Atmadharma magazine - Ank 158
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 25

background image
: માગશર: ૨૪૮૩ : ૯ :
વલ્લભીપુરમાં મંગલ પ્રવચન
પાલેજમાં અનંતનાથ ભગવાનની વેદીપ્રતિષ્ઠા માટે, અને
શાશ્વત તીર્થધામ સમ્મેદ શિખરજીની યાત્રા માટે પૂ. ગુરુદેવશ્રી
વિહાર કરી રહ્યા છે. તે વિહારનું આ સૌથી પહેલું મંગલ પ્રવચન
છે... તેમાં પૂ. ગુરુદેવ ભાવપૂર્વક કહે છે કે: હે ભગવાન! આપને
નમસ્કાર કરીને હું આપની પંક્તિમાં બેસું છું... ને હું પણ પરમાત્મા
થવા માટે આપના પગલે પગલે આવું છું.
(કારતક સુદ પૂર્ણિમા–રવિવારના રોજ વલ્લભીપુરમાં પૂ. ગુરુદેવનું મંગલ પ્રવચન)
શ્રી પદ્મનંદી પચ્ચીસી
વલ્લભીપુર
ત્િ: તા. ૧૮–૧૧–૫૬ રવિવાર

આત્માના ધર્મનો આ વિષય છે. અહીં મંગલાચરણમાં ચિદાનંદસ્વરૂપ પરમાત્માને નમસ્કાર કરે છે:–
चिदानंदैकसद्भावं परमात्मानमव्ययम्।
प्रणमामि सदा शान्तं शान्तये सर्वकर्मणाम्।।
१।।
સર્વ કર્મનો નાશ કરીને આત્માની શાંતિની પ્રાપ્તિ માટે, અહીં માંગળિક તરીકે જ્ઞાન–આનંદસ્વરૂપ
પરમાત્માને નમસ્કાર કરું છું.
આ દેહથી ભિન્ન આત્મા શું ચીજ છે તેના ભાન વગર જીવ અનાદિથી ચાર ગતિમાં રખડી રહ્યો છે. ‘હું
કોણ છું?’ તેની સમજણ પૂર્વે એક ક્ષણ પણ કરી નથી.
“હું કોણ છું... ક્યાંથી થયો... શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે... રાખું કે એ પરિહરું!
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યા.”

જામસાહેબ દિગ્વિજયસિંહજીને જામનગરમાં આ શ્લોક સંભળાવ્યો હતો. અરે, હું કોણ છું? આ દેહ તો
ક્ષણિક સંયોગી વસ્તુ છે, તો હું અનાદિઅનંત ટકનાર દેહથી ભિન્ન કોણ છું? મારું સ્વરૂપ શું છે? એનો વિચાર
તો કરો! જેઓ પરમેશ્વર થયા તે ક્યાંથી થયા? આત્મામાં શક્તિ હતી તે પ્રગટ કરીને પરમાત્મા થયા. જેમ
લીંડીપીપરમાં તીખાસની તાકાત ભરી છે તેમાંથી જ ૬૪ પહોરી તીખાસ પ્રગટે છે, તે ક્યાંય બહારથી નથી
આવતી; તેમ આત્માની પરમાનંદ દશા ક્યાંય બહારથી નથી આવતી, પણ આત્મામાં શક્તિ ભરી છે તેમાંથી જ
તે પ્રગટે છે.