે ગગનમાં શ્રી જિનેન્દ્રદેવનો ધર્મધ્વજ ફરકશે. વેદીપ્રતિષ્ઠાનો મહોત્સવ કારતક સુદ ૧૦–
૧૧–૧૨ એ ત્રણ દિવસનો રાખવામાં આવ્યો છે.
સોનગઢ–જિનમંદિરની વેદીપ્રતિષ્ઠા બાદ, કારતક સુદ પૂર્ણિમાને રવિવારના રોજ પુનિત વિહાર કરીને પૂ.
ગુરુદેવ પાલેજ તરફ પધારશે. પાલેજમાં માગસર સુદ ૧૧ ના રોજ જિનમંદિરમાં ભગવાન શ્રી અનંતનાથ વગેરે
જિનેન્દ્રભગવંતોની વેદીપ્રતિષ્ઠા થવાની છે.
પાલેજ–પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પૂ. ગુરુદેવ મુંબઈ પધારશે. ને ત્યારબાદ લગભગ પોષ વદ પાંચમે
સંઘસહિત શાશ્વત તીર્થરાજ સમ્મેદશિખરજી વગેરે તીર્થધામોની યાત્રા માટે સંઘસહિત પધારશે. સમ્મેદશિખરજી એ
આ ભરતભૂમિનું એકનું એક શાશ્વત તીર્થધામ છે, અનંતા તીર્થંકરો ત્યાંથી મુક્તિ પામ્યા છે; વર્તમાન ૨૫
તીર્થંકરોમાંથી ૨૦ તીર્થંકરો ત્યાંથી જ મુક્તિ પામ્યા છે. આવા સિદ્ધિધામની યાત્રાએ પૂ. ગુરુદેવ સંઘસહિત પધારી
રહ્યા છે–એ સમાચારથી દિગંબર જૈનસમાજમાં ગામેગામ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ ફેલાઈ ગયું છે.
હાલના કાર્યક્રમ મુજબ યાત્રાસંઘ મુંબઈથી પોષ વદ પાંચમ ને રવિવારે શુભપ્રસ્થાન કરીને ગજપંથા,
માંગીતુંગી, ધૂળિયા, બડવાની, ઉન–પાવાગિરિ, ખંડવા, સિદ્ધવરફૂટ, ઇંદોર, ઉજ્જૈન, મક્ષી–બ્યોવરા, ગુના, ઝાંસી,
સોનાગિરિ, ગ્વલિયર, આગ્રા, મથુરા, શૌરીપુર, મૈનપુરી, કાનપુર, લખનૌ, અયોધ્યા, બનારસ, ડાલમિયાનગર,
આરા, પટના, રાજગૃહી, નાલંદા, કુંડલપુર, પાવાપૂરી, ગણાવા, ગયા, મધુવન–સમ્મેદશિખરધામ ફાગણ સુદ
પાંચમ લગભગમાં પહોંચશે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
: આસો : ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૨૧૯ :
આત્મહિતમાં તારી બુદ્ધિ જોડ,
– હે જીવ! જીવની ક્ષણક્ષણ લાખેણી જાય છે.
જેઓ એકાકી વનજંગલમાં વસતા હતા, આત્માના આનંદમાં ઝૂલતા ઝૂલતા જેમનું જીવન
વીતતું હતું, દેહ ઉપર જેમને વસ્ત્રનો તાણોય ન હતો ને એક પાઈનો પણ પરિગ્રહ જેમને ન હતો–
એવા નિસ્પૃહ–વીતરાગી સંતની આ વાણી છે,–જીવોને પરમ હિતરૂપ એવો આ ઉપદેશ છે. તેમાં કહે
છે કે અરે જીવ! ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટી રહ્યું છે, બહારમાં લક્ષ્મી વગેરેની વૃદ્ધિ ખાતર તું તારો કાળ
ગૂમાવી રહ્યો છે પણ આત્માના જ્ઞાન–આનંદની વૃદ્ધિ કેમ થાય તેનો તને વિચાર પણ આવતો નથી.
અરે અવિવેકી! તારા જીવન કરતાં પણ તને લક્ષ્મી વધારે વહાલી છે! તેથી તું લક્ષ્મી ખાતર જીવન
ગૂમાવી દે છે. –અરે ધિક્કાર છે તારી આવી મૂઢબુદ્ધિને! લાખો–કરોડો રૂપિયા આપતાં પણ આ
મનુષ્યજીવનની એકક્ષણ મળવી મોંઘી છે, એવા મનુષ્યજીવનને તું ફૂટી બદામની જેમ વ્યર્થ ગૂમાવી
રહ્યો છે. હે વત્સ, તારા હિતનો ઉપાય વિચાર.
વળી કોઈ એમ વિચારે છે કે–‘અત્યારે તો લક્ષ્મી ભેગી કરી લઈએ, પછી દાનાદિમાં તેનો
ઉપયોગ કરીને પુણ્ય ઉપાર્જન કરશું’–તો એ પણ મૂઢજીવનો વિચાર છે. અરે જીવ! પાપ કરીને લક્ષ્મી
ભેગી કરવાને બદલે અત્યારે જ મમતા ઘટાડીને, આત્મહિતનો ઉપાય કર ને! દાનાદિના બહાને
અત્યારે તું તારી મમતાને જ પોષી રહ્યો છે. જેમ કોઈ માણસ એમ વિચારે કે પહેલાં શરીર ઉપર
કાદવ ચોપડી લઉં પછી સ્નાન કરી લઈશ,–તો તે અવિવેકી જ છે; તેમ જે એમ વિચારે છે કે
ભવિષ્યમાં દાનાદિ કરવા માટે અત્યારે વેપાર–ધંધા વગેરે કરીને લક્ષ્મી ભેગી કરી લઉં, પછી
પાત્રદાનાદિ વગેરેથી પાપ ધોઈ નાંખીશ,–તો તે પણ અવિવેકી છે, વર્તમાનમાં પાપ અને લોભનો
ભાવ પોષાઈ રહ્યો છે તેને તે દેખતો નથી. અરે મૂઢ! અત્યારે પાપ કરીને પછી પુણ્ય કરવાનું કહે
છે,–તો તેના કરતાં અત્યારે જ પાપભાવ છોડીને આત્માના હિતમાં તારો ઉપયોગ લગાવ ને! કાદવ
લગાડીને પછી નહાવું એના કરતાં પહેલેથી જ કાદવ શા માટે લગાડવો! તેમ અત્યારે પાપ કરીને
પછી પુણ્ય કરીશું–એવી ઊંધી ભાવનાને બદલે, અત્યારે જ પાપ છોડીને નિવૃત્તિથી તારા

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૨૨૦ : ‘આત્મધર્મ’ ૨૪૮૨ : આસો :
ચિત્તને ધર્મમાં જોડ ને!
ધર્મી જીવને પુણ્યના પ્રતાપે સહેજે લક્ષ્મી વગેરે મળી હોય તેને તે પાત્રદાન–યાત્રા–મહોત્સવ–
જિનબિંબ–પ્રતિષ્ઠા વગેરે પુણ્યકાર્યોમાં લગાવે છે. પણ ‘ખરચવા માટે હું લક્ષ્મી મેળવું’ એમાં તો
મમતાનું પોષણ છે; જો ખરેખર રાગની મંદતા હોય તો જે મળેલું છે તેમાંથી મમતા ઘટાડ ને!
જેમ કોઈ જીવ એમ માને કે ‘કેવળી ભગવાને અનંત ભવ દીઠા હશે તો એક પણ ભવ ઘટશે
નહિ’–તો એમ કહેનારની દ્રષ્ટિ ભવ ઉપર અને ભવના કારણરૂપ વિકાર ઉપર જ પડી છે, પણ
કેવળજ્ઞાનના કારણરૂપ જ્ઞાયકસ્વભાવ ઉપર તેની દ્રષ્ટિ નથી, તે કેવળી ભગવાનનું નામ લઈને પણ
માત્ર ઊંધી દ્રષ્ટિને જ પોષી રહ્યો છે. તેમ જે જીવ એમ કહે છે કે “ભવિષ્યમાં દાનાદિ વડે પુણ્ય કરવા
માટે અત્યારે હું લક્ષ્મી મેળવી લઉં”–તો તે પણ પુણ્યના બહાને માત્ર મમતા જ પોષી રહ્યો છે, તેને
ખરેખર લક્ષ્મી ઉપરનો લોભ ઘટયો જ નથી. પાંચ લાખ મળ્‌યા છે એને વધારીને દસ લાખ કરું ને
પછી દાનમાં વાપરશું–એમ કહે છે, તો હે મૂઢ! અત્યારે પાંચ લાખ છે તેમાંથી તો એક લાખની
મમતા ઘટાડ! મમતા તો ઘટાડવી નથી ને ભવિષ્યમાં પુણ્ય કરવાની ઓથ લઈને તું ઊલટો મમતા
વધારે છે, તે તો તારો અવિવેક છે.
પ્રશ્ન:– લક્ષ્મી ભેગી કરવા પાછળ અમારો ભાવ તો એવો છે કે પછી ધર્માદામાં વાપરશું, એટલે
અમારી તો શુદ્ધવૃત્તિ છે!
ઉત્તર:–લક્ષ્મી વગેરે રળવાનો ભાવ પાપવૃત્તિ વગર આવે જ નહિ. શુદ્ધવૃત્તિ હોય તો લક્ષ્મી
વગેરે મેળવવાનો ભાવ હોય જ નહિ. જેમ નદીમાં પાણીનું પૂર આવે તેમાં ચારે કોરનો મેલ પણ
ભેગો જ આવે, તેમ લક્ષ્મીના ઢગલા ભેગા કરવાની વૃત્તિમાં પાપભાવ રહેલો જ છે. જો પાપનો
ભાવ પણ ન હોય–લોભકષાય ન હોય–તો, આત્માના હિત ખાતર તો ઉદ્યમ કેમ નથી કરતો? ને
લક્ષ્મી મેળવવા ખાતર કેમ ઉદ્યમ કરે છે? લક્ષ્મી ભેગી કરવા માટે ઉદ્યમ કરે છે–દિનરાત તેમાં
ઉપયોગ તો જોડે છે અને છતાં કહે છે કે અમને પાપભાવ નથી–તો તે તારી દુર્બુદ્ધિ છે. માટે હે ભાઈ!
સંતો તને હિતનો ઉપદેશ આપે છે કે આવો અવતાર મળ્‌યો તો હવે તારી બુદ્ધિને આત્માના
હિતકાર્યમાં જોડ....કાંઈક નિવૃત્તિ લઈને ચૈતન્યસ્વભાવ તરફનું વલણ કર...જેથી તારું હિત થાય.
તારા જીવનની એકેક ક્ષણ લાખેણી જાય છે, આત્માના હિત માટે તેનો ઉપયોગ કરીને તેને સફળ
બનાવ. જો ચૈતન્યના હિતની દરકાર ન કરી ને લક્ષ્મી ભેગી કરવામાં જ જીવન વીતાવ્યું તો તારો
આ અવતાર એળે ચાલ્યો જશે... ને સંસારમાં ફરીને અનંતકાળેય આવો અવસર નહિ મળે. આ
હિતનો મહા મોંઘો અવસર આવ્યો છે, માટે સાવધાન થઈને તારા હિતનો ઉદ્યમ કર.
ઈષ્ટોપદેશના પ્રવચનમાંથી.

