મૃત્યુના મુખમાંથી ઊગારનાર છે, તે એક શરણભૂત થાય તેમ નથી.–એકવાર આત્મામાં આવો
નિર્ણય કરે તો પણ કેટલી શાંતિ થઈ જાય! પોતાના હિતનો ઉપાય તેના હાથમાં આવી ગયો.
નહિ, કેમ કે તેનું વલણ જ સંયોગ તરફ છે. અનુકૂળ સંયોગ કંઈ કાયમ તો રહેતો નથી, સંયોગ
તો એક ક્ષણમાત્રમાં પલટી જશે, માટે તેના આશ્રયે આત્માની શાંતિ નથી. આત્માનો સ્વભાવ
પોતે સુખસ્વરૂપ છે તે નિરંતર રહેનાર છે, માટે તેના અવલંબને જ આત્માનું હિત અને શાંતિ
છે’–આમ પહેલાં હિતના ઉપાયની ખોજ કરીને તેને નિર્ણય કરવો જોઈએ.–આ રીતે સંતોનો
ઈષ્ટોપદેશ છે, સંતોએ હિતમાર્ગનો આવો ઉપદેશ આપ્યો છે.
જિજ્ઞાસા જાગવી જોઈએ. લક્ષ્મી વધી તેને મૂઢ પ્રાણી દેખે છે, પણ આયુષ્ય ઘટયું તેને તે દેખતો
નથી. જ્યાં મરણના ટાણાં આવશે ત્યાં લક્ષ્મી શરણરૂપ નહિ થાય, વૈદ્યો બચાવી નહિ શકે, કુટુંબી
કોઈ એક પગલુંય સાથે નહિ આવે, એ વખતે શરણભૂત તો તને તારો આત્મા જ થશે, તે જ તને
શાંતિ આપશે, તે જ તારી સાથે આવશે; માટે આત્મા શું ચીજ છે તેની ઓળખાણ કર.
હે ભવ્ય! જો તારે તારું હિત કરવું હોય તો એ વ્યવહારનો પક્ષ છોડી દે......ને તારા
જ્ઞાનના નિર્ણયમાં એક જ પ્રકાર આવી જાય કે આહા! આ એક જ મારું અવલંબન છે. જ્યાં
અંતરના લક્ષપૂર્વક આવો પક્ષ થાય ત્યાં પ્રયત્નની દિશા સ્વભાવ તરફ વળ્યા થયા વિના રહે જ
નહિ......એટલે કે આત્માના આશ્રયે અલ્પકાળમાં તેને સમ્યગ્દર્શન થાય જ.