Atmadharma magazine - Ank 158
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 25

background image
: ૪ : આત્મધર્મ : ૧૫૮
પૂ. ગુરુદેવના વિહારનું મંગલ ગીત
[કારતક સુદ ૧૪ના રોજ ભક્તિમાં પૂ. બેનશ્રીબેને ગવડાવેલું મંગલવિહારનું ભાવભીનું ગીત]
ભરત ભૂમિમાં સોના સૂરજ ઊગીયો... રે... જિનજી... ભારત આંગણે પધારે સદ્ગુરુદેવ...
આજે દૈવી વાજાં વાગીયા રે... જિનજી! ...(૧)
સમ્મેદાચલ ઉત્તમ તીર્થરાજ છે રે... તેને ભેટવા જાયે ઉત્તમ ગુરુરાજ... આજે...(૨)
હિંદુસ્તાનમાં મંગળ યાત્રા થાય છે રે... મોંઘેરા મારે સદ્ગુરુદેવના વિહાર... આજે...(૩)
હિંદુસ્તાનમાં પાવન પગલા ગુરુદેવના રે... હિંદ જીવોનાં જાગ્યા સુલટા (મહા) ભાગ્ય... આજે...(૪)
ગુરુદેવના વિહારે ભારત નાચશે રે... આવ્યો આવ્યો અદ્ભુત યોગીરાજ... આજે...(૫)
અનુપમ મૂર્તિ સાક્ષાત્ ગુરુદેવ છે રે... અનુપમ કાર્યો કરે જીવન માંહી... આજે...(૬)
ભારત આંગણ–આંગણ તોરણો બંધાય છે રે... ભવ્ય જીવોનાં વૃંદો ઊછળી જાય... આજે...(૭)
શાશ્વત તીર્થ દર્શને ગુરુ સંચરે રે... એને હૈડામાંહી ઘણી છે હામ... મારે દૈવી... આજે...(૮)
ગુરુજીનો સાથ મળવો બહુ દોહીલો રે... મહાભાગ્યે મળ્‌યો ગુરુજીનો સાથ... આજે...(૯)
તીર્થયાત્રા ગુરુજી સંગે થશે રે... સેવકોના જન્મ સફળ થાય... આજે...(૧૦)
કુમકુમ પગલે ગુરુજી પધારતા રે... આકાશે બહુ દેવદુંદુભી નાદ... આજે...(૧૧)
મંગલકારી ચંદનથી ગુરુચરણો પૂજું રે... હીરલેથી વધાવું ગુરુદેવ... આજે...(૧૨)
દેશોદેશના સજ્જનો ગુરુજીને પૂજશે રે... ભક્તિભાવે સ્વાગત રૂડા થાય... આજે...(૧૩)
ગુરુદેવની ન્યાયવાણી અમર તપો રે... જૈન શાસનમાં વર્તો જય જયકાર... આજે...(૧૪)
વીતરાગી માર્ગ ગુરુજી મારા સ્થાપતા રે.....ગુરુદેવનો વર્તો જય જયકાર...આજે...(૧૫)
શાશ્વતયાત્રા શાશ્વત તીરથરાજની રે... શાશ્વત હોજો ગુરુદેવનો સાથ... આજે...(૧૬)
– પરમેશ્વરની જાહેરાત –
સર્વજ્ઞ પરમેશ્વરની વાણીમાં વસ્તુસ્વરૂપની એવી પરિપૂર્ણતા
જાહેર કરી છે કે: દરેક આત્મા પોતાના સ્વભાવથી પૂરો–પરમેશ્વર છે,
તેને કોઈ બીજાની મદદની અપેક્ષા નથી; તેમજ દરેક જડ પરમાણુ પણ
તેના સ્વભાવથી પરિપૂર્ણ–જડેશ્વર ભગવાન–છે; આ રીતે ચેતન અને
જડ દરેક પદાર્થ સ્વતંત્ર અને પોતાથી જ પરિપૂર્ણ છે, કોઈ તત્ત્વ કોઈ
બીજા તત્ત્વનો આશ્રય માંગતું નથી.–આમ સમજીને પોતાના પરિપૂર્ણ
આત્માની શ્રદ્ધા અને આશ્રય કરવો ને પરનો આશ્રય છોડવો તે
પરમેશ્વર થવાનો પંથ છે.
–પ્રવચનમાંથી.