નથી, તેનું ભોક્તાપણું તેમને વિરમી ગયું છે; તેમને તો આનંદનું ભોક્તાપણું છે.
તેનું અભોક્તાપણું રહેતું નથી, એટલે કે મિથ્યાત્વ થઈ જાય છે. અજ્ઞાની હર્ષ–શોક વગેરેમાં તન્મય થઈને તેને જ
ભોગવે છે, તેનાથી જુદા જ્ઞાનસ્વભાવનું જરાપણ વેદન તેને રહેતું નથી.
વિકારના ભોગવટા જેટલો આત્મા નથી પણ ત્રિકાળ તેનો અભોક્તા છે એટલે કે જ્ઞાન–આનંદ વગેરે
અનંતશક્તિનો પિંડ આત્મા છે–એમ અનેકાંતસ્વરૂપ–અનંતશક્તિનો પિંડ આત્મા બતાવીને, અજ્ઞાનીને એકાંત
બુદ્ધિ છોડાવીને આત્માના સ્વભાવમાં લઈ જવાની આ વાત છે. ભાઈ, તું તારી આત્મશક્તિનો વિશ્વાસ કર,
તારી શક્તિ નાની (ક્ષણિક વિકાર જેવડી) નથી, તારી શક્તિ તો મોટી છે, અનંત–શક્તિથી તારો આત્મા મહાન
છે, વિકારનો અભોક્તા થઈને સ્વભાવની શાંતિનો ભોગવટો કરવાની તારામાં શક્તિ છે; તારામાં જ આવી
શક્તિ છે તો બીજાની તારે શી જરૂર છે? માટે તું તારી શક્તિનો વિશ્વાસ કર, તો તે શક્તિના અવલંબને શાંતિ
પ્રગટે ને અશાંતિનું વેદન છૂટી જાય. તારી શક્તિના અવિશ્વાસને લીધે જ તું બહારમાં ભટકીને સંસારમાં રખડયો
છે. તને પોતાને તારી શક્તિનો વિશ્વાસ ન આવે તો બીજું કોઈ તને શાંતિ આપી શકે તેમ નથી કેમકે તારી
શાંતિ બીજા પાસે નથી.
ત્યાં તો જાણે આત્મા ખોવાઈ જ ગયો. પણ અરે ભાઈ! એવા સંયોગ–વિયોગ સંસારીને ન આવે તો શું સિદ્ધને
આવે? સિદ્ધ ભગવાનને સંયોગ–વિયોગ કે હર્ષ–શોક ન હોય. નીચલી દશામાં તો તે હોય.–પરંતુ તે હોવાં છતાં,
હું તો તેનાથી ભિન્ન જ્ઞાનસ્વભાવી સિદ્ધસમાન છું, જેમ સિદ્ધભગવાનનો આત્મા સંયોગ–વિયોગથી ને હર્ષ–
શોકથી અત્યંત જુદો છે તેમ મારો આત્મસ્વભાવ પણ સંયોગ–વિયોગથી ને હર્ષ–શોકથી જુદો છે, મારો
નિજભાવ તો જ્ઞાનમાત્ર જ છે–એમ શુદ્ધઆત્માને ધ્યેયરૂપે રાખીને તેના તરફ વલણ કરે તો તેનું પરિણમન
સિદ્ધદશા તરફ થયા કરે, તેને વિકારનું વેદન ક્ષણે ક્ષણે ટળતું જાય ને સિદ્ધભગવાન જેવા અતીન્દ્રિય આનંદનું
વેદન ખીલતું જાય.–આવી સાધક દશા છે, ને આ જ ધર્મ છે.
૧૪૮ પ્રકૃતિમાંથી ઘાતિકર્મો, વેદનીય, ગોત્ર તેમ જ તીર્થંકર–નામકર્મ વગેરે ૭૮ પ્રકૃતિઓને “જીવવિપાકી”
ગણી છે, અને અહીં કહે છે કે જીવ તેનો અભોક્તા છે. ત્યાં ગોમટ્ટસાર વગેરેમાં તો જીવની તે તે પ્રકારની
અશુદ્ધપર્યાય સાથેનો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ બતાવવા કથન છે, અને અહીં જીવનો શુદ્ધસ્વભાવ બતાવવો
છે. જીવના શુદ્ધ જ્ઞાયકસ્વભાવમાં વિકારનો કે કર્મનો પાક છે જ નહિ, જીવના સ્વભાવમાં તો જ્ઞાનને
આનંદનો જ વિપાક થાય છે.
તે અનુકૂળ સંયોગથી કે તે તરફના સાતાભાવના વેદનથી પોતાના જ્ઞાયકસ્વભાવને જુદો જ અનુભવે છે.