Atmadharma magazine - Ank 160
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 25

background image
સંસારથી સંતપ્ત જીવોને શાંતિની ઝાંખી કરાવતું અજોડ આધ્યાત્મિક–માસિક
દુનિયા કરતાં આત્માને રાજી કરો
જગતના જીવોએ દુનિયા રાજી કેમ થાય અને દુનિયાને ગમતું કેમ થાય એવું તો
અનંતવાર કર્યું છે, પણ હું આત્મા વાસ્તવિક રીતે રાજી થાઉં ને મારા આત્માને ખરેખર
ગમતું શું છે એનો કોઈવાર વિચાર પણ નથી કર્યો, એની કોઈવાર દરકાર પણ નથી કરી.
જેને આત્માને ખરેખર રાજી કરવાની ધગશ જાગી તે આત્માને રાજી કર્યે જ છૂટકો કરશે
અને તેને ‘રાજી’ એટલે ‘આનંદધામ’ માં પહોંચ્યે જ છૂટકો છે.....ભાઈ! ...પરનો આશ્રય
છોડીને સ્વતત્ત્વની રુચિ કરવી...પ્રેમ કરવો...મનન કરવું તે જ સત્સ્વભાવને પ્રગટાવવાનો
ઉપાય છે...જે પોતાનું હિત ચાહે તે આવું કરો.
[––પૂ. બેનશ્રીબેન લિખિત સમયસાર–પ્રવચનોમાંથી]