પ્રગટે તેનું નામ જૈનધર્મ છે. ભવનું મથન કરી નાંખે,–ભવનો નાશ કરી નાંખે તે જ જૈનધર્મ છે.
હજી તો અનંત ભવની શંકામાં જે પડયો હોય, અરે! ભવ્યપણામાં પણ જેને શંકા હોય–એવા જીવને
તો જૈનધર્મની ગંધ પણ આવી નથી. આહા! જૈનધર્મ શું ચીજ છે તેની વાત લોકોએ યથાર્થ
સાંભળી પણ નથી. એક ક્ષણ પણ જૈનધર્મ પ્રગટ કરે તો અનંતભવનો કટ થઈ જાય ને આત્મામાં
મોક્ષની છાપ પડી જાય, મુક્તિની નિઃશંકતા થઈ જાય.–આવો જૈનધર્મ છે. આ જ જૈનધર્મની
શ્રેષ્ઠતા છે, તેથી હે ભવ્ય જીવ! ભવના નાશ માટે તું આવા જૈનધર્મને ભાવ.