આ ચૈતન્યસ્વરૂપી આત્મા પોતે અનંતશક્તિવાળો દેવ છે, પોતે જ
આરાધ્ય છે, માટે તેની સન્મુખ થઈને તેની જ આરાધના કરવી. તેની
આરાધનાનું ફળ મોક્ષ છે.
હોય નહિ; તેમજ પોતાની પર્યાયમાં જે શુભ–અશુભ રાગાદિ ભાવો થાય છે
તે તો સ્વયં અપરાધરૂપ છે–વિરાધકભાવ છે, તો તેની આરાધના કરવાનું
કેમ હોય? માટે પરચીજ કે વિકાર તે આત્માનું આરાધ્ય નથી, પણ પરથી
ભિન્ન તેમજ વિકારથી રહિત એવો જે પોતાનો અચિંત્ય ચૈતન્ય શક્તિસંપન્ન
સ્વભાવ છે તે જ આરાધ્ય છે, તેની આરાધનાથી જ સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર–તપ અને: મોક્ષ પમાય છે. જેઓ આવા આત્મસ્વભાવની આરાધના
કરે છે તેઓ જ આરાધક છે; અને જેઓ આવા આત્મસ્વભાવની આરાધના