દૈનિકની પાછળ તેઓ રાતદિન તનતોડ મહેનત કરતા. આ ઉપરાંત પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યોમાં, મુંબઈ
જિનમંદિરના કામકાજમાં, તથા છેલ્લે છેલ્લે સમ્મેદ શિખરજી યાત્રાસંઘના પ્રોગ્રામ અને વ્યવસ્થા બાબતમાં તેઓ
ઘણી જ ચીવટ અને લાગણીપૂર્વક બધું કાર્ય સંભાળી રહ્યા હતા... આ બધા કાર્યોમાં આજે તેમની ઘણી મોટી
ખોટ પડી ગઈ છે. પ્રવચન–પ્રસાદ દૈનિકના તો તેઓ એવા પ્રાણ હતા... કે આજે હવે તેમના વિયોગમાં એ દૈનિક
બંધ કરી દેવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. તેઓની વાંચનશૈલિ પણ ઘણી શાંત અને મીઠી હતી... જ્યાં જ્યાં
શનિવારની સવારમાં પાંચ વાગે તેઓ ઊઠયા ને હંમેશની ટેવ પ્રમાણે વાંચતા હતાં. તેમના ધર્મપત્ની જયાબેને
તેમને તબીયતના સમાચાર પણ પૂછેલા; ત્યારે કહે કે “મને ઠીક છે, તમે સુઈ જાઓ” હજી પાંચ વાગે તો આમ
વાતચીત થાય છે... ને પોણા છ વાગતાં તો હાર્ટફેઈલથી તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમની ઉમર માત્ર ૪૩
વર્ષની હતી... છ–સાત વર્ષ પહેલાંં તેમણે સજોડે પૂ. ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી. પૂ.
ગુરુદેવ તેમને ‘પંડિતજી’ તરીકે સંબોધન કરતા અને તેમને એક ‘મૂંગા સેવક’ તરીકે ઓળખાવતા. પૂ. ગુરુદેવ
પણ ઘણી વાર કહે છે કે તેઓ ઘણા પાત્ર જીવ હતા, રૂડા જીવ હતા; તેઓ આત્માર્થી, વૈરાગી, ઉદાર અને
સમાચાર કાને પડતાં પ્રથમ તો તે માની શકાતા નથી... ને એમ થાય છે કે અરે! આ શું સાંભળીએ છીએ!
સોનગઢ, મુંબઈ, સુરેન્દ્રનગર, વાંકાનેર વગેરે અનેક શહેરોના મંડળમાં આ સમાચારથી હાહાકાર છવાઈ ગયો
છે. પરંતુ આ દેહની અનિત્યતાના કુદરતના નિયમ આગળ સમાધાન સિવાય બીજો કોઈ ઉપાય નથી... આ
પ્રસંગ બન્યો તેના આગલા દિવસે તો પૂ. ગુરુદેવ પ્રવચનમાં એમ કહેતા હતા કે “આ દેહ તો આજ છે ને કાલ
નથી; આ મનુષ્ય જીવન ક્ષણભંગુર છે; તેમાં દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વનું સત્સમાગમે ભાન કરી લેવું–એ જ
શરણરૂપ છે.” એ વખતે કોને ખબર હતી કે બીજે જ દિવસે આવી ક્ષણભંગુરતાનો આવો મોટો પ્રસંગ બની
જશે!! વસ્તુસ્થિતિ જ એવી છે–ત્યાં બીજો શો ઉપાય!!
તીર્થધામની યાત્રા માટેની તેમની ઉગ્ર ભાવના પણ પૂર્ણ થાઓ. ટૂંકા વખતમાં પણ તેમણે પોતાના જીવનને સફળ
બનાવ્યું છે; અને બીજા મુમુક્ષુઓને પણ ઉદાહરણ આપતા ગયા છે કે ટૂંકા જીવનમાં પણ ઘણું કરી શકાય છે.
પમાડે તેવું છે. અમૃતલાલભાઈની સાથે સાથે તેમણે પણ સત્સમાગમે આત્મહિતની ભાવનાઓ ભાવીને આત્મામાં
સુસંસ્કારો પાડ્યા છે; ને તેના બળે અત્યારે તેઓ ઘણું ધૈર્ય રાખી શક્યા છે. –આ બધો સંતોના સત્સમાગમનો
પ્રતાપ છે. મહાભાગ્યે પ્રાપ્ત થયેલો આ મનુષ્ય અવતાર અને તેથી પણ મહાભાગ્યે પ્રાપ્ત થયેલ જ્ઞાનીઓનો
સત્સમાગમ, –તેમાં આવા પ્રસંગોનું ઉદાહરણ લઈને આત્માર્થી જીવોએ શીઘ્ર આત્મહિત સાધવા જેવું છે.