PDF/HTML Page 6 of 21
single page version

background image
: આસો : ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૨૨૧ :
હિતનો ઉપદેશ
આ ઈષ્ટોપદેશ છે; આત્માનું હિત શેમાં છે તેનો આ ઉપદેશ છે. મોક્ષપદ આત્માને પરમ
હિતરૂપ છે, એ સિવાય બહારના સંયોગોમાં આત્માનું સુખ નથી.
અજ્ઞાની જીવો બહારના સંયોગોમાં સુખ માને છે; તેને અહીં સમજાવે છે કે અરે ભાઈ!
જો એ સંયોગોમાં સુખ હોત તો, તીર્થંકર–ચક્રવર્તી વગેરે મહાપુરુષોએ રાજ્યાદિ વૈભવને છોડીને
કેમ ચાલ્યા ગયા? તીર્થંકર જેવા મહાપુરુષો સંસારના અપાર વૈભવને છોડીને સાધુ થયા ને
આત્મસાધનામાં એકાગ્ર થયા; કેમકે તેમણે સંયોગમાં સુખ ન જોયું, આત્માના સ્વભાવમાં સુખ
જ છે એમ તેમણે જોયું. સંયોગમાં તો સુખ નથી, ને સંયોગ તરફના આશ્રયમાં પણ કયાંય સુખ
નથી, તેમાં આકુળતા જ છે. એક પ્રકારની આકુળતા ન મટે ત્યાં તો બીજી અનેક પ્રકારની
આકુળતા ઊભી થાય છે.
શિષ્ય પ્રશ્ન કરે છે કે–અનુકૂળ સંયોગો ચાલ્યા જાય ને પ્રતિકૂળતા આવે ત્યારે તો સુખ
નહિ, પરંતુ જ્યાં સુધી અનુકૂળ સામગ્રીનો સંયોગ રહે ત્યાં સુધી તો સુખ છે ને?
તેના ઉત્તરમાં આચાર્યદેવ કહે છે કે અરે ભાઈ! સંયોગ તરફની તુષ્ણા તે દુઃખની જ
જનેતા છે. ‘હું ચૈતન્યતત્ત્વ છું. મારામાં જ મારું સુખ છે’–એ ચૂકીને પર સંયોગમાં સુખબુદ્ધિ કરે
છે તે મૂઢતા છે ને તે મોટું દુઃખ છે. પોતાનું સુખ પરમાં કેમ હોય? આત્મવસ્તુ પોતે જ
સુખસ્વરૂપ છે, તેનું સુખ કયાંય બહારમાં નથી.
ચૈતન્યસંપદાને ચૂકીને અજ્ઞાની જીવ બહારની જડ સંપત્તિમાં સુખ માને છે, તે મૂઢતા છે.
ભાઈ, તારા આત્મામાં સર્વજ્ઞતા, અતીન્દ્રિય આનંદ વગેરે સિદ્ધભગવાન જેવો વૈભવ ભરેલો છે,
તેમાં જ તારું સુખ છે. તારા સ્વરૂપની સંપદા પાસે ચક્રવર્તીના રાજની સંપત્તિ પણ તુચ્છ છે.
માટે તારા સ્વરૂપની સંપદાને ઓળખીને તેની સન્મુખ થઈને તેનો ભોગવતો કર, તેમાં જ તારું
સુખ છે. પ્રભો! એક વાર અંદરમાં તો નજર કર. તારા આત્માનો વિશ્વાસ તો કર કે મારો
આત્મા જ સુખસ્વરૂપ છે, એમાં અંતર્મુખ થયે જ મારું હિત છે, એ સિવાય બહિર્મુખ વલણમાં
કયાંય મારું હિત નથી.
અનંતકાળે દુર્લભ એવું મનુષ્યજીવન, તેનો અલ્પકાળ છે, તે કાંઈ કાયમ રહેવાનું નથી.
પણ અજ્ઞાની–અવિવેકી જીવ માંડમાંડ મળેલા આ મનુષ્ય અવતારને વિષય–કષાય ખાતર
વેડફી નાખે છે, આત્માનું હિત કેમ થાય? ને જન્મ–મરણના દુઃખમાંથી જીવનો છૂટકારો કેમ
થાય–તેનો તે

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૨૨૨ : ‘આત્મધર્મ’ ૨૪૮૨ : આસો :
વિચાર પણ કરતો નથી.
અજ્ઞાની જીવ લક્ષ્મી વગેરે સામગ્રીમાં સુખ માને છે, અને લક્ષ્મી વગેરે મેળવવા પાછળ
કાળ ગુમાવે છે. લક્ષ્મી કેમ મળે અને કેમ વધે–એની જ ચિંતામાં જીવન વિતાવે છે. પણ લક્ષ્મી
પાછળ આ મનુષ્ય જીવનનો મોંઘો કાળ ચાલ્યો જાય છે–તેની તેને દરકાર નથી; એટલે
મનુષ્યજીવન કરતાં પણ તેને લક્ષ્મીની તૃષ્ણા તીવ્ર છે; લક્ષ્મી ખાતર જીવન ગુમાવી દ્યે છે, પણ
એટલો વિચાર નથી કરતો કે અરે! આ જીવન તો ચાલ્યું જાય છે, મેં મારું હિત શું કર્યું? મારું
હિત કેમ થાય–એવો ઉપાય કરું.
લક્ષ્મી વગેરે વિષયોની મમતા આડે મૂઢ જીવને કાંઈ સંકટ દેખાતું નથી. દસ વરસમાં દસ
લાખ રૂપિયા વધી ગયા–એમ દેખે છે,–પણ જીવનના દસ વર્ષ નકામા ચાલ્યાં ગયાં–એ એને
સૂઝતું નથી. વર્તમાન સગવડતાના પ્રેમ આડે એવો મૂર્છાઈ ગયો છે કે માથે અનંત
જન્મમરણનાં દુઃખો ઝઝૂમી રહ્યા છે–તેને દેખતો નથી. જેમ ચારે બાજુ ઘેરાયેલા ઘોર વનમાં
આગ લાગી હોય, વચ્ચે એક ઊંચા ઝાડ ઉપર ચડીને કોઈ માણસ તે જોતો હોય, ચારે કોર
સસલાં ને હરણિયાં વગેરે જીવો અગ્નિમાં ભળભળ કરતાં બળતાં હોય, ત્રાસથી ભયભીત જીવો
ચારે કોર દોડતા હોય...ત્યાં ઝાડ ઉપર બેઠેલો માણસ એમ વિચારે કે આ જંગલમાં બધા જીવો
આપદામાં છે.–એમ બીજાની આપદા દેખે છે પણ પોતાની આપદા દેખતો નથી. ચારે કોરથી વન
સળગતું સળગતું આવી રહ્યું છે ને હમણાં આ ઝાડને ભસ્મ કરી નાંખશે–એમ પોતાના ઉપર
આવી રહેલા સંકટને દેખતો નથી ને તેનાથી બચવાનો ઉપાય કરતો નથી. તેમ આ સંસારરૂપી
વન જન્મ–જરા–મરણનાં દુઃખોથી ચારે બાજુ સળગી રહ્યું છે, સંયોગ–વિયોગ ઉપરના રાગ–
દ્વેષથી જીવો દુઃખી દુઃખી થઈ રહ્યા છે...ત્યાં મૂઢ જીવ બીજાને લક્ષ્મી વગેરેનો વિયોગ થતો નજરે
જુએ છે, બીજાને મરતાં નજરે જુએ છે, એ રીતે બીજાના દુઃખને દેખે છે, પણ એવા જ દુઃખ
પોતાના ઉપર ઝઝૂમી રહ્યા છે.–તેને તે દેખતો નથી. લક્ષ્મી વગેરેના સંયોગથી પોતાને સુખી
માની બેઠો છે, તેને દુઃખ ભાસતું નથી. એવા જીવને સંબોધીને શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે
“લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ
નય ગ્રહો? વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો! એક પળ
તમને હવો.”
અરે જીવ! એક ક્ષણ વિચાર તો કર કે “હું જ્ઞાન–સ્વરૂપ આત્મા છું; બહારની કોઈ
ચીજથી મારું વધવાપણું નથી. સંયોગોની વૃદ્ધિથી મારી વૃદ્ધિ નથી, સંયોગી ચીજો જ મારાથી
જુદી છે. મારી વૃદ્ધિ તો મારા જ્ઞાન ને આનંદથી છે.” સંયોગના વધવાથી આત્માનું વધવાપણું
માનવું તે તો મનુષ્યદેહને હારી જવા જેવું છે.–ભાઈ! એક ક્ષણ અંતરમાં આવો વિચાર તો કર.
તારા જ્ઞાનસ્વરૂપ આત્મા સાથે આ સંયોગો એકમેક નથી. કાં તો તારા જીવતાં જ તને
છોડીને એ ચાલ્યા જશે, અને કાં તો મરણ ટાણે તું છોડીને ચાલ્યો જઈશ. માટે તેનાથી
ભિન્નતાનું ભાન કર. લક્ષ્મી–શરીર–સ્ત્રી આદિ સંયોગમાં સુખની માન્યતા છોડી દે, ને સુખ તો
મારા ચૈતન્યસ્વરૂપ આત્મામાં જ છે–એવી પ્રતીત કર. અંતરમાં સંયોગથી ભિન્નતાનો વિચાર કર
કે મારો આત્મા બધાયથી જુદો, એકલો જન્મ્યો ને એકલો મરશે, સંસારમાં પણ એકલો જ
રખડે છે ને સિદ્ધિ પણ એકલો જ પામે છે. આમ ભિન્નતાનું

