: ૧૦ : આત્મધર્મ : ૧૫૮
જુઓ, આજે આ વિહારનું પહેલું મંગલાચરણ છે. હજી તો ૨૦૦૦ માઈલ ઠેઠ સમ્મેદશિખરજી સુધી
જવાનું છે. સમ્મેદશિખરજી ઉપરથી અનંતા તીર્થંકરો સિદ્ધ થયા. તે કઈ રીતે સિદ્ધ થયા તેની આ વાત છે,
પ્રભો! આ દેહમાં રહેલા આત્માને તેં કદી જાણ્યો નથી. અહો! તારો આત્મા ચૈતન્ય અને આનંદસ્વરૂપ
છે. તારો આત્મા દીન કે રંક નથી, સધન કે નિર્ધન નથી, તારો આત્મા તો જ્ઞાન ને આનંદસ્વરૂપ છે. આ દેહ તો
અશુચીસ્વરૂપ અને અનિત્ય છે. તારા આત્મામાં સર્વજ્ઞ થવાની તાકાત ભરી છે. તારા આત્મામાં આનંદ ભર્યો
છે, પણ તેને ભૂલીને બહારમાંથી સુખ લેવા જતાં તારું વાસ્તવિક સુખ ટળી જાય છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
“બહુ પુણ્યકેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો,
તોયે અરે! ભવચક્રનો આંટો નહિ એકે ટળ્યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે–લેશ એ લક્ષે લહો,
ક્ષણક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહો?”
આ દેહ અને લક્ષ્મી તો જડ છે, તેમાં ક્યાંય તારું સુખ નથી, ભાઈ! સુખ તારા આત્મામાં છે. આત્માનું
ભાન જેઓ કરતા નથી ને બાહ્ય વિષયોમાં સુખ માનીને તીવ્ર હિંસાદિ પાપપરિણામ કરે છે તે જીવો પાપનું ફળ
ભોગવવા માટે નીચે નરકમાં જાય છે.
નરક પણ નીચે વસ્તુ છે, એ કાંઈ હંબગ નથી; દરેક જીવ પોતે અનંતવાર ત્યાં જઈને દુઃખ ભોગવી
આવ્યો છે, પણ અત્યારે ભૂલી ગયો છે. જેમ ગર્ભ–અવસ્થાની કે બાલવયની વાત યાદ ન રહી હોય તેથી કાંઈ
તેનું અસ્તિત્વ ન હતું–એમ નથી. એમ નરક પણ છે; ને તીવ્ર પાપ કરનારા જીવો ત્યાં જાય છે. અહીં તો નરકાદિ
ચારે ગતિના અવતારનો અંત કેમ આવે તેની વાત છે, આત્મ–ધર્મની આ વાત છે.
અહીં તો આ પદ્મનંદી પચ્ચીસીનો એકત્વઅધિકાર ચાલે છે. વન–જંગલમાં વસતા ને આત્માના આનંદમાં
ઝૂલતા સંતની આ વાત છે. તેમાં કહે છે કે: અરે જીવ! તું એકલો છે. તારા એકત્વ સ્વરૂપમાં જ તારો આનંદ છે;
તેને એક વાર સંભાળ.
જ્ઞાન અને આનંદસ્વરૂપને પામેલા પરમાત્માને હું નમસ્કાર કરું છું. –શા માટે? કર્મોના નાશ માટે અને
આત્માના આનંદની પ્રાપ્તિ માટે.
આત્મા આ શરીરના સંયોગ જેટલો નથી, પણ શરીરથી જુદો જ્ઞાનસ્વરૂપ છે. જુઓ, બે માણસ લ્યો, –
એક ૭૦ વર્ષનો છે ને બીજો ૪૦ વર્ષનો છે. ૭૦ વર્ષનો માણસ પોતાની ૫૦ વર્ષ પહેલાંંની કેવી દશા હતી તેનું
અત્યારે જ્ઞાન કરી શકે છે. તેની માફક બીજો માણસ–કે જે ૪૦ વર્ષનો છે તે પણ જો પોતાની ૫૦ વર્ષ પહેલાંંની
દશાને જાણવા માંગે તો કેમ ન જાણી શકે? એક આત્મા ૫૦ વર્ષ પહેલાંંની વાત જાણી શકે તો બીજો આત્મા કેમ
ન જાણી શકે? હવે જો ૪૦ વર્ષનો માણસ પોતાની ૫૦ વર્ષ પહેલાંંની અવસ્થાને જાણવા જાય તો તેને આ
ભવથી આગળ ચાલતાં પૂર્વ ભવની સાથે સંધિ થઈ જાય, ને જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય. આત્માના
અસ્તિત્વનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ.
જુઓ, ૮૦ વર્ષની ઉમરનો માણસ પોતાની બાલ, યુવાન ને વૃદ્ધ એ ત્રણે અવસ્થાને એક સાથે જાણી
શકે છે, પણ પૂર્વની વીતી ગયેલી બાલ કે યુવાન અવસ્થાને વર્તમાનમાં લાવી શકતો નથી; એટલે તે બાલ,
યુવાન કે વૃદ્ધાવસ્થા તો શરીરની છે, તે જીવનું સ્વરૂપ નથી; જીવનું સ્વરૂપ તો જ્ઞાન છે. આવા જ્ઞાનસ્વરૂપ
આત્માને ઓળખવો તે કરવા જેવું છે. આવા આત્માના ભાન વગર કરોડો–અબજોની પેદાશ હો કે મોટો રાજા
હો–તેની કાંઈ કિંમત નથી. બહારના સામ્રાજ્ય તો અનંત વાર મળ્યા, તેમાં આત્માનું કાંઈ હિત નથી. આત્માનું
ખરું સામ્રાજ્ય તો જ્ઞાન ને આનંદમાં છે. તે જ્ઞાન–આનંદસ્વરૂપ સામ્રાજ્ય કેમ પ્રાપ્ત થાય, ને આ અવતાર કેમ
અટકે–તેની આ વાત છે.
આત્માના જ્ઞાનમાં સમાધાન કરવાની ને શાંતિ રાખવાની તાકાત છે. ગમે તેવી પ્રતિકૂળતાના પ્રસંગમાં
પણ આત્મા જ્ઞાનના લક્ષે સમાધાન કરી શકે છે. પચીસ વરસે પચીસ લાખ રૂા. કમાઈને દીકરો આવતો હોય તો
તેનો પિતા કેવો હર્ષ પામે છે? ત્યાં એવો હર્ષ પામે છે કે પુત્ર અને પૈસાની પ્રીતિ આડે શરીરના રોગને પણ
ભૂલી જાય છે. એ રીતે ત્યાં એકના લક્ષે બીજું ભૂલી જાય છે. તેમ જેને આત્માનો ખરો પ્રેમ હોય, આત્મા
ખરેખર વહાલો હોય તે આત્માના આનંદના લક્ષે