એવા નિસ્પૃહ–વીતરાગી સંતની આ વાણી છે,–જીવોને પરમ હિતરૂપ એવો આ ઉપદેશ છે. તેમાં કહે
છે કે અરે જીવ! ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટી રહ્યું છે, બહારમાં લક્ષ્મી વગેરેની વૃદ્ધિ ખાતર તું તારો કાળ
ગૂમાવી રહ્યો છે પણ આત્માના જ્ઞાન–આનંદની વૃદ્ધિ કેમ થાય તેનો તને વિચાર પણ આવતો નથી.
અરે અવિવેકી! તારા જીવન કરતાં પણ તને લક્ષ્મી વધારે વહાલી છે! તેથી તું લક્ષ્મી ખાતર જીવન
ગૂમાવી દે છે. –અરે ધિક્કાર છે તારી આવી મૂઢબુદ્ધિને! લાખો–કરોડો રૂપિયા આપતાં પણ આ
મનુષ્યજીવનની એકક્ષણ મળવી મોંઘી છે, એવા મનુષ્યજીવનને તું ફૂટી બદામની જેમ વ્યર્થ ગૂમાવી
રહ્યો છે. હે વત્સ, તારા હિતનો ઉપાય વિચાર.
ભેગી કરવાને બદલે અત્યારે જ મમતા ઘટાડીને, આત્મહિતનો ઉપાય કર ને! દાનાદિના બહાને
અત્યારે તું તારી મમતાને જ પોષી રહ્યો છે. જેમ કોઈ માણસ એમ વિચારે કે પહેલાં શરીર ઉપર
કાદવ ચોપડી લઉં પછી સ્નાન કરી લઈશ,–તો તે અવિવેકી જ છે; તેમ જે એમ વિચારે છે કે
ભવિષ્યમાં દાનાદિ કરવા માટે અત્યારે વેપાર–ધંધા વગેરે કરીને લક્ષ્મી ભેગી કરી લઉં, પછી
પાત્રદાનાદિ વગેરેથી પાપ ધોઈ નાંખીશ,–તો તે પણ અવિવેકી છે, વર્તમાનમાં પાપ અને લોભનો
ભાવ પોષાઈ રહ્યો છે તેને તે દેખતો નથી. અરે મૂઢ! અત્યારે પાપ કરીને પછી પુણ્ય કરવાનું કહે
છે,–તો તેના કરતાં અત્યારે જ પાપભાવ છોડીને આત્માના હિતમાં તારો ઉપયોગ લગાવ ને! કાદવ
લગાડીને પછી નહાવું એના કરતાં પહેલેથી જ કાદવ શા માટે લગાડવો! તેમ અત્યારે પાપ કરીને
પછી પુણ્ય કરીશું–એવી ઊંધી ભાવનાને બદલે, અત્યારે જ પાપ છોડીને નિવૃત્તિથી તારા