PDF/HTML Page 8 of 21
single page version

background image
: આસો : ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૨૨૩ :
ભાન કરીને તારા આત્માના હિતનો ઉપાય વિચાર.
અરેરે! મારો આત્મા મૃત્યુના મુખમાં ઊભો છે, મૃત્યુના મુખમાં પડેલા આ જીવને
જગતમાં અન્ય કોઈ શરણભૂત નથી, મારા આત્મામાં શ્રદ્ધા–જ્ઞાન કરીને સ્થિર રહું તે જ મને
મૃત્યુના મુખમાંથી ઊગારનાર છે, તે એક શરણભૂત થાય તેમ નથી.–એકવાર આત્મામાં આવો
નિર્ણય કરે તો પણ કેટલી શાંતિ થઈ જાય! પોતાના હિતનો ઉપાય તેના હાથમાં આવી ગયો.
‘જેમ સંયોગોની અનુકૂળતામાં મારું સુખ નથી, તેમ ગમે તેવા પ્રતિકૂળ સંયોગો મને
દુઃખનું કારણ નથી. અનુકૂળ સંયોગમાં જેણે સુખ માન્યું તે પ્રતિકૂળમાં દુઃખી થયા વગર રહેશે
નહિ, કેમ કે તેનું વલણ જ સંયોગ તરફ છે. અનુકૂળ સંયોગ કંઈ કાયમ તો રહેતો નથી, સંયોગ
તો એક ક્ષણમાત્રમાં પલટી જશે, માટે તેના આશ્રયે આત્માની શાંતિ નથી. આત્માનો સ્વભાવ
પોતે સુખસ્વરૂપ છે તે નિરંતર રહેનાર છે, માટે તેના અવલંબને જ આત્માનું હિત અને શાંતિ
છે’–આમ પહેલાં હિતના ઉપાયની ખોજ કરીને તેને નિર્ણય કરવો જોઈએ.–આ રીતે સંતોનો
ઈષ્ટોપદેશ છે, સંતોએ હિતમાર્ગનો આવો ઉપદેશ આપ્યો છે.
અરે, મારું હિત શેમાં છે! અત્યાર સુધી મારું હિત મેં ન કર્યું ને મેં મારું અહિત જ કરીને
જીવન નકામું વિતાવ્યું, હવે મારું હિત કેમ થાય!–એમ અંતરમાંથી આત્માના હિત માટેની
જિજ્ઞાસા જાગવી જોઈએ. લક્ષ્મી વધી તેને મૂઢ પ્રાણી દેખે છે, પણ આયુષ્ય ઘટયું તેને તે દેખતો
નથી. જ્યાં મરણના ટાણાં આવશે ત્યાં લક્ષ્મી શરણરૂપ નહિ થાય, વૈદ્યો બચાવી નહિ શકે, કુટુંબી
કોઈ એક પગલુંય સાથે નહિ આવે, એ વખતે શરણભૂત તો તને તારો આત્મા જ થશે, તે જ તને
શાંતિ આપશે, તે જ તારી સાથે આવશે; માટે આત્મા શું ચીજ છે તેની ઓળખાણ કર.
(ઈષ્ટોપદેશ–પ્રવચનમાંથી)
લક્ષપૂર્વક પક્ષ
એકલો શાંત નિર્દોષ જ્ઞાનસ્વરૂપી આત્મા છે તેની દ્રષ્ટિ વગર બીજા લાખ પ્રકારે પણ
કલ્યાણ થતું નથી.
જેનાથી કલ્યાણ થાય છે એવા પોતાના આત્મસ્વભાવનું લક્ષ કરીને તેનો પક્ષ જીવે કદી
કર્યો નથી...અને જેના આશ્રયે કલ્યાણ નથી એવા રાગાદિ વ્યવહારનો પક્ષ કદી છોડયો નથી.
માટે સંતો કહે છે કે–
હે ભવ્ય! જો તારે તારું હિત કરવું હોય તો એ વ્યવહારનો પક્ષ છોડી દે......ને તારા
આત્મસ્વભાવને લક્ષમાં લઈને તેનો પક્ષ કર...તેના આશ્રયે તારું કલ્યાણ થશે.
આત્માર્થીને તો આ સાંભળતાં જ અંદર આત્માનો મહિમા ગરી જાય કે અહો! મારે
આવી ચૈતન્યવસ્તુનું અવલંબન જ કરવા જેવું છે......અંતરમાં લક્ષ બંધાઈ જાય–એટલે કે
જ્ઞાનના નિર્ણયમાં એક જ પ્રકાર આવી જાય કે આહા! આ એક જ મારું અવલંબન છે. જ્યાં
અંતરના લક્ષપૂર્વક આવો પક્ષ થાય ત્યાં પ્રયત્નની દિશા સ્વભાવ તરફ વળ્‌યા થયા વિના રહે જ
નહિ......એટલે કે આત્માના આશ્રયે અલ્પકાળમાં તેને સમ્યગ્દર્શન થાય જ.
(સ.ગા. ૧૧ ઉપરના પ્રવચનમાંથી.)

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૨૨૪ : ‘આત્મધર્મ’ ૨૪૮૨ : આસો :
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
(૨)
• અભોકતૃત્વશક્તિ •
જ્ઞાયકસ્વરૂપ આત્મામાં જેમ વિકારના અકર્તાપણારૂપ શક્તિ છે તેમ હર્ષ–શોકાદિ વિકારના
અભોક્તાપણારૂપ શક્તિ પણ છે. “સમસ્ત, કર્મથી કરવામાં આવેલાં, ને આત્માના જ્ઞાતૃત્વમાત્રથી જુદાં એવા
પરિણામોના અનુભવના ઉપરમસ્વરૂપ અભોકતૃત્વ શક્તિ છે.” જ્ઞાનને અંતરમાં વાળતાં જે અતીન્દ્રિય આનંદનો
ભોગવટો થયો તેમાં હર્ષ–શોકના ભોગવટાનો અભાવ છે. હર્ષ–શોકાદિ વિકારી ભાવોને કર્મથી કરવામાં આવેલા
કહ્યા તે જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિથી કહ્યું છે; અકર્તૃત્વશક્તિના વિવેચનમાં તેનો ઘણો ખુલાસો આવ્યો છે તે મુજબ
આ અભોકતૃત્વશક્તિમાં પણ સમજી લેવું.
પરલક્ષે હર્ષ–શોકના ભાવો થાય છે તેને અનુભવવાની એક સમયપૂરતી પર્યાયમાં લાયકાત છે, પણ
આત્માનો ત્રિકાળસ્વભાવ તો તે અનુભવથી રહિત છે. જો ત્રિકાળ–સ્વભાવ જ તેવો હોય તો તે વિકારના
વેદનથી છૂટીને અંર્તઅનુભવના નિર્વિકાર આનંદનું વેદન થઈ શકે નહીં. તે ઉપરાંત અહીં તો પર્યાયને ભેળવીને
એવી વાત છે કે, પર્યાયમાં જેને એકાંત હર્ષ–શોકનું જ વેદન છે ને તેનાથી પાર જ્ઞાયકસ્વભાવનું વેદન જરાપણ
નથી, તેને આત્માની અભોકતૃત્વશક્તિની શ્રદ્ધા થઈ જ નથી. સાધકને, અલ્પ–હર્ષાદિ વખતે પણ તેનાથી ભિન્ન
જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ વર્તે છે એટલે એકલા હર્ષાદિનું જ વેદન તેને નથી પણ દ્રષ્ટિના બળે હર્ષશોકના
અભાવરૂપ જ્ઞાયકસ્વભાવનું વેદન પણ તેને વર્તે જ છે; એ રીતે તેને અભોક્તાશક્તિનું નિર્મળ પરિણમન શરૂ
થઈ ગયું છે.
આત્માથી ભિન્ન એવા શરીર, પૈસા, સ્ત્રી, અન્ન, વસ્ત્ર, રોગ વગેરે પર પદાર્થને ભોગવવાનું તો આત્માના
સ્વરૂપમાં કદી છે જ નહિ. પરનો ભોગવટો કરવાનું અજ્ઞાની માને છે તે તો તેની માત્ર ભ્રમણા છે, તે કાંઈ પરને
નથી ભોગવતો, પણ પર તરફના વલણથી હર્ષ–શોકના ભાવ કરીને અજ્ઞાનભાવથી માત્ર તેને જ ભોગવે છે.
અહીં અભોક્તૃત્વશક્તિમાં તો આચાર્યદેવ એમ સમજાવે છે કે તે હર્ષ–શોકના ભાવો પણ આત્માના
જ્ઞાયકસ્વભાવથી જુદા છે તેથી તેને ભોગવવાનો પણ આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો
જ્ઞાયકસ્વભાવમાં એકાગ્ર થઈને પોતાના વીતરાગીઆનંદને ભોગવવાનો છે.
• આત્માના દ્રવ્યમાં ગુણમાં કે પર્યાયમાં કયાંય પરનો તો ભોગવટો છે જ નહિ.
• હર્ષ–શોક–ચિંતા વગેરેનો ભોગવટો આત્માના દ્રવ્ય–ગુણમાં નથી, માત્ર અજ્ઞાનદશામાં એક
સમયપૂરતો છે.
• અને, વિકારના અભોક્તાસ્વરૂપ એવા ત્રિકાળી દ્રવ્ય–

PDF/HTML Page 10 of 21
single page version

background image
: આસો : ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૨૨૫ :
ગુણ તરફ વળતાં, પર્યાયમાંથી હર્ષ–શોકનું ક્ષણિક ભોક્તાપણું છૂટી જાય છે, એટલે દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેથી
આત્મા સાક્ષાત્ અભોક્તા થઈ જાય છે.
પરવસ્તુનો ભોગવટો આત્માને નથી; જેમ શરીર–સ્ત્રી–ભોજન વગેરે અનુકૂળ સંયોગને આત્મા નથી
ભોગવતો, તેમ શરીર કપાય, રોગ થાય ઈત્યાદિ પ્રતિકૂળસંયોગને પણ આત્મા નથી ભોગવતો. માત્ર હર્ષ–શોક
કરીને વિકારને ભોગવે છે. અને તે હર્ષ–શોક વખતે પરવસ્તુ નિમિત્ત છે તેથી ‘આત્મા પરને ભોગવે છે’ એમ
પણ ઉપચારથી કહેવામાં આવે છે. ખરેખર તો પરને ભોગવવાના ભાવ કરે છે ને પોતાના તે વિકારી ભાવને જ
ભોગવે છે. અને અહીં તો એથી પણ સૂક્ષ્મ અંર્તસ્વભાવની વાત છે કે વિકારને પણ ભોગવવાનો આત્માનો
સ્વભાવ નથી. શરીર કપાય તેનું વેદન આત્માને નથી, અને તે તરફના અણગમાનું વેદન કરવાનો પણ
આત્માનો સ્વભાવ નથી, જ્ઞાયકસ્વભાવનું વેદન કરવાનો આત્માનો સ્વભાવ છે. અજ્ઞાની કહે છે કે ‘અરેરે, કર્યાં
કર્મ ભોગવવાં પડે!’–પણ અહીં કહે છે કે અરે ભાઈ! તું તારા જ્ઞાયકસ્વભાવ તરફ વળ તો...કર્મ તરફનું વેદન
તને રહે નહિ. જ્ઞાયકસ્વભાવ તરફ વળીને તેનું વેદન જે નથી કરતો તે જ વિકારનો ભોક્તા થઈને ચાર ગતિમાં
રખડે છે. આત્માના લક્ષે કાંઈ હર્ષ–શોકનું વેદન થતું નથી, કેમકે આત્માનો સ્વભાવ વિકારના ભોગવટાથી રહિત
છે; હર્ષ–શોક તે આત્માના જ્ઞાતાભાવથી જુદા છે. કર્મ તરફના વલણવાળો જીવ જ હર્ષ–શોકનો ભોક્તા થાય છે
માટે તેને કર્મનું જ કાર્ય કહ્યું છે, એટલે કે તે આત્માના સ્વભાવનું કાર્ય નથી, આત્મસ્વભાવ તો તેનો અભોક્તા
છે–એમ બતાવ્યું છે. આત્મા પોતાના સ્વભાવ તરફ વળીને પોતાની અનંત શક્તિઓની નિર્મળતાનો અનુભવ
કરે એવો છે, પણ વિકારનો કે પરનો અનુભવ કરે એવો ખરેખર આત્મા નથી. આત્માના સ્વભાવ સાથે જે
પરિણતિ અભેદ થઈ તે તો આત્મા છે, પણ જે પરિણતિ વિકારના જ અનુભવમાં રોકાય તેને આત્મા કહેતા
નથી કેમકે તેમાં આત્માની પ્રસિદ્ધિ નથી.
ઉનાળામાં શીખંડ–પુરી ખાઈને બંગલાના બગીચામાં હવા ખાતો બેઠો હોય ને પોતાને સુખી–સુખી
માનતો હોય, ત્યાં તે આત્મા શીખંડ કે બગીચા વગેરેને તો ખરેખર ભોગવતો નથી, અને તેમાં સુખની
કલ્પનાનો જે સાતાભાવ છે તેને પણ ભોગવવાનો આત્માનો સ્વભાવ નથી; તેમજ, બગીચામાં બેઠો હોય ત્યાં
કોઈ આવીને માથું કાપી નાંખે ને તેથી પોતાને દુઃખી–દુઃખી માને ત્યાં પણ તે સંયોગને આત્મા નથી ભોગવતો,
ને દુઃખરૂપ જે અસાતાભાવ છે તેને પણ ભોગવવાનો તેનો સ્વભાવ નથી. હર્ષ–શોકના ભોગવટા વગરનો,
જ્ઞાયક રહેવાનો આત્માનો સ્વભાવ છે. અહો, આવા અભોક્તાસ્વભાવને લક્ષમાં લ્યે તો ગમે તે સંયોગમાં પણ
જીવને પોતાની શાંતિનું વેદન છૂટે નહિ. સ્વભાવને ભૂલીને, બહારની વસ્તુથી મને ઠીક–અઠીક પડે ને તેનાથી
મને સુખ–દુઃખ થાય–એવી માન્યતા તે સંસારનું મૂળ છે. શાસ્ત્રમાં કહે છે કે અજ્ઞાનીને જે અનંતું દુઃખ છે તે તો
વાસ્તવિક દુઃખ જ છે, પરંતુ તે પોતાને જે સુખ માને છે તે તો માત્ર કલ્પના જ છે. સુખ જ્યાં ભર્યું છે એવા
જ્ઞાનસ્વભાવના અનુભવ વગર વાસ્તવિક સુખનું વેદન હોય જ નહિ. આત્માના સ્વભાવમાં જે વાસ્તવિક સુખ
ભર્યું છે તેનું વેદન કેમ થાય, ને અનાદિનું વિકારનું વેદન કેમ ટળે–તે અહીં બતાવે છે.
શરીર, લક્ષ્મી, મોટર વગેરે જડ વસ્તુ આત્માને સુખ આપે,–તો એનો અર્થ એ થયો કે આત્મા કરતાં તે
જડ વસ્તુ વધી ગઈ! આત્મામાં તો સુખ નથી ને જડ તેને સુખ આપે છે–એમ માનનાર મૂઢ જીવ કદી પણ જડ
તરફનું વલણ છોડીને આત્મા તરફ વળશે નહીં, એટલે તે સંસારમાં જ રખડશે. જડમાં તો કયાંય મારું સુખ નથી,
ને જડ તરફના વલણથી હર્ષાદિની લાગણી થાય તેમાં પણ મારું સુખ નથી, સુખ તો મારા સ્વભાવમાં છે ને તે
સ્વભાવમાં અંતર્મુખ વલણથી જ મને મારા સુખનું વેદન થાય છે–એમ જ્ઞાની જાણે છે, એટલે સંયોગ તરફનું
વલણ સંકોચીને, સ્વભાવમાં અંતર્મુખ થઈને, અતીન્દ્રિય સુખનું વેદન કરતાં કરતાં પરમ સિદ્ધપદને પામે છે.
જુઓ, આ કોઈ સાધારણ ઉપરછલ્લી વાત નથી, આ તો આત્માના અંર્તસ્વભાવની અપૂર્વ વાત છે,
એકવાર આ વાત સમજે તો અનંતકાળનું ભવભ્રમણ અટકી

