ધર્મોરૂપે જ રહ્યો છે. આ રીતે ‘સર્વ શરીરોમાં એક સ્વરૂપાત્મક એવી સ્વધર્મવ્યાપકત્વ શક્તિ આત્મામાં છે. ’
એટલે શરીરના ધર્મરૂપે ન થતાં આત્મા પોતાના ધર્મોમાં જ રહે છે. અનાદિથી સંસારમાં રખડતાં રખડતાં અનંત
શરીરો જીવે ધારણ કર્યા પણ તે બધામાં તેનું સ્વરૂપ તો એક જ રહ્યું છે, તે કદી કોઈ શરીરના ધર્મમાં વ્યાપીને
રહ્યો નથી પણ પોતાના નિજધર્મોમાં વ્યાપીને એક સ્વરૂપે જ રહ્યો છે. મનુષ્યદેહ હોય ત્યાં અજ્ઞાનીને દેહબુદ્ધિથી
એમ લાગે છે કે ‘હું મનુષ્ય છું. ’ તિર્યંચનો દેહ હોય ત્યાં એમ લાગે છે કે ‘હું તિર્યંચ છું’ –એમ જે જે શરીર હોય
તે શરીરરૂપે જ પોતાને માને છે; અહીં આચાર્યપ્રભુ સમજાવે છે કે અરે જીવ! તું શરીરરૂપે થઈ ગયો નથી. જુદ
જુદા અનંત શરીરો ધારણ કર્યા ને છૂટયા છતાં તારો આત્મા તો તે ને તે જ રહ્યો છે. મનુષ્ય અવતાર વખતે તું
કાંઈ મનુષ્ય શરીરરૂપે થઈ ગયો નથી, તું તો તારા જ્ઞાનાદિ અનંત ધર્મોથી એકરૂપ છો. શરીરો અનંત બદલાઈ
ગયા પણ તારા સ્વરૂપના ધર્મો કાંઈ બદલી ગયા નથી. અનંતકાળ પહેલાંં તારામાં જે જ્ઞાનાદિ નિજધર્મો હતા તે
જ જ્ઞાનાદિ નિજધર્મોમાં અત્યારે પણ તું રહ્યો છે, માટે તારા નિજધર્મોને દેખ.
તો અચેતન–જડ ધર્મમાં રહેલું છે, એટલે આત્મા તો જાણનાર ધર્મવાળો છે, ને શરીર તો કંઈ પણ ન જાણે એવા
જડધર્મવાળું છે; આ રીતે બંનેના ધર્મો પ્રગટ ભિન્ન ભિન્ન છે. પોતાના જ્ઞાનધર્મથી તે તે વખતના શરીરને જાણતાં
‘આ શરીર જ હું છું’ એમ માનીને અજ્ઞાની જીવ પોતાના જ્ઞાનધર્મને ભૂલી જાય છે. દેહને જાણવાનો આત્માનો
સ્વભાવ છે પણ પોતે દેહરૂપે થઈ જાય–એવો આત્માનો સ્વભાવ નથી. પોતે તો પોતાના જ્ઞાનાદિ સ્વભાવરૂપ
ધર્મમાં જ રહે છે.