: માગશર: ૨૪૮૩ : ૨૩ :
જિનમંદિર સુવર્ણકલશથી અતિશય શોભી રહ્યા.
જિનમંદિરના મૂળ શિખરની ચારે બાજુ નાની ચાર દેરીઓ છે, તેના ઉપર પણ કલશ તથા ધ્વજારોહણ
થયું.
જિનમંદિરના નીચેના ભાગમાં શ્રી સીમંધર ભગવાન, શાંતિનાથ ભગવાન અને પદ્મપ્રભુ ભગવાન
પૂર્વવત્ એમ ને એમ બિરાજમાન છે. તેમના ઉપર નવી સુંદર કલા–ભરેલી શિખર તથા ઘૂમટ સહિત આરસની
વેદિકા કરવામાં આવી છે; તેના ઉપર ત્રણ કળશ તથા ધ્વજ ચડાવવામાં આવ્યા છે. આ વેદિકા થતાં સીમંધરાદિ
ભગવંતોના જિનમંદિરની શોભા ઘણી જ વધી ગઈ છે.
ઉત્સવ દરમિયાન જિનમંદિર અનેકવિધ શણગારોથી અતિશય શોભતું હતું. ઉત્સવ પૂર્ણ થતાં શાંતિયજ્ઞ
થયો હતો. મંત્રજાપ, શાંતિયજ્ઞ વગેરેમાં પવિત્રાત્મા પૂ. બેનશ્રીબેને પણ ભાગ લીધો હતો.
શાંતિયજ્ઞ બાદ નૂતન રથમાં બિરાજમાન કરીને શ્રી જિનેન્દ્રદેવની મહા અદ્ભુત રથયાત્રા નીકળી હતી...
મહા અદ્ભુત ભક્તિવાળી આ રથયાત્રા કલકત્તાની રથયાત્રાનું સ્મરણ કરાવતી. નૂતન રથમાં જિનેન્દ્ર
ભગવાનને નીહાળી નીહાળીને ભક્તજનો નાચી ઊઠતા હતા. સોનગઢમાં રથયાત્રા માટે હાલમાં એક નવીન રથ
કરાવવામાં આવ્યો છે, રથ બહુ જ સુશોભિત કારીગરીવાળો છે, ને તેમાં ય જ્યારે ભગવાન બિરાજમાન થાય છે
ત્યારે તો તે નાની ગંધકૂટી જેવો લાગે છે. રથયાત્રામાં આ રથ પહેલવહેલો નીકળતો હોવાથી ભક્તોને વિશેષ
ઉલ્લાસ હતો ને આશ્ચર્યકારી ભક્તિ કરતા હતા. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં લગભગ રૂા. ૪૫૦૦૦–ની આવક થઈ
હતી. જિનમંદિરમાં કારીગરી વગેરેનું કેટલુંક કામ હજી બાકી છે તે પણ ટૂંક વખતમાં થઈ જશે. આ જિનમંદિરની
શોભા ઘણી જ અદ્ભુત બની છે; જ્યારે આ જિનમંદિર બંધાતું ત્યારે તેની ભવ્યતા જોઈને ભક્તોને મુળબિદ્રીનું
“ત્રિભુવનતિલક ચુડામણિ (હજાર થાંભલાવાળું) જિનમંદિર યાદ આવતું અને આ આપણું સૌરાષ્ટ્રનું
“ત્રિભુવનતિલક ચુડામણિ” છે–એમ ભક્તજનો કહેતા. આ જિન મંદિરની શોભા જોતાં તેને “સમ્યક્ત્વશિખર
ચુડામણિ” નામ આપવાનું મન થઈ જાય છે.
સમ્યક્ત્વના હેતુભૂત આ ‘સમ્યક્ત્વ–શિખર–ચુડામણિ’ અને તેમાં બિરાજમાન સર્વજ્ઞભગવંતો જયવંત
વર્તો. સમ્યક્ત્વના મહાન પ્રભાવક શ્રી સદ્ગુરુદેવ જયવંત વર્તો.
વૈરાગ્ય સમાચાર
એક ખાસ કાર્યકરની સોનગઢ – સંસ્થાને પડેલી મોટી ખોટ
ભાઈશ્રી અમૃતલાલ નરસીભાઈ શેઠ સુરેન્દ્રનગરમાં કારતક વદ સાતમના રોજ હાર્ટફેઈલથી અચાનક
સ્વર્ગવાસ પામ્યા. –આ વાત સાંભળતાં જ મુમુક્ષુ ભાઈ–બહેનોના હૃદય હચમચી જાય છે... ગામેગામના
મુમુક્ષુમંડળોમાં આઘાતની ઘેરી લાગણી છવાઈ ગઈ છે... અને સદ્ગત અમૃતલાલભાઈનું સ્મરણ થતાં આજે
પણ હૃદય ગદ્ગદ થઈ જાય છે.
ભાઈશ્રી અમૃતલાલભાઈ છેલ્લા દસ–બાર વર્ષોથી પૂ. ગુરુદેવના સમાગમમાં આવેલા... પૂ. ગુરુદેવના
સત્સમાગમથી તત્ત્વ સમજવાનો તેમને એવો રંગ લાગેલો કે છેલ્લા દસેક વર્ષોથી તેઓ લગભગ સોનગઢમાં જ
રહેતા. પૂ. ગુરુદેવ જે તત્ત્વ સમજાવે છે તે ખૂબ ખૂબ પ્રચાર પામે એવી તેમને ખાસ ભાવના હતી, –એટલું જ
નહિ પણ તે માટે તેઓ તન–મન–ધનથી સર્વ પ્રકારે અથાગ