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૨૨૬ : ‘આત્મધર્મ’ ૨૪૮૨ : આસો :
જાય, આ સમજતાંવેંત જ અંતરમાં ઘણી વીતરાગી શાંતિ થઈ જાય. શાંતિનો ને દુઃખથી છૂટવાનો ઉપાય તો આ
જ છે, બીજા કોઈ ઉપાયે જીવને શાંતિ થાય તેમ નથી. આ શરીરમાં કોઈ ભક્તિથી ચંદન ચોપડે કે દ્વેષથી કોઈ
તેને કાપે, મીઠો રસ હો કે કડવો રસ હો, સુગંધ હો કે દુર્ગંધ હો, સારું રૂપ હો કે કાળુંકૂબડું શરીર હો, કોઈ પ્રશંસા
કરો કે કોઈ નિંદા કરો, –પણ જ્ઞાની જાણે છે કે તે બધા ય મારાથી ભિન્ન છે, હું તે કોઈનો ભોક્તા નથી, ને તેમાં
જરાક હર્ષ–શોક થાય તે પણ મારા જ્ઞાયકસ્વભાવી આત્માથી જુદા છે, તેથી તેનો પણ હું ખરેખર ભોક્તા નથી,
હું તો જ્ઞાયક જ છું.–આવી જ્ઞાયકદ્રષ્ટિમાં વીતરાગતાનું ઘણું જોર છે. એક સમયની જે વિકારદશા છે તે અંતરના
સ્વભાવમાં ગોતવા જાય તો મળે તેમ નથી, માટે સ્વભાવની દ્રષ્ટિમાં આત્મા તેનો અકર્તા ને અભોક્તા જ છે.–
આ નાસ્તિથી કહ્યું, અસ્તિથી કહીએ તો આત્મા પોતાના નિર્વિકારી અનુભવનો કર્તા–ભોક્તા છે. આવી
અંર્તસ્વભાવની દ્રષ્ટિ વગર અજ્ઞાનીજીવ કદાચ પૂર્વે કહ્યા તે પ્રસંગોમાં શુભ–રાગથી સમતા રાખે, પણ તે
સમતાના શુભપરિણામના ભોગવટામાં જ અટકી જાય છે ને તેને જ વાસ્તવિક સુખ માને છે, આત્માના
અભોક્તાસ્વભાવની કે અતીન્દ્રિય–સુખની તેને ખબર નથી.
આત્માનો અભોક્તાસ્વભાવ સમજે તો વિકારના ભોગવટા રહિત જ્ઞાન–આનંદસ્વભાવની શ્રદ્ધાથી
સમ્યગ્દર્શન થાય, ને પછી તે સ્વભાવમાં જેમ જેમ લીનતા થતી જાય તેમ તેમ વિકારનું ભોક્તાપણું પણ
છૂટતું જાય. જેમકે મુનિદશામાં આત્મસ્વભાવમાં લીનતાથી એટલું બધું અભોક્તાપણું પ્રગટી ગયું છે કે, ત્યાં
શરીર ઉપર વસ્ત્ર કે બે વખત આહાર–ઈત્યાદિ ભોગવટાનો ભાવ રહ્યો જ નથી; ને કેવળજ્ઞાન થતાં તો પૂરું
અભોક્તાપણું પ્રગટી ગયું, ત્યાં આહારાદિનો ભોગવટો સર્વથા હોતો જ નથી. પહેલેથી જ અભોક્તાપણું
સાધતાં સાધતાં ત્યાં પૂરું થઈ ગયું છે. છતાં મુનિને વસ્ત્રની વૃત્તિ કે કેવળીભગવાનને આહાર ઈત્યાદિ જે
માને છે તેને ખબર નથી કે કઈ ભૂમિકાએ કેવું અભોક્તાપણું પ્રગટે! અને પોતાની દશામાં પણ જરાય
અભોક્તાપણું તેને થયું નથી.
અરે જીવ! તારો આત્મા તો આનંદની ખાણ...તેને આ વિકારનો કે વિષયોનો ભોગવટો ન હોય. તારા
જ્ઞાયક–સ્વભાવના આનંદનો ભોગવટો છોડીને, અનાદિથી આ વિકારરૂપ વિષયોના ભોગવટા કરી કરીને તારું
જ્ઞાનાનંદ–શરીર ક્ષીણ થઈ ગયું.....માટે ભાઈ! હવે તે વિકારનો ભોગવટો કરવામાં રાજી ન થા, ને તારા
જ્ઞાનાનંદસ્વરૂપને સંભાળ. વિકારનો ભોક્તા થવામાં તારું આનંદશરીર હણાય છે, માટે તે ભોગવટો છોડ; વિકાર
તારા જ્ઞાનસ્વભાવથી જુદા છે, તેને ભોગવવાનો તારો સ્વભાવ નથી. માટે અંતરમાં લક્ષ કરીને તારા
જ્ઞાયકસ્વભાવના અતીન્દ્રિય આનંદનો ભોગવટો કર.
આબરૂ ખાતર બહારમાં લોકોના મત મેળવવા ચૂંટણીમાં માણસો કેવી દોડધામ કરે છે!–પણ પોતે
પોતાના આત્માનો મત મેળવવા પ્રયત્ન કરતા નથી. આત્માનો મત મેળવે તો મુક્તિનું પદ મળે. બહારનાં
રાજપદ કે પ્રધાનપદ તે તો બધું ધૂળધાણી જેવું છે, તેમાં કાંઈ આત્માનું હિત નથી, તે ખરેખર આત્માનું પદ નથી;
છતાં તેને માટે કેટલા ઝાંવા નાંખે છે! જો અંર્તદ્રષ્ટિથી આત્માને રાજી કરીને તેનો મત મેળવે તો ત્રણ લોકમાં
પ્રધાન–ઉત્કૃષ્ટ એવું સિદ્ધપદ મળે. આત્માનો મત કઈ રીતે મળે? જેવો આત્માનો સ્વભાવ છે તેવો અભિપ્રાયમાં–
મતિમાં લ્યે તો આત્માનો મત મળે. પણ જેવો સ્વભાવ છે તેવો ન માનતાં તેનાથી વિરુદ્ધ માને તો તેને
આત્માનો મત મળે નહિ, ને તેને સિદ્ધપદ થાય નહિ. એકલા વિકારને જ ભોગવવા ઉપર જેની દ્રષ્ટિ છે તેની
મતિમાં આત્મા આવ્યો જ નથી, એટલે આત્માનો મત તેનાથી વિરુદ્ધ છે, તે જીવ મિથ્યામતિથી સંસારમાં રખડે
છે; એક સમયના વિકારના ભોગવટાથી રહિત આખો જ્ઞાનાનંદસ્વભાવ હું છું–એમ અંર્તસ્વભાવની દ્રષ્ટિ કરતાં
જે સમ્યક્મતિ થઈ તેમાં આત્મા આવ્યો છે, તેને આત્માનો મત મળ્‌યો એટલે કે સમ્યક્દર્શન થયું, અને તેના
ફળમાં ત્રિલોકપૂજ્ય એવું સિદ્ધપદ તેને મળશે.
લોકો કહે છે કે ‘આપણો દેશ ગુલામ છે, ગુલામને ધર્મ થાય નહિ, માટે ગુલામીની જંજીર તોડી
નાંખો.....’

