ઉ. આત્મસ્વરૂપની વાર્તા ન સાંભળે તે.
પ્ર. આંખ હોવા છતાં આંધળો કોણ?
ઉ. જિનેન્દ્રદેવના દર્શન ન કરે તે.
પ્ર. જીભ હોવા છતાં મૂંગો કોણ?
ઉ. જિનેન્દ્રદેવનું સ્તવન ન કરે તે.
પ્ર. ધન હોવા છતાં દરિદ્રી કોણ?
ઉ. જે દાન ન કરે તે.
પ્ર. મન હોવા છતાં અસંજ્ઞી કોણ?
ઉ. જે ચૈતન્યનું ચિંતવન ન કરે તે.
પ્ર. આળસુ કોણ?
ઉ. જે તીર્થયાત્રા ન કરે તે.
ઉ. જે મોહમલ્લને જીતે તે.
પ્ર. નિર્ધન છતાં ધનવાન કોણ?
ઉ. જે રત્નત્રયરૂપી ધનને ધારણ કરે તે.
પ્ર. હણનાર છતાં અહિંસક કોણ?
ઉ. જે મોહ શત્રુને હણે તે.
પ્ર. શાસ્ત્રો ભણ્યો હોવા છતાં મૂર્ખ કોણ?
ઉ. જે ચૈતન્યતત્ત્વને ન જાણે તે.
પ્ર. વિદ્વાન્ કોણ?
ઉ. જે આત્મવિદ્યાને જાણે તે.
પ્ર. મનુષ્ય હોવા છતાં પશુ કોણ?
ઉ. જે સ્વ–પરનો વિવેક ન કરે તે.
આત્માની દરકાર કરીને સત્ ન સમજ્યો ને આત્મજ્ઞાન ન કર્યું તો આયુષ્ય પૂરું થતાં મનુષ્યઅવતાર હારી
જઈશ, માટે ભાઈ! આ અવસર પ્રમાદમાં ગુમાવવા જેવો નથી. આ મનુષ્યપણામાં અવતરીને જીવનનું ધ્યેય એ
છે કે પોતાના વાસ્તવિક આત્મસ્વરૂપની ઓળખાણ કરવી ને તેના સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગની
આરાધનાવડે ભવભ્રમણનો નાશ કરવો, ને અપૂર્વ મોક્ષસુખની પ્રાપ્તિ કરવી.