Atmadharma magazine - Ank 157
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
: ૨૩૨ : ‘આત્મધર્મ’ ૨૪૮૨ : આસો :
આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવાની ભાવના દિનરાત વર્તે છે, એક ક્ષણ પણ તેને ભૂલતો નથી... એક આત્માની જ
લો–લગની લાગી છે. આવી લગનીથી દ્રઢ પ્રયત્ન કરતાં જરૂર આત્માનો અનુભવ થાય છે. માટે તે જ કરવા જેવું
છે–એમ આચાર્યદેવનો ઉપદેશ છે.
‘રુચિ અનુયાયી વીર્ય’ એટલે કે જેને આત્માની ખરેખરી રુચિ અને ધગશ જાગી હોય તેનો પ્રયત્ન
વારંવાર આત્મા તરફ વળ્‌યા કરે છે. જેમ–દેહમાં જેને આત્મબુદ્ધિ છે તે દેહને સરખો રાખવા રાતદિન તેનો
પ્રયત્ન ને ચિંતા કર્યા કરે છે; જેને પુત્રનો પ્રેમ છે તે પુત્રની પાછળ કેવા ઝૂરે છે?–ખાવા પીવામાં કયાંય ચિત્ત
લાગે નહિ ને ‘મારો...પુત્ર’ એવી ઝૂરણા તે નિરંતર કર્યા કરે છે! તેમ આ ચૈતન્યસ્વરૂપ આત્માની જેને ખરેખરી
પ્રીતિ છે તે તેની પ્રાપ્તિ માટે દિનરાત ઝૂરે છે એટલે કે તેમાં જ વારંવાર પ્રયત્ન કર્યા કરે છે... વિષય–કષાયો તેને
રુચતા નથી..... એક ચૈતન્ય સિવાય બીજે કયાંય તેને ચેન પડતું નથી... એની જ ભાવના ભાવે છે, એની જ
વાત જ્ઞાનીઓ પાસે પૂછે છે...એનો જ વિચાર કરે છે.
જેમ માતાના વિયોગે નાનું બાળક ઝૂરે છે ને તેને કયાંય ચેન પડતું નથી, કોઈ પૂછે કે તારું નામ શું?–
તો કહે છે કે ‘મારી બા’ ખાવાનું આપે તો કહે કે ‘મારી બા!’–એમ એક જ ઝૂરણા ચાલે છે...માતા વગર તેને
કયાંય જંપ વળતો નથી... કેમકે તેની રુચિ માતાની ગોદમાં પોષાણી છે; તેમ જિજ્ઞાસુ આત્માર્થી જીવની રુચિ
એક આત્મામાં જ પોષાણી છે, આત્મસ્વરૂપની મને પ્રાપ્તિ કેમ થાય–એ સિવાય બીજું કાંઈ તેને રુચતું
નથી...દિનરાત એ જ ચર્ચા...એ જ વિચાર... એ જ રટણા એને માટે જ ઝૂરણા! જુઓ, આવી અંદરની ધગશ
જાગે ત્યારે આત્માની પ્રાપ્તિ થાય. અને આત્માની જેને એકવાર પ્રાપ્તિ થઈ ગઈ–અનુભવ થઈ ગયો તે
સમકિતી પણ પછી વારંવાર તેના આનંદની જ વાર્તા–ચર્ચા–વિચાર અને ભાવના કરે છે. ‘આત્માનો આનંદ
આવો..... આત્માની અનુભૂતિ આવી... નિર્વિકલ્પતા આવી’–એમ તેની જ લગની લાગી છે. જ્ઞાન ને આનંદ
જ મારું સ્વરૂપ છે–એમ જાણીને એક તેની જ લો લાગી છે, તેમાં જ ઉત્સાહ છે, બીજે કયાંય ઉત્સાહ નથી.
આવી લગનીપૂર્વક જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની ભાવનાથી–દ્રઢ પ્રયત્નથી–અજ્ઞાન છૂટીને જ્ઞાનમય નિજપદની
પ્રાપ્તિ થાય છે.
દ્ધત્ત્ત્
સમયસારની પંચમી ગાથામાં આચાર્ય કુંદકુંદસ્વામી કહે છે કે–
સર્વજ્ઞભગવાનથી માંડીને અમારા ગુરુપર્યંતના પર–અપર ગુરુઓએ
અનુગ્રહપૂર્વક અમને ઉપદેશ આપ્યો...શું ઉપદેશ આપ્યો?
–‘શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ આપ્યો.’
સર્વજ્ઞથી માંડીને અમારા ગુરુપર્યંત સર્વે ગુરુઓએ અનુગ્રહપૂર્વક–પ્રસન્ન
થઈને શુદ્ધાત્મતત્ત્વના ઉપદેશરૂપ પ્રસાદી અમને આપી...ને અમે તે પ્રસાદી ઝીલીને
નિજવૈભવ પ્રગટ કર્યો.
ભગવાને અને સંતોએ પ્રસન્ન થઈને–અમને સ્વીકારીને–અનુગ્રહપૂર્વક
પ્રસાદીરૂપે જે શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ આપ્યો તે જ અમે અમારા નિજવૈભવથી
અહીં દર્શાવીએ છીએ. આનાથી વિપરીત ઉપદેશ વડે જો કોઈ ધર્મ મનાવતું હોય
તો ભગવાનનો અને સંતોનો અનુગ્રહ તેના ઉપર છે જ નહિ.
[સમયસાર ગા. ૫ ઉપરના વ્યાખ્યાનમાંથી.]