PDF/HTML Page 12 of 21
single page version

background image
: આસો : ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૨૨૭ :
તેને કહે છે કે અરે ભાઈ! ગુલામને ધર્મ ન થાય એ વાત ખરી પણ ગુલામીનો અર્થ શું તેની તને ખબર નથી.
મારા આત્માને ધર્મ કરવા માટે પરસંયોગની જરૂર પડે એવી જે પરાધીનતાની બુદ્ધિ તે જ ગુલામી છે, ને એવા
પરાધીનબુદ્ધિવાળા ગુલામને ધર્મ થતો નથી; કેમકે તેણે પોતાના આત્માને સ્વતંત્ર ન માન્યો પણ દેશ વગેરે
પરસંયોગોનો ગુલામ માન્યો. જ્ઞાની તો જાણે છે કે હું તો જ્ઞાયકસ્વભાવ છું, હું સંયોગનો ગુલામ નથી, મારો ધર્મ
સંયોગોને આધીન નથી પણ જ્ઞાયક–સ્વભાવના આધારે જ મારો ધર્મ છે. દેશ ગરીબ કે પરાધીન હોય તો હું
મારા આત્માનો ધર્મ ન કરી શકું એવી પરાધીનતા મારામાં નથી. દેશ સ્વાધીન હો કે પરાધીન, ગમે ત્યારે પણ
મારા જ્ઞાયકસ્વભાવના આશ્રયે હું મારા આત્માનો ધર્મ (સમ્યક્–શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર) કરી શકું છું. ખરેખર તો
અનંત ગુણોની વસતીથી ભરેલો અસંખ્યપ્રદેશી આત્મા જ મારો સ્વ–દેશ છે, એનાથી બહારનો બીજો દેશ મારો
નથી, તે તો મારા માટે પર–દેશ છે. અહીં તો કહે છે કે વિકારી ભાવ પણ જ્ઞાયકસ્વભાવી આત્માથી પર છે, તેને
પણ ભોગવવાનો આત્માનો સ્વભાવ નથી, તો પછી લક્ષ્મી વગેરે બહારના પદાર્થોની શી વાત?
પ્રશ્ન:–કાર્તિકસ્વામીએ દ્વાદશાનુપ્રેક્ષામાં (ગાથા ૧૨માં) તો કંજૂસને લક્ષ્મી ભોગવવાનું કહ્યું છે! અને
અહીં કહો છો કે આત્મા તેનો અભોક્તા છે, એ કઈ રીતે?
ઉત્તર:–ત્યાં તો જે જીવ લક્ષ્મીની લોલુપતાથી તીવ્ર લોભ પરિણામમાં ડુબેલો છે તેને મમત્વ પરિણામ
કાંઈક ઓછા કરાવવા માટે લક્ષ્મી ભોગવવાનું કહ્યું છે. લક્ષ્મીનો સંયોગ અધુ્રવ જાણીને તે પ્રત્યેના મમત્વ
પરિણામ કાંઈક ઘટાડે ને કાંઈક વૈરાગ્ય પરિણામ કરે–તે માટે ત્યાં ઉપદેશ છે.–પરંતુ એટલા માત્રથી કાંઈ ધર્મ
થઈ જાય–એમ ત્યાં નથી બતાવવું. અહીં તો આત્માને ધર્મ કેમ થાય તેની વાત છે, એટલે આત્માનો મૂળસ્વભાવ
શું છે તે બતાવે છે. આત્મા પરનો અભોક્તા છે એ વાત લક્ષમાં રાખીને ત્યાં નિમિત્તથી ઉપદેશ છે–એમ સમજવું.
આત્માના સ્વભાવની સન્મુખ થતાં વિકારનો પણ અનુભવ નથી રહેતો, તો પછી શરીર વગેરેના
ભોગવટાની શી વાત? શરીરમાં રોગ થાય ત્યાં અજ્ઞાનીને એમ થઈ જાય છે કે “હાય! હાય! હવે મારું મરણ
થઈ જશે!” પણ અરે ભાઈ! કોણ મરે? આ શરીર તો તારાથી જુદું જ અત્યારે છે, શરીરના રોગનો ભોગવટો
તને નથી, માટે શરીરબુદ્ધિ છોડ, ને અવિનાશી ચૈતન્યસ્વભાવને લક્ષમાં લે, તો તને મરણની બીક ટળી જાય. દેહ
છૂટે તેથી કાંઈ આત્મા મરી જતો નથી. શું સૂર્ય મરે છે? ચંદ્ર મરે છે? નક્ષત્રો મરે છે? જગતમાં પરમાણુ મરે છે?
જીવ મરે છે?–એ કોઈનું મરણ થતું નથી. જગતમાં અનાદિથી જેટલા જીવો છે ને જેટલા પરમાણુઓ છે તેટલા ને
તેટલા જ સદાય રહે છે, તેમાંથી એક પણ જીવ કે એક પણ પરમાણુ કદી ઓછો થતો જ નથી. આત્મા ત્રિકાળ
પોતાના જ્ઞાનસ્વભાવે જીવતો જ છે; વિકાર એક ક્ષણ પૂરતો જ છે, તેનું બીજી ક્ષણે મરણ (અભાવ) થઈ જાય
છે. માટે તે વિકારના અનુભવની બુદ્ધિ છોડ ને આત્માના જ્ઞાનસ્વભાવનો અનુભવ કર, તો મરણ રહિત એવી
સિદ્ધદશા પ્રગટે. આ સિવાય વિકારના ભોગવટાની ઊંધી દ્રષ્ટિમાં તો અનંત મરણ કરાવવાની તાકાત પડી છે.
કાળકૂળ સર્પનું ઝેર તો એકવાર મરણ કરે (–અને તે પણ આયુષ્ય ખૂટ્યું હોય તો), પરંતુ ઊંધી દ્રષ્ટિરૂપ
મિથ્યાત્વનું ઝેર તો સંસારમાં અનંત મરણ કરાવે છે. માટે હે જીવ! અનંત ચૈતન્યશક્તિથી ભરેલા તારા
અમૃતસ્વરૂપ આત્માને ઓળખીને તેના અનુભવનો ઉદ્યમ કર, તે જ અનંત મરણથી આત્માને ઉગારનાર છે.
જરાક પ્રતિકૂળતા આવે કે ચિંતા થાય ત્યાં તો, અરેરે! મારો આત્મા ચિંતાના ગંજથી ઘેરાઈ ગયો–એમ
અજ્ઞાનીને લાગે છે......તેને જ્ઞાની કહે છે કે અરે ભાઈ! ચિંતાથી ઘેરાઈ જાય એવો તારા આત્માનો સ્વભાવ
નથી, તારા આત્મામાં અભોક્તાસ્વભાવ છે કે ચિંતાના પરિણામને તે ન ભોગવે........માટે તું મૂંઝા
નહીં.......ચિંતાના અભોક્તા એવા તારા જ્ઞાયકસ્વભાવને લક્ષમાં લે. જ્ઞાનસ્વભાવના લક્ષે તને જ્ઞાતાપરિણામના
અનાકુળ આનંદનું વેદન થશે, તે આનંદના જ ભોક્તા થવાનો તારો સ્વભાવ છે. જ્ઞાનીને ય કોઈ વાર
ચિંતાપરિણામ થાય, પણ આવા આનંદસ્વભાવના વેદનની અધિકતામાં તેમને ચિંતાની અધિકતા

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૨૨૮ : ‘આત્મધર્મ’ ૨૪૮૨ : આસો :
કદી થતી નથી એટલે તેમને મૂંઝવણ થતી નથી, શંકા થતી નથી. માટે ખરેખર તે ચિંતાના કે હર્ષના ભોક્તા
નથી, તેનું ભોક્તાપણું તેમને વિરમી ગયું છે; તેમને તો આનંદનું ભોક્તાપણું છે.
વળી હર્ષશોકના જે પરિણામ છે તે જ્ઞાતાપરિણામથી જુદા જ છે, એટલે જ્ઞાની તેનો ભોક્તા નથી પણ
જ્ઞાતા જ છે. તેને હર્ષ–શોકના અલ્પ પરિણામ થાય છે તેમાં તે તન્મય નથી થતો; જો તેમાં તન્મય થઈ જાય તો
તેનું અભોક્તાપણું રહેતું નથી, એટલે કે મિથ્યાત્વ થઈ જાય છે. અજ્ઞાની હર્ષ–શોક વગેરેમાં તન્મય થઈને તેને જ
ભોગવે છે, તેનાથી જુદા જ્ઞાનસ્વભાવનું જરાપણ વેદન તેને રહેતું નથી.
ક્ષણિક વિકાર જેટલો જ પોતાને માનીને તેનો જ જે ભોક્તા થાય છે તે જીવ અનંતધર્મોના પિંડરૂપ
અનેકાન્તસ્વભાવમાંથી ખસીને એકાંત તરફ ઢળ્‌યો છે એટલે એકાંત અશુદ્ધઆત્મા જ તેને ભાસે છે. ક્ષણિક
વિકારના ભોગવટા જેટલો આત્મા નથી પણ ત્રિકાળ તેનો અભોક્તા છે એટલે કે જ્ઞાન–આનંદ વગેરે
અનંતશક્તિનો પિંડ આત્મા છે–એમ અનેકાંતસ્વરૂપ–અનંતશક્તિનો પિંડ આત્મા બતાવીને, અજ્ઞાનીને એકાંત
બુદ્ધિ છોડાવીને આત્માના સ્વભાવમાં લઈ જવાની આ વાત છે. ભાઈ, તું તારી આત્મશક્તિનો વિશ્વાસ કર,
તારી શક્તિ નાની (ક્ષણિક વિકાર જેવડી) નથી, તારી શક્તિ તો મોટી છે, અનંત–શક્તિથી તારો આત્મા મહાન
છે, વિકારનો અભોક્તા થઈને સ્વભાવની શાંતિનો ભોગવટો કરવાની તારામાં શક્તિ છે; તારામાં જ આવી
શક્તિ છે તો બીજાની તારે શી જરૂર છે? માટે તું તારી શક્તિનો વિશ્વાસ કર, તો તે શક્તિના અવલંબને શાંતિ
પ્રગટે ને અશાંતિનું વેદન છૂટી જાય. તારી શક્તિના અવિશ્વાસને લીધે જ તું બહારમાં ભટકીને સંસારમાં રખડયો
છે. તને પોતાને તારી શક્તિનો વિશ્વાસ ન આવે તો બીજું કોઈ તને શાંતિ આપી શકે તેમ નથી કેમકે તારી
શાંતિ બીજા પાસે નથી.
બહારમાં અનુકૂળ–પ્રતિકૂળ સંયોગ–વિયોગ આવે ત્યાં હર્ષશોક કરીને તેના વેદનમાં અજ્ઞાની એવો
એકાકાર થઈ જાય છે કે તેનાથી ભિન્ન આત્માનું અસ્તિત્વ જ ભૂલી જાય છે. જરાક પ્રતિકૂળતાની ભીંસ આવે
ત્યાં તો જાણે આત્મા ખોવાઈ જ ગયો. પણ અરે ભાઈ! એવા સંયોગ–વિયોગ સંસારીને ન આવે તો શું સિદ્ધને
આવે? સિદ્ધ ભગવાનને સંયોગ–વિયોગ કે હર્ષ–શોક ન હોય. નીચલી દશામાં તો તે હોય.–પરંતુ તે હોવાં છતાં,
હું તો તેનાથી ભિન્ન જ્ઞાનસ્વભાવી સિદ્ધસમાન છું, જેમ સિદ્ધભગવાનનો આત્મા સંયોગ–વિયોગથી ને હર્ષ–
શોકથી અત્યંત જુદો છે તેમ મારો આત્મસ્વભાવ પણ સંયોગ–વિયોગથી ને હર્ષ–શોકથી જુદો છે, મારો
નિજભાવ તો જ્ઞાનમાત્ર જ છે–એમ શુદ્ધઆત્માને ધ્યેયરૂપે રાખીને તેના તરફ વલણ કરે તો તેનું પરિણમન
સિદ્ધદશા તરફ થયા કરે, તેને વિકારનું વેદન ક્ષણે ક્ષણે ટળતું જાય ને સિદ્ધભગવાન જેવા અતીન્દ્રિય આનંદનું
વેદન ખીલતું જાય.–આવી સાધક દશા છે, ને આ જ ધર્મ છે.
આત્માની શક્તિઓનું આ વર્ણન ચાલે છે; આ શક્તિઓના વર્ણન દ્વારા આત્માનો સ્વભાવ બતાવવો
છે. આ બાવીસમી શક્તિમાં કહે છે કે સમસ્ત કર્મ તરફના ભાવોનો આત્મા અભોક્તા છે. જુઓ, કર્મની
૧૪૮ પ્રકૃતિમાંથી ઘાતિકર્મો, વેદનીય, ગોત્ર તેમ જ તીર્થંકર–નામકર્મ વગેરે ૭૮ પ્રકૃતિઓને “જીવવિપાકી”
ગણી છે, અને અહીં કહે છે કે જીવ તેનો અભોક્તા છે. ત્યાં ગોમટ્ટસાર વગેરેમાં તો જીવની તે તે પ્રકારની
અશુદ્ધપર્યાય સાથેનો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ બતાવવા કથન છે, અને અહીં જીવનો શુદ્ધસ્વભાવ બતાવવો
છે. જીવના શુદ્ધ જ્ઞાયકસ્વભાવમાં વિકારનો કે કર્મનો પાક છે જ નહિ, જીવના સ્વભાવમાં તો જ્ઞાનને
આનંદનો જ વિપાક થાય છે.
સાતમી નરકમાં કોઈને સમકિત થાય તે પણ એમ નિઃશંક જાણે છે કે આ નરકના સંયોગનો કે તે
તરફના અસાતાભાવનો ભોગવટો મારા જ્ઞાયકસ્વભાવમાં નથી; એ જ પ્રમાણે સવાર્થસિદ્ધિમાં રહેલા જીવો પણ
તે અનુકૂળ સંયોગથી કે તે તરફના સાતાભાવના વેદનથી પોતાના જ્ઞાયકસ્વભાવને જુદો જ અનુભવે છે.
જુઓ ભાઈ! બહારના સંયોગ–વિયોગનો પ્રેમ છોડીને

