ATMADHARMA Regd No. B, 4787
અ.મ.ત. વ.ચ.ન
(૧) આતમારામમાં રહેવું તે જ ખરો આરામ છે.
(૨) સ્વભાવની સન્મુખ થયા વિના સુખ હરામ છે.
(૩) ભાઈ! એક વાર તારી ચૈતન્યવિભૂતિને નજરમાં તો લે!
(૪) શુદ્ધ–આત્માને દ્રષ્ટિમાં લેવો તે દર્શનશુદ્ધિ છે.
(૫) દર્શનશુદ્ધિ કરવી તે જ ખરી શુદ્ધિ છે.
(૬) સર્વ પ્રકારના ઉદ્યમથી પહેલાંં દર્શનશુદ્ધિ કરો.
(૭) ‘દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ’ એ જૈન ધર્મનો મુદ્રાલેખ છે.
(૮) તારા આનંદ સ્વભાવની વાત સાંભળીને હે જીવ! તું
ઉલ્લાસિત થા.
(૯) આત્મા સમજવાની જે ના પાડે છે તે ભવથી છૂટવાની ના
પાડે છે.
(૧૦) જે પોતાનું હિત સાધવા જાગ્યો તેને રોકનાર જગતમાં
કોઈ નથી.
અપરાધી અને નિર્દોષ
•• શુદ્ધ આત્મા સિવાય પરદ્રવ્યના ગ્રહણની બુદ્ધિ તે
અપરાધ છે; ને તે અપરાધનું ફળ સંસારની જેલ છે.
•• શુદ્ધ આત્માનું જ સ્વદ્રવ્યપણે ગ્રહણ (એટલે કે તેની
શ્રદ્ધા, તેનું જ્ઞાન ને તેમાં લીનતા) નિરપરાધપણું છે,
ને તેનું ફળ મુક્તિ છે.
–પૂ. ગુરુદેવ.
પ્રશ્ન:– અપરાધી કોણ?
ઉત્તર:– જે પરદ્રવ્યને પોતાનું માને તે.
પ્રશ્ન:– નિરપરાધી કોણ?
ઉત્તર:– જે પોતાના શુદ્ધ આત્માને જ પોતાનું માને છે,
ને તે સિવાય કિંચિત્ પણ પરદ્રવ્યને પોતાનું
માનતો નથી તે.
પ્રશ્ન:– બંધન થવાની શંકા કોને પડે?
ઉત્તર:– જે અપરાધી હોય તેને.
પ્રશ્ન:– ‘હું નહીં જ બંધાઉં’ એવી નિઃશંકતા કોને
હોય?
ઉત્તર:– જે જીવ નિરપરાધી હોય તેને.
જુઓ, સમયસાર ગા. ૩૦૧–૨–૩
મુદ્રક:– હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગર (સૌરાષ્ટ્ર)
પ્રકાશક:– સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી હરિલાલ દેવચંદ શેઠ–ભાવનગર (સૌરાષ્ટ્ર)