આત્મધર્મ
વર્ષ ચૌદમું ઃ સમ્પાદકઃ ફાગણ
અંક પાંચમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૩
જ્યાં દોષ થાય છે ત્યાં જ ગુણ ભર્યા છે.
જ્યાં દોષ થાય છે ત્યાં જ ગુણ ભર્યા છે.
જ્યાં અલ્પજ્ઞતા છે ત્યાં જ સર્વજ્ઞતાનું સામર્થ્ય પડયું છે.
જ્યાં દુઃખ થાય છે ત્યાં જ ત્રિકાળ સુખ ગુણ રહેલો છે.
જ્યાં ક્રોધ થાય છે ત્યાં જ ત્રિકાળી ક્ષમાગુણ ભરેલો છે.
–આ રીતે ‘ક્ષણિક દોષ’ અને ‘ત્રિકાળી ગુણ’ બંને એક સાથે વર્તી રહ્યા છે,
તેમાં ગુણસ્વભાવને ઓળખીને તેનું અવલંબન લેતાં દોષ ટળી જાય છે ને ગુણની
નિર્દોષ દશા પ્રગટે છે.
આત્માની ક્ષણિક હાલતમાં દોષ થતાં અજ્ઞાનીને તો પોતાનો આખોય
આત્મા જ દોષસ્વરૂપ ભાસે છે, પણ તે જ વખતે આત્માનો સ્વભાવ ગુણથી ભરેલો
છે, તે તેને ભાસતો નથી,–દોષથી જરાય ભિન્નતા ભાસતી નથી, એટલે તે દોષને
ટાળી શકતો નથી. જ્ઞાની તો ક્ષણિક દોષ વખતે પણ પોતાના ત્રિકાળી ગુણસ્વભાવને
દોષથી ભિન્ન જાણતા થકા, ગુણના જોરે દોષનો નાશ કરી નાંખે છે.