PDF/HTML Page 14 of 21
single page version

background image
: આસો : ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૨૨૯ :
આત્માના સ્વભાવનો પ્રેમ કરવો જોઈએ. જેનો પ્રેમ હોય તે તરફ વલણ જાય. જેને આત્માનો ખરો પ્રેમ હોય
તેને આત્મા ન સમજાય એમ બને નહિ. આત્મસ્વભાવનો પ્રેમ કરીને તેના શ્રદ્ધા જ્ઞાન ને અનુભવ કરવા તે જ
અનંતમરણથી આત્માને ઉગારનાર છે.
ઉપરાઉપરી દીકરી જન્મે ત્યાં ખેદ કરે, ને દીકરો જન્મે ત્યાં હર્ષ કરે...પણ અહીં કહે છે કે તે દીકરી કે
દીકરાનો ભોગવનાર તો આત્મા નથી, ને તે તરફના શોક કે હર્ષના પરિણામને ભોગવવાનો પણ તારો સ્વભાવ
નથી. એનાથી પાર તારું જ્ઞાયકસ્વરૂપ છે, તે સ્વરૂપને શ્રદ્ધામાં લે તો તારા આત્મામાં અતીન્દ્રિયઆનંદરૂપી
પુત્રનો જન્મ થાય. તે અતીન્દ્રિયઆનંદનો ભોગવટો કરવાનો આત્માનો સ્વભાવ છે.
તંબૂરના તારનો ઝણઝણાટ કરીને ભગવાનની ભક્તિ કોઈ કરતું હોય, ત્યાં અજ્ઞાનીને એમ લાગે કે
વાહ! આ ભક્તિથી આને ધર્મ થશે ને તીર્થંકર નામકર્મ બંધાઈ જશે.–પણ એને ભાન નથી કે રાગ તે ધર્મ નથી;
અને સમ્યગ્દર્શન વગરના એકલા રાગથી કોઈને તીર્થંકર નામકર્મ બંધાય નહીં. જેને સમ્યગ્દર્શન નથી ને રાગના
ભોગવટામાં જ લીન થઈ રહ્યો છે એ તો મૂઢ છે, એવા જીવને કદી તીર્થંકર નામકર્મ બંધાતું નથી. સમકિતી
ધર્માત્મા રાગના વેદનને આત્માના સ્વભાવથી જુદું જાણે છે. આત્માના જ્ઞાયકભાવના વેદનની અને રાગના
વેદનની જાત અત્યંત જુદી છે–એમ તે જાણે છે, એટલે રાગના વેદનમાં તે કદી એકાકાર થતા નથી, સ્વભાવના
વેદનમાં એકાકાર થતા જાય છે ને રાગનું વેદન છૂટતું જાય છે.–આવું આત્માની અભોકતૃત્વશક્તિનું પરિણમન
તેને ઉલ્લસે છે.
એ રીતે અભોક્તૃત્વશક્તિનું નિર્મળ પરિણમન થતાં થતાં જ્યાં કેવળજ્ઞાન અને પરિપૂર્ણ આનંદનો
ભોગવટો પ્રગટયો ત્યાં હર્ષ–શોકનું ભોક્તાપણું જરા ય જ રહ્યું, તેમજ આહારાદિના ભોક્તાપણામાં નિમિત્ત થાય
એવું અશુદ્ધપણું ભગવાનને ન રહ્યું. અતીન્દ્રિયઆનંદનો પૂર્ણ ભોગવટો થઈ જવા છતાં કેવળીપ્રભુને આહારાદિનું
નિમિત્ત ભોક્તાપણું પણ હોય–એમ જે માને છે તેને કેવળી ભગવાનની અભોક્તૃત્વદશાનું કે પૂર્ણ આનંદનું ભાન
નથી, અને પોતાના આત્માના અભોક્તાપણાની પણ તેને ખબર નથી. અરે, ભગવાનને પૂર્ણ આનંદ પ્રગટી
ગયો ત્યાં આહાર કેવો? પૂર્ણ આનંદ હોય ત્યાં આહાર ન જ હોય; હજી કે ત્યાં યોગનું કંપન હોઈ શકે, એટલે કે
દિવ્યધ્વનિનું નિમિત્તપણું તો હોય, પણ આહારનું નિમિત્તપણું તો ન જ હોય. અહો, જ્યાં આનંદનો પૂરો
અનુભવ થઈ ગયો, ઉપયોગ એક સમયનો પૂરો થઈ ગયો, પરિપૂર્ણ અતીન્દ્રિયભાવ ઊઘડી ગયો, ત્યાં
ઇંદ્રિયવિષયોનું ભોક્તાપણું કેમ હોય?–ન જ હોય.
જ્ઞાનસ્વરૂપી વીતરાગી અભોકતાસ્વભાવ ઉપર સાધકની દ્રષ્ટિ છે ને પર્યાયમાં હર્ષ–શોકનું અલપ વેદન
પણ છે, એટલે તે સાધકને તો અભોકતાપણું મુખ્ય ને ભોકતાપણું ગૌણ–એવું મુખ્ય–ગૌણપણું થાય છે; પરંતુ
કેવળી પ્રભુને એવું મુખ્ય ગૌણપણું નથી, કેમકે તેમને તો જરાપણ હર્ષ–શોકનું ભોકતાપણું રહ્યું જ નથી.
હવે કેવળીભગવાનને જેમ હર્ષાદિના ભોકતાપણાનો સર્વથા અભાવ છે, તેમ તેમને યોગનું કંપન કે
વાણીનો યોગ પણ હોઈ જ ન શકે–એમ નથી. કેવળજ્ઞાનની સાથે આહાર હોવામાં વિરોધ છે, પરંતુ કેવળજ્ઞાનની
સાથે યોગનું કંપન હોવામાં કાંઈ વિરોધ નથી. “કેવળજ્ઞાનીને જ્ઞાન ને આનંદ વગેરે ગુણોનું શુદ્ધ પરિણમન થઈ
ગયું ત્યાં હવે બીજા કોઈ ગુણનું વિભાવ પરિણમન હોઈ જ ન શકે, અથવા કેવળજ્ઞાન પછી વાણી હોઈ જ ન
શકે”–એમ જે માને છે તેને કેવળજ્ઞાનની ખબર નથી, તેમજ જ્ઞાન–આનંદ યોગ વગેરે ગુણોમાં જે કથંચિત્
ગુણભેદ છે તેને પણ તે જાણતો નથી એટલે તે એકાંતવાદી મિથ્યાદ્રષ્ટિ છે. અને કેવળજ્ઞાન પછી પણ આહાર–
પાણી વગેરે હોવાનું જે માને છે તેને કેવળીભગવાનના કે કેવળી જેવા પોતાના અભોકતા સ્વભાવની ખબર
નથી, તેથી અભોકતાશક્તિનું તેને વિપરીત પરિણમન છે એટલે કે તે વિકારના અને ઈન્દ્રિયવિષયોના જ
ભોકતાપણામાં વર્તે છે, ચૈતન્યના આનંદનો ભોગવટો તેને અંશે પણ નથી. અને જ્ઞાની તો, ‘મારા
જ્ઞાયકસ્વભાવમાં વિકારનું ભોક્તાપણું જરાપણ નથી’ એમ જાણતો થકો, તે સ્વભાવના આધારે વિકારના
ભોગવટાનો ક્ષણેક્ષણે અભાવ કરતો જાય છે, ને છેવટે વિકારના ભોગવટાનો સર્વથા અભાવ કરીને પૂર્ણ
આનંદનો ભોકતા થઈ જાય છે.
–બાવસમી અભોક્તૃત્વશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૨૩૦ : ‘આત્મધર્મ’ ૨૪૮૨ : આસો :
આ છે નિર્દોષ થવાનો ઉપાય
આત્માની ક્ષણિક હાલતમાં દોષ થતાં અજ્ઞાનીને તો પોતાનો આખો
આત્મા જ દોષસ્વરૂપ ભાસે છે, પણ તે જ વખતે આત્માનો સ્વભાવ
ગુણથી ભરેલો છે–તે તેને ભાસતો નથી, એટલે તે દોષને ટાળી શકતો
નથી. જ્ઞાની તો ક્ષણિક દોષ વખતે પણ પોતાના ત્રિકાળી ગુણ સ્વભાવને
જાણતો થકો, તે ગુણના જોરે દોષનો નાશ કરી નાંખે છે.
જ્યાં દોષ થાય છે ત્યાં જ ગુણ ભર્યા છે;
જ્યાં અલ્પજ્ઞતા છે ત્યાં જ સ્વભાવમાં સર્વજ્ઞતાનું સામર્થ્ય પડયું છે.
જ્યાં દુઃખ થાય છે ત્યાં જ ત્રિકાળી સુખગુણ રહેલો છે.
જ્યાં ક્રોધ થાય છે ત્યાં જ ત્રિકાળી ક્ષમાગુણ ભરેલો છે.
–આ રીતે ક્ષણિક દોષ અને ત્રિકાળીગુણ બંને એક સાથે વર્તી રહ્યાં
છે, તેમાં ગુણસ્વભાવને ઓળખીને તેનું અવલંબન લેતાં દોષ ટળી જાય છે
ને ગુણની નિર્દોષ–દશા પ્રગટે છે.
–પૂ. ગુરુદેવ
‘अप्प स परमप्प’
જેઓ પરમાત્મા થયા તેમને પણ પૂર્વે બહિરાત્મદશા હતી, પછી
પોતાની પરમાત્મશક્તિનું શ્રવણ કરતાં તેનું બહુમાન લાવીને, તેની સન્મુખ
થતાં તે બહિરાત્મપણું ટળ્‌યું ને અંતરાત્મપણું થયું; પછી સ્વભાવમાં લીન
થઈને તેઓ પરમાત્મા થયા. આ રીતે પહેલાં જેઓ બહિરાત્મા હતા તેઓ
જ પોતાની શક્તિ અવલંબને અંતરાત્મા થઈને પરમાત્મા થયા. આવી
પરમાત્મા થવાની તાકાત દરેક આત્મામાં છે.

