વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સુંદર સગવડ
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
ઉપરોક્ત બોર્ડિંગ છેલ્લા પ વર્ષથી ચાલે છે. આ
સંસ્થામાં, જૈનધર્મના વિદ્યાર્થીઓ, કે જેઓની ઉંમર, ૧૧ વર્ષ
અને તેથી વધુ હોય, અને જેઓ, ગુજરાતી પમું ધોરણ કે તેથી
ઉપરના ગુજરાતી કે અંગ્રેજી ધોરણોમાં અભ્યાસ કરતા હોય,
તેમને દાખલ કરવામાં આવે છે.
માસિક લવાજમ પૂરી ફીના રૂા. ૨૫–તથા ઓછી ફીના
રૂા. ૧૫–લેવામાં આવે છે.
અહીં મેટ્રીક (એસ. એસ. સી.) સુધીના અભ્યાસ માટે
હાઈસ્કૂલ છે.
સંસ્થામાં રહેતા વિદ્યાર્થીઓને, વ્યાવહારિક કેળવણી
ઉપરાંત, ધાર્મિક અભ્યાસનો, તથા પૂજ્ય આધ્યાત્મિક સંત ‘શ્રી
કાનજીસ્વામી’ નાં વ્યાખ્યાન–શ્રવણનો, અપૂર્વ લાભ મળે તેમ
છે.
અહીંની આબોહવા સૂકી, ખુશનુમા તથા આરોગ્યપ્રદ છે.
હાલ, સંસ્થાનું સ્વતંત્ર નવું, સુંદર, હવા ઉજાસ તથા
સગવડતાવાળું મકાન બંધાઈ રહ્યું છે, જે ૩–૪ માસમાં પૂરું
થશે.
સંસ્થાનું નવું સત્ર (ટર્મ) તા. ૧૫મી જુન આસપાસ
શરૂ થાય છે.
સંસ્થામાં નિશ્ચિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓને દાખલ
કરવાના છે.
તો જે વિદ્યાર્થીઓને દાખલ થવા ઈચ્છા હોય તેમણે
ઉપરના સરનામે રૂા. ૦–૨–૦ ની પોષ્ટની ટીકીટો બીડી
સંસ્થાના પ્રવેશપત્ર તથા ધારાધોરણ અને નિયમો તા. ૩૦–૪–
૫૭ સુધીમાં મંગાવી ભરી તા. ૨૦–૫–૫૭ સુધીમાં પરત મોકલી
આપવાં.
લી. મંત્રીઓ,
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ
સોનગઢ, (સૌરાષ્ટ્ર)
આત્મધર્મના ગ્રાહકોને
આ “આત્મધર્મ” નું પ્રકાશન આનંદ પ્રેસ–ભાવનગરથી
થાય છે. અત્યારસુધી તેનું પ્રકાશન વલ્લભવિદ્યાનગરથી થતું
તેને બદલે હવેથી ભાવનગરથી થશે અને વ્યવસ્થા પણ ત્યાંથી
થશે; માટે વ્યવસ્થા બાબતનો પત્રવ્યવહાર હવેથી
નીચેના સરનામે કરવો:–
આનંદ પ્રેસ–ભાવનગર
ભવના અંતના ભણકાર
આ મનુષ્ય અવતાર પામીને
જો ભવના અંતના ભણકાર આત્મામાં
ન જગાડયા તો જીવન શું કામનું?
જેણે જીવનમાં ભવથી છુટવાનો ઉપાય
ન કર્યો તેના જીવનમાં ને કીડા–
કાગડાના જીવનમાં શું ફેર છે! માટે
ભાઈ! હવે આ ભવભ્રમણથી
આત્માનો છૂટકારો કેમ થાય તેનો
ઉપાય સત્સમાગમે કર.
સત્સમાગમે ચિદાનંદ
સ્વભાવનું અંતરના ઉલ્લાસપૂર્વક
શ્રવણ કરીને, તેની પ્રતીત કરતાં જ
તારા આત્મામાં ભવના અંતના
ભણકારા આવી જશે.
આનંદનો ભોગવટો
અરે જીવ!
તારો આત્મા તો આનંદની
ખાણ... તેને આ વિકારનો કે
વિષયોનો ભોગવટો ન હોય. તારા
જ્ઞાયકસ્વભાવના આનંદનો ભોગવટો
છોડીને અનાદિથી આ વિકારરૂપ
વિષયોના ભોગવટા કરી કરીને તારું
જ્ઞાનાનંદ શરીર ક્ષીણ થઈ ગયું... માટે
ભાઈ! હવે તે વિકારનો ભોગવટો
કરવામાં રાજી ન થા, ને તારા
જ્ઞાનાનંદ સ્વરૂપને સંભાળ. વિકારનો
ભોક્તા થવામાં તારું આનંદશરીર
હણાય છે, માટે તે ભોગવટો છોડ;
વિકાર તારા જ્ઞાનસ્વભાવથી જુદા છે,
તેને ભોગવવાનો તારો સ્વભાવ નથી.
માટે અંતરમાં લક્ષ કરીને તારા
જ્ઞાયકસ્વભાવના અતીન્દ્રિય આનંદનો
ભોગવટો કર. આ અતીન્દ્રિય
ભગવાન ઈન્દ્રિય વિષયોમાં મુર્છાઈ
જાય–તે શોભતું નથી.
પૂ. ગુરુદેવ.
વાર્ષિક લવાજમ રૂપિયા ત્રણ : : : છૂટક નકલ ચાર આના