કરીને લગભગ સવાલાખ રૂા. ના
ખર્ચે જે ભવ્ય–ઉન્નત જિનમંદિર તૈયાર
થયું છે, તેમાં ઉપરના ભાગમાં
ભગવાન શ્રીનેમિનાથ પ્રભુની
વેદીપ્રતિષ્ઠાનો મહોત્સવ કારતક સુદ
૯ થી ૧૨ સુધી ધામધૂમ પૂર્વક
ઊજવાયો. મહોત્સવની વિધિ માટે
મંડપ શ્રીજિનમંદિરના મંડપમાં જ
કરવામાં આવ્યો હતો. મંડપમાં શ્રી
નેમિનાથ ભગવાન તેમજ મહાવીર
ભગવાન બહુ જ શોભતા હતા.
ઝંડારોપણ વિધિ બાદ પ્રથમ
અઢીદ્વીપમંડલની રચના કરીને
ઉલ્લાસપૂર્વક વીસ વિહરમાન
ભગવંતોનું પૂજન કરવામાં આવ્યું
હતું. ત્યારબાદ ઈન્દ્રોની પ્રતિષ્ઠા અને
યાગમંડલ પૂજનવિધાન થયું હતું.
વેદીશુદ્ધ–કલશશુદ્ધિ–ધ્વજશુદ્ધિ વગેરે
કાર્યક્રમો પણ ભક્તિપૂર્વક થયા હતા.
તેમાં કેટલીક અગત્યની વિધિઓ પૂ.
બેનશ્રીબેનના પવિત્ર હસ્તે થઈ હતી.
ભગવાનની અદ્ભુત ભક્તિ કરાવતા–સીમંધર ભગવાન કેવા વહાલા? –કે જેવા અંતરના જ્ઞાન વહાલા, એ
વાણીથી કેમ કહેવાય? –એમ અદ્ભુત ભક્તિ કરતા, તો વળી ક્યારેક ઊભા ઊભા નેમિનાથ ભગવાનને
સંબોધીને અદ્ભુત ભક્તિ કરતા... ‘મ્હારા નેમિપિયા ગીરનારી ચાલ્યા...” તથા “સાહેલી મારી નેમીશ્વર
બનડાનેં ગીરનારી જાતાં રોક લીજોયે...” ઈત્યાદિ સ્તવનથી અદ્ભુત ભક્તિ કરતા.
જયજયનાદથી જિનમંદિર છવાઈ ગયું. ભક્તજનોએ અપાર હર્ષથી જિનેન્દ્રભગવાનના સ્વાગત કર્યા. પછી તરત
જ ઉપરના ભાગમાં કલશ તથા ધ્વજ ચડાવવા માટે પૂ. ગુરુદેવ શિખર ઉપર પધાર્યા. પૂ. બેનશ્રીબેન પણ શિખર
ઉપર પધાર્યા હતા. ભક્તોના મહાન જયજયકાર વચ્ચે પૂ. ગુરુદેવે ધર્મધ્વજને હાથ લગાડયો... ને જિનમંદિર
ઉપર આકાશમાં લગભગ ૭૫ ફૂટ ઊંચે એ જિનેન્દ્રદેવનો ધર્મધ્વજ ફરફરવા લાગ્યો. તથા ૪ા ફૂટ જેવડો મોટો
‘સુવર્ણકલશ’ ચડાવવામાં આવ્યો. ને સુવર્ણપુરીના