બળદનું શરીર જ છું, મને તરસ લાગી છે ને હું પાણી પીઉં છું. –પણ દેહથી ભિન્ન આત્માનો તેને કાંઈ વિચાર
નથી. તેમ જે જીવો આવો મનુષ્ય અવતાર પામીને પણ દેહથી ભિન્ન આત્માનો વિચાર નથી કરતા તેઓ પણ...
ઢોર જેવા છે...
વારંવાર નથી મળતો... દેવોને પણ દુર્લભ એવો આ મનુષ્ય અવતાર છે, દેવો પણ મનુષ્ય અવતારને ઝંખે છે કે
“ક્યારે મનુષ્ય અવતાર પામીને અમે અમારી મુક્તિ પામીએ ને આ ભવચક્રમાંથી આત્માને છોડાવીએ!’ આ રીતે
દેવોને પણ પ્રિય એવો મનુષ્ય–અવતાર પામેલા હે દેવાનુપ્રિય! દેહથી ભિન્ન તારું જ્ઞાનાનંદસ્વરૂપ છે તેનો તું
વિચાર કર. આત્માની ઓળખાણ વગર આ ભવચક્રથી ઊગરવાનો બીજો કોઈ આરો નથી.
વાત સાંભળવા માટે સ્વર્ગમાંથી અહીં આવે છે તે વાત સાંભળવા અહીંના જીવોને નવરાશ પણ મળતી નથી, –
આત્માના હિતની દરકાર પણ કરતા નથી, ને સંસારના ધંધામાં અવતાર એળે ગુમાવે છે. સત્ સમજવા ટાણે
તેની જેઓ દરકાર કરતા નથી અને માંસ–શિકાર–દારૂ–પરસ્ત્રીલંપટપણું વગેરે મહાપાપ કરે છે તેઓ અહીંથી
મરીને નરકમાં જાય છે. નરકમાં મહાતીવ્ર દુઃખવેદના હોય છે. ત્યાં પણ કોઈ જીવને એવો વિચાર ઊગે કે અરેરે!
મેં પૂર્વે આત્માની દરકાર કરી નહિ ને મહાપાપમાં જીવન વીતાવ્યું... સંતો જ્ઞાનીઓ મને કહેતા હતા કે ‘તું દેહથી
ભિન્ન જ્ઞાનઆનંદસ્વરૂપ છો–તેની ઓળખાણ કર.’ –પણ તે વખતે મેં તેની દરકાર કરી નહિ. –આમ વિચાર
કરતાં કરતાં, પૂર્વે આત્માનું જે સ્વરૂપ સાંભળ્યું હતું તે લક્ષમાં લઈને તેની ઓળખાણ કરે છે. શ્રેણિક રાજા
અત્યારે નરકમાં છે, પણ તેમને ત્યાં પણ આત્માના જ્ઞાનાનંદસ્વરૂપનું ભાન છે... ને ત્યાંથી નીકળીને તેઓ
તીર્થંકર થવાના છે.
આત્માના ભાન વગર એકેય ભવ ઘટતો નથી. પૂર્વે અનંતકાળમાં બીજું બધું કર્યું, પુણ્ય કરીને અનંતવાર
સ્વર્ગનો દેવ પણ થયો, –પણ પૂર્વે આત્માની સમજણ એક ક્ષણ પણ કરી નથી તેથી સંસારમાં જ રખડયો, માટે
આવો મનુષ્ય ભવ પામીને હવે જીવનમાં આત્માની સમજણ કરી લેવા જેવું છે.
બહુ સરસ વાત પૂ. ગુરુદેવે કરી હતી.
જીવોને કલ્યાણકારી હો... જયવંત હો.