PDF/HTML Page 16 of 21
single page version

background image
: આસો : ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૨૩૧ :
• આત્માની લગની •
પુત્રના વિયોગમાં માતા ઝૂરે છે. આત્માર્થી જીવ આત્માના માતાના વિયોગમાં પુત્ર ઝૂરે છે.
અનુભવ માટે ઝંખે છે.
[શ્રી સમાધિશતક ગાથા ૫૩ ઉપરના પ્રવચનમાંથી]

જે આત્માર્થી છે, જેને આત્માનો અનુભવ કરવાની લગની લાગી છે તેણે તો વારંવાર આત્મસ્વરૂપની જ
ભાવના કરવી જોઈએ. સંતો પાસે જઈને તેનું જ શ્રવણ કરવું, તેનો જ પ્રશ્ન કરવો, તેની જ કથા કરવી. તેની જ
ઈચ્છા–ભાવના કરવી, તેમાં જ તત્પર થવું, તેમાં જ ઉત્સાહિત થવું, તેનો જ આદર કરવો, તેમાં જ શ્રદ્ધા–જ્ઞાનને
જોડવા.–આ રીતે સર્વ પ્રકારથી આત્મસ્વરૂપના અનુભવનો પ્રયત્ન કરતાં જરૂર તેની પ્રાપ્તિ થાય છે. અંતરમાં
જયારે આવો પ્રયત્ન જાગે ત્યારે જ આત્માની લગની લાગી કહેવાય.
અહીં ઘણા બોલ કહીને એ બતાવ્યું છે કે જિજ્ઞાસુને આત્મસ્વરૂપના અનુભવની ઝંખના ને ધગશ કેટલી
ઊગ્ર હોય? જેમ એકનો એક વહાલો પુત્ર ખોવાઈ ગયો હોય ત્યાં માતા તેને કેવા કેવા પ્રકારે શોધે?–અને જો
કોઈ તેનો પત્તો મળવાની વાત સંભળાવે તો કેવા ઉત્સાહથી સાંભળે! તેમ જિજ્ઞાસુને આત્માના સ્વરૂપના નિર્ણય
માટે એવી લો લાગી છે કે વારંવાર તેનું જ શ્રવણ, તેની જ પૃચ્છા, તેની જ ઈચ્છા, તેમાં જ તત્પરતા ને તેના જ
વિચાર કરે છે. જગતના વિષયોનો રસ તેને છૂટતો જાય છે ને આત્માનો જ રસ વધતો જાય છે.–આવા દ્રઢ
અભ્યાસથી જ આત્માની પ્રાપ્તિ (અનુભવ) થાય છે.
જિજ્ઞાસુને આત્માની કેવી લગની હોય તે બતાવવા અહીં માતા–પુત્રનો સરસ દાખલો આપ્યો છે: જેમ
કોઈનો એકનો એક વહાલો પુત્ર ખોવાઈ જાય તો તે કેવી રીતે તેને ઢૂંઢે છે!! જે મળે તેને એ જ વાત કહે કે
‘કયાંય મારો પુત્ર?... જાણકારોને એ જ પૂછે કે ‘કયાંય મારો પુત્ર દેખ્યો!!’ –એક મિનિટ પણ તેનો પુત્ર તેના
ચિત્તમાંથી ખસતો નથી. દિનરાત તેની પ્રાપ્તિ માટે તીવ્ર ઉત્સુકતાથી ઝૂરે છે.........તેમ આત્મસ્વરૂપની જેને
જિજ્ઞાસા જાગી છે તે આત્માર્થી જીવ સત્સમાગમે તેને ઢૂંઢે છે, તેની જ વાત પૂછે છે કે ‘પ્રભો! આત્માનો
અનુભવ કેમ થાય!!’

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૨૩૨ : ‘આત્મધર્મ’ ૨૪૮૨ : આસો :
આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવાની ભાવના દિનરાત વર્તે છે, એક ક્ષણ પણ તેને ભૂલતો નથી... એક આત્માની જ
લો–લગની લાગી છે. આવી લગનીથી દ્રઢ પ્રયત્ન કરતાં જરૂર આત્માનો અનુભવ થાય છે. માટે તે જ કરવા જેવું
છે–એમ આચાર્યદેવનો ઉપદેશ છે.
‘રુચિ અનુયાયી વીર્ય’ એટલે કે જેને આત્માની ખરેખરી રુચિ અને ધગશ જાગી હોય તેનો પ્રયત્ન
વારંવાર આત્મા તરફ વળ્‌યા કરે છે. જેમ–દેહમાં જેને આત્મબુદ્ધિ છે તે દેહને સરખો રાખવા રાતદિન તેનો
પ્રયત્ન ને ચિંતા કર્યા કરે છે; જેને પુત્રનો પ્રેમ છે તે પુત્રની પાછળ કેવા ઝૂરે છે?–ખાવા પીવામાં કયાંય ચિત્ત
લાગે નહિ ને ‘મારો...પુત્ર’ એવી ઝૂરણા તે નિરંતર કર્યા કરે છે! તેમ આ ચૈતન્યસ્વરૂપ આત્માની જેને ખરેખરી
પ્રીતિ છે તે તેની પ્રાપ્તિ માટે દિનરાત ઝૂરે છે એટલે કે તેમાં જ વારંવાર પ્રયત્ન કર્યા કરે છે... વિષય–કષાયો તેને
રુચતા નથી..... એક ચૈતન્ય સિવાય બીજે કયાંય તેને ચેન પડતું નથી... એની જ ભાવના ભાવે છે, એની જ
વાત જ્ઞાનીઓ પાસે પૂછે છે...એનો જ વિચાર કરે છે.
જેમ માતાના વિયોગે નાનું બાળક ઝૂરે છે ને તેને કયાંય ચેન પડતું નથી, કોઈ પૂછે કે તારું નામ શું?–
તો કહે છે કે ‘મારી બા’ ખાવાનું આપે તો કહે કે ‘મારી બા!’–એમ એક જ ઝૂરણા ચાલે છે...માતા વગર તેને
કયાંય જંપ વળતો નથી... કેમકે તેની રુચિ માતાની ગોદમાં પોષાણી છે; તેમ જિજ્ઞાસુ આત્માર્થી જીવની રુચિ
એક આત્મામાં જ પોષાણી છે, આત્મસ્વરૂપની મને પ્રાપ્તિ કેમ થાય–એ સિવાય બીજું કાંઈ તેને રુચતું
નથી...દિનરાત એ જ ચર્ચા...એ જ વિચાર... એ જ રટણા એને માટે જ ઝૂરણા! જુઓ, આવી અંદરની ધગશ
જાગે ત્યારે આત્માની પ્રાપ્તિ થાય. અને આત્માની જેને એકવાર પ્રાપ્તિ થઈ ગઈ–અનુભવ થઈ ગયો તે
સમકિતી પણ પછી વારંવાર તેના આનંદની જ વાર્તા–ચર્ચા–વિચાર અને ભાવના કરે છે. ‘આત્માનો આનંદ
આવો..... આત્માની અનુભૂતિ આવી... નિર્વિકલ્પતા આવી’–એમ તેની જ લગની લાગી છે. જ્ઞાન ને આનંદ
જ મારું સ્વરૂપ છે–એમ જાણીને એક તેની જ લો લાગી છે, તેમાં જ ઉત્સાહ છે, બીજે કયાંય ઉત્સાહ નથી.
આવી લગનીપૂર્વક જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની ભાવનાથી–દ્રઢ પ્રયત્નથી–અજ્ઞાન છૂટીને જ્ઞાનમય નિજપદની
પ્રાપ્તિ થાય છે.
દ્ધત્ત્ત્
સમયસારની પંચમી ગાથામાં આચાર્ય કુંદકુંદસ્વામી કહે છે કે–
સર્વજ્ઞભગવાનથી માંડીને અમારા ગુરુપર્યંતના પર–અપર ગુરુઓએ
અનુગ્રહપૂર્વક અમને ઉપદેશ આપ્યો...શું ઉપદેશ આપ્યો?
–‘શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ આપ્યો.’
સર્વજ્ઞથી માંડીને અમારા ગુરુપર્યંત સર્વે ગુરુઓએ અનુગ્રહપૂર્વક–પ્રસન્ન
થઈને શુદ્ધાત્મતત્ત્વના ઉપદેશરૂપ પ્રસાદી અમને આપી...ને અમે તે પ્રસાદી ઝીલીને
નિજવૈભવ પ્રગટ કર્યો.
ભગવાને અને સંતોએ પ્રસન્ન થઈને–અમને સ્વીકારીને–અનુગ્રહપૂર્વક
પ્રસાદીરૂપે જે શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ આપ્યો તે જ અમે અમારા નિજવૈભવથી
અહીં દર્શાવીએ છીએ. આનાથી વિપરીત ઉપદેશ વડે જો કોઈ ધર્મ મનાવતું હોય
તો ભગવાનનો અને સંતોનો અનુગ્રહ તેના ઉપર છે જ નહિ.
[સમયસાર ગા. ૫ ઉપરના વ્યાખ્યાનમાંથી.]

