Atmadharma magazine - Ank 161
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 25

background image
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સુંદર સગવડ
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
ઉપરોક્ત બોર્ડિંગ છેલ્લા પ વર્ષથી ચાલે છે. આ સંસ્થામાં,
જૈનધર્મના વિદ્યાર્થીઓ, કે જેઓની ઉમર, ૧૧ વર્ષ અને તેથી વધુ હોય,
અને જેઓ, ગુજરાતી પમું ધોરણ કે તેથી ઉપરના ગુજરાતી કે અંગ્રેજી
ધોરણોમાં અભ્યાસ કરતા હોય, તેમને દાખલ કરવામાં આવે છે.
માસિક લવાજમ પૂરી ફીના રૂા. ૨પ તથા ઓછી ફીના રૂા.
૧પ લેવામાં આવે છે.
અહીં મેટ્રીક (એસ. એસ. સી.) સુધીના અભ્યાસ માટે
હાઈસ્કુલ છે.
સંસ્થામાં રહેતા વિદ્યાર્થીઓને, વ્યાવહારિક કેળવણી
ઉપરાંત, ધાર્મિક અભ્યાસનો, તથા પૂજ્ય આધ્યાત્મિક સંત ‘શ્રી
કાનજી સ્વામી’ ના વ્યાખ્યાન–શ્રવણનો, અપૂર્વ લાભ મળે તેમ છે.
અહીંની આબોહવા સૂકી, ખુશનુમા તથા આરોગ્યપ્રદ છે.
હાલ, સંસ્થાનું સ્વતંત્ર નવું, સુંદર, હવા ઉજાસ તથા
સગવડતાવાળું મકાન બંધાઈ રહ્યું છે, જે ૩–૪ માસમાં પૂરું થશે.
સંસ્થાનું નવું સત્ર (ટર્મ) તા. ૧પ મી જુન આસપાસ શરૂ
થાય છે.
સંસ્થામાં નિશ્ચિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓને દાખલ
કરવાના છે.
તો જે વિદ્યાર્થીઓને દાખલ થવા ઈચ્છા હોય તેમણે
ઉપરના સરનામે રૂા. ૦–૨–૦ ની પોષ્ટની ટીકીટો બીડી સંસ્થાના
પ્રવેશપત્ર તથા ધારાધોરણ અને નિયમો તા. ૩૦–૪–પ૭ સુધીમાં
મંગાવી ભરી તા. ૨૦–પ–પ૭ સુધીમાં પરત મોકલી આપવાં.
લી. મંત્રીઓ
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
આત્મધર્મના ગ્રાહકોને
આ “આત્મધર્મ” નું પ્રકાશન આનંદ પ્રેસ–ભાવનગરથી
થાય છે. અત્યાર સુધી તેનું પ્રકાશન વલ્લભવિદ્યાનગરથી થતું તેને
બદલે હવેથી ભાવનગરથી થશે અને વ્યવસ્થા પણ ત્યાંથી થશે; માટે
વ્યવસ્થા બાબતનો પત્રવ્યવહાર હવેથી નીચેના સરનામે કરવોઃ–
આનંદ પ્રેસ – ભાવનગર
જ્ઞાન દીવડા
જ્ઞાનને અંતર્મુખ કરીને આત્મામાં
જેણે પ્રકાશ કર્યો.......જ્ઞાનના દીવડાથી
આત્માને પ્રકાશિત કર્યો તે જીવ ખરેખર
‘ધર્મ–દીવાકર’ છે– તે જ ‘જ્ઞાનદીવાકર’ છે;
તેને આત્માના અસંખ્ય પ્રદેશે જ્ઞાનદીવડા
પ્રગટી ગયા છે અને અજ્ઞાન–અંધકારનો નાશ
થઈ ગયો છે. હજી તો જેને જ્ઞાનપ્રકાશી
આત્માનું ભાન પણ નથી, આત્મામાં
જ્ઞાનદીવડો પ્રગટાવ્યો નથી ને અજ્ઞાનનું
અંધારું ટાળ્‌યું નથી તે ‘ધર્મદીવાકર’ શેનો?
ચિદાનંદતત્ત્વમાં સમ્યક્શ્રદ્ધાની ચીનગારીવડે
જેમણે અતીન્દ્રિય જ્ઞાનથી ઝગમગતા દીવડા
પ્રગટાવ્યા એવા ધર્માત્મા જ ખરેખરા
ધર્મદીવાકર છે.
રજીસ્ટ્રેશન ઓફ ન્યુસ પેપર્સ
(સન્ટલ)રૂલ્સ ૧૯પ૬’નઅન્વય
“આત્મધર્મ” સંબંધમાં નીચેની
વિગતો પ્રગટ કરવામાં આવે છે.
૧ પ્રસિદ્ધિ સ્થળ –આનંદ પ્રેસ, ભાવનગર
૨ પ્રસિદ્ધિ ક્રમ– દરેક મહિનાની વદ તેરસ
૩ મુદ્રકનું નામ– શ્રી હરિલાલ દેવચંદ શેઠ
કયા દેશના – ભારતીય
ઠેકાણું–આનંદ પ્રીન્ટીંગ પ્રેસ–ભાવનગર
૪ પ્રકાશકનું નામ– શ્રી જૈન સ્વાધ્યાય
મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી હરિલાલ
દેવચંદ શેઠ–ભાવનગર
કયા દેશના– ભારતીય
ઠેકાણું – આનંદ પ્રેસ–ભાવનગર
પ તંત્રીનું નામ–રામજી માણેકચંદ દોશી
કયા દેશના–ભારતીય
ઠેકાણું–જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
૬ સામયિકના માલિકનું નામ–
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ
અમે આથી જાહેર કરીએ છીએ કે
ઉપર આપેલી વિગતો અમારી જાણ અને
માન્યતા મુજબ બરોબર છે.
તા. ૨૦–૪–પ૭
સહી
રામજી માણેકચંદ દોશી
વાર્ષિક લવાજમ રૂપિયા ત્રણઃઃઃ છૂટક નકલ ચાર આના