Atmadharma magazine - Ank 161
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 25

background image
પાછાં ફરતાં આ ઉલ્લાસભરી યાત્રા ગુરુદેવ સાથે થઈ તેની “વાહવા જી વાહવા” ની ધૂન ગાતાં હતાં–
પાવાપુરી ધામ દેખ્યાં.....વાહવા જી વાહવા.....
મુક્તિના આ ધામ દેખ્યાં.....વાહવા જી વાહવા.....
ગુરુદેવની સાથે દેખ્યાં.....વાહવા જી વાહવા.....
ગુરુદેવે ભક્તિ કરી.....વાહવા જી વાહવા.....
સંતો સાથે જાત્રા થઈ.....વાહવા જી વાહવા.....
અનંતકાળની ભાવના પૂરી થઈ.....
વાહવા જી વાહવા.....
આજે (ફાગણ સુદ બીજ ને રવિવારે) સોનગઢમાં સીમંધર ભગવાનની પ્રતિષ્ઠાનો મંગલ દિવસ, અને
બરાબર આજે જ અહીં પાવાપુરી મોક્ષધામમાં ગુરુદેવ સાથે અપૂર્વ ભક્તિભરેલી યાત્રાનો પ્રસંગ બન્યો તેથી સૌ
ભક્તોને ઘણો ઉલ્લાસ થયો.
લગભગ ૧૦૦૦ ભક્તજનો સાથે તીર્થયાત્રાનો આ એક મહાન પ્રસંગ છે, તે બાબતનો પ્રમોદ સૌ ભક્તજનો
ગુરુદેવ પાસે વ્યક્ત કરતા હતા....ને આ યાત્રા પ્રસંગથી ગુરુદેવને પણ ઘણો પ્રમોદ થતો હતો. જલમંદિરની સામે
વીરપ્રભુની અંતિમ દેશનાનું (સમવસરણનું) સ્થાન છે, તે જોવા પણ ગુરુદેવ પધાર્યા હતા. ત્યાં સમવસરણ જેવી
રચના (ત્રણ પીઠીકા) છે ને તેમાં વીરપ્રભુના પુરાણા (લગભગ અઢી હજાર વર્ષ જૂના) ચરણકમળ છે, ત્યાં ગુરુદેવે
ભક્તજનો સહિત અર્ઘ ચઢાવ્યો હતો.
બપોરે પૂ. ગુરુદેવનું પ્રવચન થયું હતું. પ્રવચનમાં ગુરુદેવ વારંવાર તીર્થધામોનો ભાવવાહી ઉલ્લેખ કરતા હતા.
તા. ૪ (ફા. સુદ ત્રીજ) બપોરે પૂ. ગુરુદેવ અને સંઘ પાવાપુરીથી નીકળીને ગુણાવા આવ્યા. ગુણાવા તે
ગૌતમસ્વામીની મોક્ષભૂમિ છે; ત્યાં જિનમંદિરમાં મુનિસુવ્રતપ્રભુના મોટા પ્રતિમાજી તેમજ ગણધરદેવના ચરણકમળ
છે; તે ઉપરાંત પાવાપુરી જેવું એક નાનું રળિયામણું જલમંદિર પણ છે. સરોવર વચ્ચે જલમંદિરમાં ગૌતમ સ્વામીના
ચરણકમળ શોભે છે. ગુણાવા ઉપશાંત વાતાવરણવાળું સિદ્ધિધામ છે. અહીં ઉલ્લાસપૂર્વક ભક્તિ થઈ હતી, તેમાં પૂ.
ગુરુદેવે પણ ભક્તિ ગવડાવી હતી.
અહીંથી પૂ. ગુરુદેવ ગયા શહેરમાં પધાર્યા......ગયા શહેરમાં જૈન સમાજે ગુરુદેવનું ને સંઘનું પ્રેમપૂર્વક ભવ્ય
સ્વાગત કર્યું. તથા ગુરુદેવને અભિનંદનપત્ર આપવામાં આવ્યુ હતું. કેટલાક ભક્તજનો ગુણાવાથી સીધા
સમ્મેદશિખરજી ગયેલા ને ત્યાં રાત્રે જિનમંદિરમાં ભક્તિ કરી હતી.
પૂ. ગુરુદેવ તા. ૬ (ફા. સુદ પાંચમ) ની સવારે લગભગ ૧૦ વાગે સમ્મેદશિખરજી ધામ (મધુવન) પધાર્યા;
પવિત્ર તીર્થધામમાં જૈનસમાજે ઉમળકાપૂર્વક ગુરુદેવનું સ્વાગત કર્યું...શાશ્વત તીર્થધામમાં આવતાં ગુરુદેવને પણ ઘણી
જ પ્રસન્નતા થતી હતી...ત્રણ–ચાર હજાર શ્રોતાજનોની સભામાં માંગળિક સંભળાવતાં ગુરુદેવે કહ્યું કે–અનંત
તીર્થંકરો અને સંત મુનિવરો અહીંથી મોક્ષ પામ્યા છે, તેથી આ સમ્મેદશિખરજી તીર્થ તે મંગળ છે; જુઓ,
અહીંથી ઉપર અનંત સિદ્ધભગવંતો બિરાજે છે. આત્માનો જ્ઞાન–આનંદ સ્વભાવ જે ભાવથી પ્રગટયો તે ભાવ
પણ મંગળ છે. ધવલામાં તો વીરસેનાચાર્ય કહે છે કે –ભવિષ્યમાં મોક્ષ પામનાર આત્મ દ્રવ્ય પણ મંગળ છે,
કેમકે અલ્પકાળમાં કેવળજ્ઞાન થવાનું છે અને જે કાળે આત્મા મુુક્તિ પામ્યો તે કાળ પણ મંગળ છે. જેણે
આત્માના જ્ઞાન–આનંદ સ્વભાવની પ્રતીત કરીને પોતામાં સમ્યગ્દર્શન–જ્ઞાનરૂપ મંગળ પ્રગટ કર્યું તે જીવ
ભગવાનને પણ પોતાના મંગળનું કારણ કહે છે, ને ભગવાન જ્યાંથી મોક્ષ પધાર્યા એવા આ સમ્મેદશિખરજી
વગેરે તીર્થધામને પણ તે મંગળનું નિમિત્ત કહે છે. કેમ કે આવી નિર્વાણભૂમિ જોતાં તેને મોક્ષતત્ત્વનું સ્મરણ
થાય છે. આ રીતે મોક્ષ તત્ત્વની પ્રતીતમાં અને સ્મરણમાં આ ભૂમિ નિમિત્ત છે તેથી આ ભૂમિ પણ મંગલ છે.
તેની જાત્રા માટે અહીં આવ્યા છીએ. આ રીતે દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ સર્વ પ્રકારે માંગલિક કર્યું.
ઃ ૧૪ઃ
આત્મધર્મઃ ૧૬૧