Atmadharma magazine - Ank 164
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 23

background image
દરેક પદાર્થ પોતાના મૂળ સ્વરૂપપણે નિત્ય ટકી રહે છે, તેને ધુ્રવતા કહે છે, બીજો કોઈ તેને ટકાવનાર નથી.
આવ ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યસ્વરૂપ પદાર્થોનો જે સમૂહ છે તેના વડે જ આ વિશ્વ રચાયેલું છે. સર્વજ્ઞ પરમેશ્વર
આવા વિશ્વના પ્રત્યક્ષ જ્ઞાતા છે, પણ સૃષ્ટા નથી. આ વિશ્વને કે વિશ્વના કોઈ પદાર્થોને ઈશ્વરે બનાવ્યા નથી, પણ જેમ
હતા તેમ જાણ્યા છે. જગતમાં પહેલાં કોઈ પણ સ્વરૂપે જેનું અસ્તિત્વ ન હોય તેની કદી ઉત્પતિ થઈ શકે નહિ.–શૂન્યમાંથી
સૃષ્ટિ થઈ શકે નહિ, માટે ઈશ્વર કોઈ પણ પદાર્થોના સરજનહાર નથી. ઈશ્વર જગતના જ્ઞાતા છે પણ કર્તા નથી.
“ઈશ્વર” તે સર્વજ્ઞતાને પામેલા એક આત્મા છે. આ વિશ્વમાં ભિન્નભિન્ન અનંત આત્માઓ છે. તે આત્મા
નિરવધિકાળથી પોતાના વાસ્તવિક સ્વરૂપને ચૂકીને દેવમાં ને ઢોરમા, નરકમાં ને મનુષ્યમાં અવતાર ધારણ કરીને
પરિભ્રમણ કરી રહ્યો છે. તે પરિભ્રમણમાં પોતાની જ્ઞાનાદિ શક્તિઓ તીવ્રપણે હણાઈ ગઈ હોવાથી તે દુઃખી છે. એ
દુઃખથી છૂટવા માટે જ્યારે કોઈ ધન્ય પળે એને પોતાનું આત્મસ્વરૂપ સમજવાની સાચી ઝંખના જાગે છે ત્યારે,
આત્મ–અનુભવી સંત તેને તેનું સ્વરૂપ બતાવે છે કેઃ અરે જીવ! તારો આત્મા પરમાત્મ શક્તિથી પરિપૂર્ણ છે...તારો
આત્મા જ આનંદનો સમુદ્ર છે; તારા આત્માથી બહારમાં ક્યાંય તારો આનંદ નથી, માટે તું તારા આત્માની સન્મુખ
થા.–એ પ્રમાણે પોતાના સ્વરૂપને જાણીને તેની સન્મુખ થતાં આત્માના પરિણમનમાં જ્ઞાન–આનંદની વૃદ્ધિ થતી જાય
છે, ને રાગાદિની હાનિ થતી જાય છે....અને છેવટે તે આત્મા પોતાના પરિપૂર્ણ જ્ઞાન–આનંદને પ્રગટ કરીને પરમાત્મા
થઈ જાય છે. આ રીતે સ્વપ્રયત્ન વડે કોઈ પણ આત્મા પામરતાનો નાશ કરીને પરમાત્મા બની શકે છે.
વર્તમાન જૈનસાહિત્યમાં “સમયસાર” તે આવા પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય બતાવનારું એક
મહાશાસ્ત્ર છે, અને તે જૈનધર્મની મહાગીતા છે. તે સમયસારના રચયિતા આચાર્ય શ્રી કુંદકુંદસ્વામી એક મહાન જૈન
સંત (મુનિ) હતા...તેઓ વનમાં વસતા હતા.....ને સર્વજ્ઞ પરમેશ્વર સીમંધર ભગવાનના સાક્ષાત્ દર્શન તેમણે કર્યા
હતા. તેઓશ્રી સમયસારની પહેલી જ ગાથામાં દાંડી પીટીને જાહેર કરે છે કેઃ અહો જીવો! હું સિદ્ધ છું, તમે પણ સિદ્ધ
છો.....મારા ને તમારા આત્મામાં પરિપૂર્ણ પ્રભુતા ભરી છે તેનો તમે ઉલ્લાસથી સ્વીકાર કરો.....અનાદિ કાળથી
આત્મામાં પામરતાનું સ્થાપન કર્યું છે તે કાઢી નાંખો ને તમારા આત્મામાં પ્રભુતા ભરેલી છે તેની સન્મુખ દ્રષ્ટિ કરો.
સિદ્ધપણું તે આત્મિક વિકાસની ચરમ સીમા છે. તે સિદ્ધપદ પામેલા પરમાત્માઓને, રાગ–દ્વેષ કે લક્ષ્મી–સ્ત્રી
આદિ તો શું પણ શરીર સુદ્ધાં હોતું નથી, તે શરીરાદિ વગર જ તેઓ પરમ સુખી છે. આ સિદ્ધપદમાં શરીરાદિ ન હોવા
છતાં આત્મા પોતાના જ્ઞાન ને આનંદ સહિત નિત્યપણે એક ને એક જ ટકી રહે છે. સંસાર અને સિદ્ધ–બંને
અવસ્થાઓમાં સળંગપણે જો એક જ આત્મા પોતે નિત્ય ન ટકતો હોય તો, ને સર્વથા પલટી જતો હોય તો, સાધક
પોતાના સાધ્યની સિદ્ધિનો આનંદ ક્યાંથી ભોગવી શકે?–જો ક્ષણેક્ષણે આત્મા સર્વથા બીજો થઈ જતો હોય તો
સાધના એક કરે ને તેના સાધ્યને બીજો ભોગવે,–પણ એ વાત કઈ રીતે સંભવી શકે? સાધકદશામાં જે આત્મા હતો
તે જ આત્મા નિત્ય ટકીને પોતાના સાધ્યની સિદ્ધિના આનંદને નિરંતર ભોગવે છે.
કોઈપણ જાતના ઈંદ્રિયવિષયોના સંબંધ વિના પણ પરમાત્માનું સુખ ઉત્કૃષ્ટ છે. પ્રવચનસાર શાસ્ત્રમાં
આચાર્ય કુંદકુંદ સ્વામી કહે છે કે –
णो सद्हंति सोक्खं सुहेसु परमं त्ति विगदधादीणं ।
सुणिदूण ते अभव्वा भव्वा वा तं पडिच्छंति ।। ६२।।
સુણી ‘ઘાતીકર્મવિહીનનું સુખ સૌ સુખે ઉત્કૃષ્ટ છે’
શ્રધ્ધે ન તેહ અભવ્ય છે ને ભવ્ય તે સંમત કરે.
–જેમના ઘાતી કર્મો નાશ પામ્યાં છે તેમનું સુખ સર્વ સુખોમાં પરમ અર્થાત્ ઉત્કૃષ્ટ છે.–આવું વચન
સાંભળીને જેઓ તેને શ્રદ્ધતા નથી તેઓ અભવ્ય છે, અને ભવ્યો તેનો સ્વીકાર કરે છે–આદર કરે છે–શ્રદ્ધા કરે છે.
આ સંસારમાં સર્વે જીવો સુખી થવા ચાહે છે. તે સુખ પોતાના આત્મસ્વભાવમાં જ છે. આવા સુખ–
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૬૪