PDF/HTML Page 18 of 21
single page version

background image
(૧)
(૨)
(૩)
(૪)
: આસો : ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૨૩૩ :
સ.પ્ર.ભ.ત સ્ત.ત્ર
(શાર્દૂલવિક્રિડિત)
યત્સ્વર્ગાવતરોત્સવે યદભવજ્જન્માભિષેકોત્સવે
યદ્દીક્ષાગ્રહણોત્સવે યદખિલજ્ઞાનપ્રકાશોત્સવે
યન્નિર્વાણગમોત્સવે જિનપતે : પૂજાદ્ભુતં તદ્રવે:
સંગીતસ્તુતિમંગલૈ: પ્રસરતાં મે સુપ્રભાતોત્સવ:
(વસંતતિલકા)
શ્રીમન્નતામરકિરીટમણિપ્રભાભિ:
આલીઢપાદયુગ દૂર્ઘરકર્મદૂર,
શ્રીનાભિનંદન જિનાજિત શંભવાખ્ય
ત્વદ્ધયાનતોસ્તુ સતતં મમ સુપ્રભાતં
છત્રત્રય પ્રચલચામરવીજ્યમાન
દેવાભિનંદન મુને સુમતે જિનેન્દ્ર,
પદ્મપ્રભારુણમણિદ્યુતિભાસુરાંગ
ત્વદ્ધયાનતોસ્તુ સતતં મમ સુપ્રભાતં
અર્હન્ સુપાર્શ્વ કદલીદલવર્ણગાત્ર
પ્રાલેયતારગિરિમૌક્તિકવર્ણ ગૌર,
ચંદ્રપ્રભ સ્ફટિક પાંડુર પુષ્પદંત
ત્વદ્ધયાનતોસ્તુ સતતં મમ સુપ્રભાતં
(ગુજરાતી ભાવાર્થ)
(૧) શ્રી જિનેન્દ્રદેવના, સ્વર્ગમાંથી માતાના ગર્ભમાં આવવાના સમયે કરવામાં આવેલા ઉત્સવમાં,
જન્માભિષેક વખતના ઉત્સવમાં, દીક્ષાગ્રહણ વખતના ઉત્સવમાં, કેવળજ્ઞાન પ્રગટ થયું તે વખતના ઉત્સવમાં
અને મોક્ષપ્રાપ્તિ વખતના ઉત્સવમાં,–એ રીતે પંચકલ્યાણક પ્રસંગમાં શ્રી જિનેન્દ્રભગવાનની જેવી આશ્ચર્યકારી
પૂજા થઈ તેવા પ્રકારના મંગળરૂપ ગાયન અને સ્તુતિથી મારો સુપ્રભાતનો ઉત્સાહ થાઓ.
(૨) અણિમા વગેરે વિભૂતિ સહિત નમ્રીભૂત થયેલા દેવોના મુગટોનાં મણિઓની પ્રભાથી જેમનાં બંને
ચરણો આલિંગિત છે, અને દુર્ઘર કર્મોને જેમણે દૂર કરી નાંખ્યા છે, એવા હે આદિનાથ, અજિતનાથ અને
સંભવનાથ ભગવાન! આપના ધ્યાનથી મને સદા સુપ્રભાત હો... અર્થાત્ મારો સુપ્રભાતનો સમય હંમેશા
આપના ધ્યાનમાં વ્યતીત હો.
(૩) ત્રણ છત્ર જેમના શિર ઉપર શોભી રહ્યા છે તથા જેમની બંને બાજુ ચોસઠ ચામર ઢળે છે એવા હે
અભિનંદન અને સુમતિનાથ જિનેન્દ્ર!–
તથા જેમનું શરીર પદ્મરાગમણિની પ્રભાસમાન સુશોભિત છે એવા હે પદ્મપ્રભ જિનેન્દ્ર!–
–આપના ધ્યાનથી મને સદા સુપ્રભાત હો.
(૪) કેળના પાન જેવો જેમના શરીરનો રંગ છે એવા હે સુપાર્શ્વજિન!–
હિમાલય પર્વત, ચાંદીનો વિજયાર્દ્ધ પર્વત અને મોતી સમાન જેમના ઉજ્જવળ (શુભ્ર) વર્ણ છે એવા હે
ચંદ્રપ્રભ જિનેન્દ્ર!–
અને સ્ફટિકસમાન નિર્મળ કાંતિના ધારક એવા હે પુષ્પદંત ભગવાન!–
–આપના ધ્યાનથી મને સદા સુપ્રભાત હો.

PDF/HTML Page 19 of 21
single page version

background image
(૫)
(૬)
(૭)
(૮)
(૯)
: ૨૩૪ : ‘આત્મધર્મ’ ૨૪૮૨ : આસો :
સંતપ્તકાંચનરુચે જિનશીતલાખ્ય
શ્રેયાન્વિનષ્ટ દુરિતાષ્ટ કલંકપંક,
બંધુકબંધુર રુચે જિનવાસુપૂજ્ય
ત્વદ્ધયાનતોત્તુ સતતં મમ સુપ્રભાતં
ઉદ્ડ દર્પકરિપો વિમલામલાંગ
સ્થેમન્નનંતજિદનંત સુખાંબુરાશે,
દુષ્કર્મકલ્મષવિવર્જિત ધર્મનાથ
ત્વદ્ધયાનતોસ્તુ સતતં મમ સુપ્રભાતં
દેવામરી કુસુમસન્નિભ શાંતિનાથ
કુંથોદયાગુણવિભૂષણભૂષિતાંગ,
દેવાધિદેવ ભગવન્નરતીર્થનાથ
ત્વદ્ધયાનતોસ્તું સતતં મમ સુપ્રભાતં
યન્મોહમલ્લમદભંજન મલ્લિનાથ
ક્ષેમંકરાવિતથશાસન સુવ્રતાખ્ય,
યત્સંપદા, પ્રશમિતો નમિનામધેય
ત્વદ્ધયાનતોસ્તુ સતતં મમ સુપ્રભાતં
તાપિચ્છગુચ્છરુચિરોજ્જ્વલ નેમિનાથ
ઘોરોપસર્ગવિજયિન્ જિન પાર્શ્વનાથ,
સ્યાદ્વાદસૂક્તિમણિદર્પણ વર્દ્ધમાન
ત્વદ્વયાનતોસ્તુ સતતં મમ સુપ્રભાતં
(પ) તપાવેલા સુવર્ણસમાન જેમના શરીરની કાંતિ છે એવા હે શીતલનાથ ભગવાન!–
પાપસ્વરૂપ આઠ કર્મરૂપી કાદવનો જેમણે નાશ કર્યો છે એવા હે શ્રેયાંસનાથ જિનેન્દ્ર!–
તથા બપોરના ફૂલના સમાન જેમના શરીરની કાંતિ છે એવા હે વાસુપૂજ્ય ભગવાન!–
–આપના ધ્યાનથી મને સદાય સુપ્રભાત હો.
(૬) ઉદ્ધત કામનો નાશ કરનારા તથા સુંદર શરીરને ધારણ કરનાર એવા હે વિમલનાથ જિનેન્દ્ર!–
અનંત સુખના સમુદ્ર તથા ધૈર્યવંત એવા હે અનંતનાથ ભગવાન!–
તથા દુષ્ટ કર્મરૂપી મલથી રહિત એવા હે ધર્મનાથ ભગવાન :–
–આપના ધ્યાનથી સદા મને સુપ્રભાત હો.
(૭) અમરી નામના ફૂલ જેવો જેમના શરીરનો રંગ છે એવા હે શાંતિનાથ ભગવાન!–
દયાગુણરૂપી આભૂષણથી ભૂષિત જેમનું અંગ છે એવા હે કુંથુનાથ ભગવાન!–
અને, દેવાધિદેવ તથા તીર્થના અધિપતિ એવા હે અરનાથ જિનેન્દ્ર!–
–આપના ધ્યાનથી મને સદાય સુપ્રભાત હો.
(૮) મોહમલ્લનો નાશ કરનારા હે મલ્લિનાથ ભગવાન! કલ્યાણકારી અને સત્ય જેમનું શાસન છે એવા
હે મુનિસુવ્રતનાથ ભગવાન!–
અને ઉત્તમ પરમ વૈરાગ્યસંપત્તિથી પ્રશાંત અવસ્થાને પામેલા એવા હે નમિનાથ ભગવાન!–
આપના ધ્યાનથી મને સદાય સુપ્રભાત હો.

PDF/HTML Page 20 of 21
single page version

background image
(૧૦)
(૧૧)
(૧૨)
(૧૩)
(૧૪)
(૧૫)
(૧૬)
: આસો : ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૨૩૫ :
પ્રાલેયનીલહરિતારુણપીતભાસં
યન્મૂર્તિમવ્યયસુખાવસથં મુનીંદ્રા:
ધ્યાયંતિ સપ્તતિશતં જિનવલ્લભાનાં
ત્વદ્ધાયાનતોસ્તુ સતતં મમ સુપ્રભાતં
(અનુષ્ટુપ)
સુપ્રભાતં સુનક્ષત્રં માંગલ્યં પરિકીર્તિતં,
ચતુર્વિંશતિ તીર્થાનાં સુપ્રભાતં દિનેદિને.
સુપ્રભાતં સુનક્ષત્રં શ્રેય: પ્રત્યભિનંદિતં,
દેવતા ઋષય: સિદ્ધ: સુપ્રભાતં દિનેદિને.
સુપ્રભાતં તવૈકસ્ય વૃષભસ્ય મહાત્મન:,
યેન પ્રવર્તિત તીર્થં ભવ્યસત્વસુખાવહં.
સુપ્રભાતં જિનેન્દ્રાણં જ્ઞાનોન્મીલિતચક્ષુષાં,
અજ્ઞાનતિમિરાંધાનાં નિત્યમસ્તમિતો રવિ:
સુપ્રભાતં જિનેન્દ્રસ્ય વીર: કમલલોચન:
યેન કર્માવટી દગ્ધા શુકલધ્યાનોગ્ર વહ્નિના
સુપ્રભાતં સુનક્ષત્રં સુકલ્યાણં સુમંગલં,
ત્રૈલોકય હિતકર્તૃણાં જિનાનામેવ શાસનં.
એવા હે વર્દ્ધમાન ભગવાન!–
–આપના ધ્યાનથી મને સદાય સુપ્રભાત હો.
(૯) તમાલવૃક્ષના સમુદાય સમાન કાંતિને ધારણ કરનારા હે નેમિનાથ ભગવાન!–
ભયંકર ઉપસર્ગને સહન કરવાવાળા હે પાર્શ્વનાથ ભગવાન!–
અને, સ્યાદ્વાદસૂક્તિરૂપી મણિને માટે દર્પણ સમાન
(૧૦) જેમના શરીરની કાંતિ સફેદ, નીલ, લીલી, લાલ અને પીળી છે, જેઓ અવિનાશીક સુખના સ્થાન
છે અને મુનીશ્વરો જેમનું ધ્યાન કરે છે એવા (૧૭૦) એકસો સીત્તેર હે જિનવલ્લભ શ્રી સીમંધરાદિક તીર્થંકર
ભગવતો! આપના ધ્યાનથી મને સદાય સુપ્રભાત હો.
(૧૧) ચોવીસ તીર્થંકરોનું સુપ્રભાત હંમેશા–દિનેદિને (બધા જીવોને માટે) સુપ્રભાતરૂપ, ઉત્તમ નક્ષત્રરૂપ
તથા મંગળરૂપ માનવામાં આવ્યું છે.
(૧૨) દેવતા (અરિહંતદેવ વગેરે) ઋષિઓ અને સિદ્ધભગવંતો તે પણ હંમેશા સુપ્રભાતરૂપ છે, તથા તે
સુપ્રભાત ઉત્તમ નક્ષત્રરૂપ અને શ્રેય પ્રત્યે અભિનંદિત (શ્રેયકારી) માનવામાં આવ્યું છે,
(૧૩) ભવ્ય જીવોને સુખ દેનારું તીર્થ જેમણે ચલાવ્યું છે એવા મહાત્મા આદિનાથ ભગવાન સુપ્રભાતરૂપ છે.
(૧૪) જેમના જ્ઞાનચક્ષુઓ પૂરેપૂરા ઊઘડી ગયા છે એવા જિનેન્દ્ર ભગવંતોનું સુપ્રભાત,
અજ્ઞાનઅંધકારથી અંધ થયેલા જીવોના અજ્ઞાનઅંધકારને ટાળવા માટે સદાય સૂર્યસમાન હો. અર્થાત્
કેવળજ્ઞાનરૂપી સુપ્રભાત જેમને ખીલી ગયું છે એવા શ્રી જિનેન્દ્ર–રવિનાં ઉપદેશ રૂપી કિરણો ભવ્ય જીવોના
અજ્ઞાનઅંધકારને દૂર કરીને સુપ્રભાત પ્રગટાવે છે. બહારના સૂર્યમાં એવું સામર્થ્ય નથી.
(૧૫) શુકલધ્યાનરૂપી ઉગ્ર અગ્નિ વડે જેમણે કર્મ અટવીને ભસ્મ કરી નાખી એવા કમલલોચન
વીરજિનેન્દ્રનું સુપ્રભાત સર્વે જીવોને સુપ્રભાતરૂપ હો.
(૧૬) ત્રણ લોકનું હિત કરનારું શ્રી જિનેન્દ્રદેવનું શાસન જ સુપ્રભાતરૂપ, સુનક્ષત્રરૂપ, પરમકલ્યાણરૂપ
અને ઉત્તમ મંગળરૂપ છે.
* ઈતિ સુપ્રભાત મંગલ *